Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું, ફાસ્ટ બોલર હારીસ રાઉફની ઘાતક બોલિંગ, બન્યો મેન ઓફ ધ મેચ

રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું, ફાસ્ટ બોલર હારીસ રાઉફની ઘાતક બોલિંગ, બન્યો મેન ઓફ ધ મેચ

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું, ફાસ્ટ બોલર હારીસ રાઉફની ઘાતક બોલિંગ, બન્યો મેન ઓફ ધ મેચ

રીતેશ પરમાર

શારજાહઃ પાકિસ્તાને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા આઈસીસી ટી20 વિશ્વકપ-2021ના સુપર-8 મુકાબલામાં ન્યૂઝીલેન્ડને વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે પાકિસ્તાનના 4 પોઈન્ટ થઈ ગયા છે. હવે પાકિસ્તાનનો સેમીફાઇનલમાં પહોંચવાનો માર્ગ મોકળો બની ગયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 134 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાને 18.4 ઓવરમાં 5 વિકેટે 135 રન બનાવી લક્ષ્‍ય હાસિલ કરી લીધો હતો.

પાકિસ્તાનની ઈનિંગ
પાકિસ્તાનને છઠ્ઠી ઓવરમાં 28 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો.
બાબર આઝમ (9)ને ટિમ સાઉદીએ બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ ફખર જમાન 11 રન બનાવી ઇશ સોઢીની ઓવરમાં આઉટ થયો હતો. પાકિસ્તાનને 63 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો.

શોએબ મલિક-આફિસ અલીએ અપાવી જીત
પાકિસ્તાનને 87 રનના સ્કોર પર ઇમાદ વસીમના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ અનુભવી શોએબ મલિક અને આસિફ અલીએ 48 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. શોએબ મલિક 20 બોલમાં 26 અને આસિફ અલી 12 બોલમાં 3 સિક્સ અને 1 ચોગ્ગા સાથે અણનમ 27 રન બનાવી ટીમને શાનદાર જીત અપાવી હતી.

ન્યૂઝીલેન્ડની ઈનિંગનો રોમાંચ
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ માટે માર્ટિન ગુપ્ટિલ અને ડેરેલ મિચેલે સારી શરૂઆત કરી. 5 ઓવરમાં બંનેએ વિકેટ ગુમાવ્યા વગર 36 રન જોડ્યા હતા. પાવરપ્લે ખતમ થતાં પહેલા ગુપ્ટિલ 17 રન બનાવી હારિસ રાઉફની બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. ત્યારબાદ મિચેલ 27 રન બનાવી ઇમાદ વસીમના બોલ પર કેચઆઉટ થયો હતો. ટીમને ત્રીજો ઝટકો જિમી નીશમના રૂપમાં લાગ્યો, જે મોહમ્મદ હફીઝના બોલ પર 1 રન બનાવી જમાનને કેચ આપી બેઠો હતો.

કેપ્ટન કેન વિલિયમસન સારી લયમાં જોવા મળી રહ્યો હતો પરંતુ 25ના સ્કોર પર હસન અલીના થ્રો પર રનઆઉટ થયો હતો. ડેવોન કોનવે 27 રન બનાવી હારિસના બોલ પર બાબર આઝમને કેચ આપી બેઠો, જ્યારે ગ્લેન ફિલિપ પર હારિસનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શાહીન અફરીદીએ સેઇફર્ટની વિકેટ ઝડપી તો મિશેલ સેન્ટનર આઉટ થનાર અંતિમ બેટ્સમેન હતો.

હારિસ રાઉફે ચાર ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ લીધી, જ્યારે શાહીન, ઇમાદ અને હાફિઝને એક-એક વિકેટ મળી હતી.


રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું, ફાસ્ટ બોલર હારીસ રાઉફની ઘાતક બોલિંગ, બન્યો મેન ઓફ ધ મેચ

Related posts

વટવા જીઆઈડીસી પોલીસની જબરદસ્ત કામગીરી! ખૂનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચ્યા

Ritesh Parmar

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Ritesh Parmar

સુરત / અશ્લીલ મેસેજ કરનાર કડોદરાના PSI ને સસ્પેન્ડ કરાયા! મહિલા સહકર્મીને મોડી રાત્રે અશોભનીય મેસેજ કરતા કરાઈ કાર્યવાહી, પોલીસ બેડામાં મચ્યો ખળબળાટ

Ritesh Parmar

Leave a Comment