Times of Amdavad Live
BREAKING NEWS
AhmedabadNews

સ્માર્ટ સિટી અમદાવાદનું શરમજનક સત્ય: કરોડોનું બજેટ પણ BRTS મહિલા કર્મચારીઓ માટે એક શૌચાલય કેમ નહીં?

સ્માર્ટ સિટી અમદાવાદનું શરમજનક સત્ય: કરોડોનું બજેટ પણ BRTS મહિલા કર્મચારીઓ માટે એક શૌચાલય કેમ નહીં?

Our Visitor

012605
Total Users : 12605
Total views : 14747
Who's Online : 0

સ્માર્ટ સિટી અમદાવાદનું શરમજનક સત્ય: કરોડોનું બજેટ પણ BRTS મહિલા કર્મચારીઓ માટે એક શૌચાલય કેમ નહીં?

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ:જે કોર્પોરેશન સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરી નાખે છે, તે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતાની જ મહિલા કર્મચારીઓ પ્રત્યે કેટલી હદે અસંવેદનશીલ છે, તેનો મોટો પુરાવો નરોડા પાટિયા ખાતે જોવા મળ્યો. BRTS માં બહાદુરીપૂર્વક ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ આખરે તંત્રની ઘોર બેદરકારી સામે સામાજિક સંસ્થા ‘જનતા સેના’ની મદદથી બ્યૂગલ ફૂંક્યું છે.

🛑 પુરૂષો માટે ‘ખુલ્લું આકાશ’, પણ મહિલાઓ ક્યાં જાય?

આ મુદ્દો કોઈ સામાન્ય વહીવટી ખામી નથી, પરંતુ સ્ત્રીના સન્માન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો ગંભીર સવાલ છે. પુરુષ કર્મચારીઓ ગમે ત્યાં ખુલ્લામાં શૌચ ક્રિયા પતાવી લે છે, પરંતુ આખો દિવસ ટિકિટ બારી પર બેસતી મહિલાઓ ક્યાં જાય? શું ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘મહિલા સશક્તિકરણ’ના નારા ફક્ત કાગળ પર અને હોર્ડિંગ્સ પર જ ચમકાવવા માટે છે?

મહિલાઓને ન્યાય અપાવવા સામાજિક સંસ્થા જનતા સેના મેદાનમાં

😡 પડોશીઓની દયા પર ચાલતી નોકરી!

આક્ષેપો સાંભળીને પણ સંવેદનશીલ માણસનું લોહી ઉકળી ઉઠે. ફરજ પરની મહિલાઓને શૌચાલય વાપરવા માટે આસપાસના સ્થાનિક લોકોના ઘરો અથવા ખાનગી દુકાનદારો સમક્ષ હાથ ફેલાવવા પડે છે. જો પડોશી ના પાડે, તો મહિલાઓએ કલાકો સુધી કુદરતી હાજત રોકી રાખવી પડે છે, જેનાથી તેમને ગંભીર રોગો થવાનું જોખમ વધી ગયું છે.

📉 એરકંડિશન્ડ કેબિનમાં બેસતા અધિકારીઓ ક્યારે જાગશે?

AMC અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL) ના જે જવાબદાર સાહેબો લાખો રૂપિયાના પગાર લઈ, પોતાની સરકારી કેબિનના એટેચ્ડ બાથરૂમમાં બેસીને ઓર્ડર છોડે છે, તેમને ગ્રાઉન્ડ રિયાલિટીની કોઈ પરવા જ નથી. દર વર્ષે બજેટમાં લાખો રૂપિયાની જોગવાઈઓ થાય છે, તો પછી આ સ્ટેશનો પર મહિલાઓ માટે એક નાનું સેનિટરી બ્લોક બનાવવામાં કયો મોટો હિમાલય ચડવાનો છે?

જુઓ brts મા કામ કરતી મહિલાઓની આપવીતી…

🔥 મહિલાઓની હિંમતને સલામ, હવે આરપારની લડાઈ:-

વર્ષોથી શોષણ અને અગવડતા સહન કર્યા પછી, નોકરી ગુમાવવાના ડર વગર આ મહિલાઓએ જે હિંમત દાખવી છે તે પ્રશંસનીય છે. જનતા સેનાના સથવારે શરૂ થયેલો આ વિરોધ માત્ર શરૂઆત છે. જો તંત્ર હજી પણ કાન આડા હાથ કરશે, તો આ ગુસ્સો આખા અમદાવાદના BRTS રૂટ પર ફાટી નીકળશે.

સવાલ એ જ છે: AMC ના એસી ઓફિસોમાં બેસતા બાબુઓ, હજી કેટલી મહિલાઓના સન્માનની બલિ ચડાવશો? તાત્કાલિક શૌચાલય બનાવો, નહીંતર ખુરશી ખાલી કરો!


સ્માર્ટ સિટી અમદાવાદનું શરમજનક સત્ય: કરોડોનું બજેટ પણ BRTS મહિલા કર્મચારીઓ માટે એક શૌચાલય કેમ નહીં?

Related posts

અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને રાજકોટ SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી

Ritesh Parmar

અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર સંગઠનનો કાર્યક્રમ યોજાયો

Ritesh Parmar

ગોમતીપુરમાં ગુમ થયેલી બાળકીનો મામલો, ગોમતીપુર પોલીસની પ્રશંસનીય કામગીરી,આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો
ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીને શોધી કાઢી, 9 ની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment