Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

Our Visitor

013082
Total Users : 13082
Total views : 15319
Who's Online : 2

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ઊંઝાના વેપારી મહેશ પટેલે પીએમઓને ફરિયાદ કરતાં રાજકોટ પોલીસ કમિશ્નર અને ક્રાઈમ બ્રાંચના અધિકારી સામે તપાસ થઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના તાત્કાલિક પી.આઈ.વી.કે.ગઢવી તેમજ પીએસઆઇ યુ.બી.જોગરણા સહિતના સ્ટાફ સામે અંતે ગુનો નોંધાયો છે. વધુ વિગત અનુસાર પીએમઓમાં થયેલી ફરિયાદ બાદ હવે વિવાદમાં સપડાયેલા અગ્રવાલની મુશ્કેલીમાં વધારો થયો છે.મહેશ પટેલે CCTV ફૂટેજ અને માર માર્યાના ફોટા સાથે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ને ફરિયાદ કરી હતી.

ઊંઝાના વેપારી મહેશ પટેલને રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચના પોલીસોએ ઉઠાવી લાવી ઢોર માર માર્યો હતો. બાનાખત પડાવી લેવા માટે ઇસબગુલના વેપારીને બે દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. મહેશ પટેલની ફરિયાદ છે કે, રાજકોટ પોલીસ ઉંઝા આવી હતી. વેપારી મહેશ પટેલને પ્રથમ ઉંઝા પોલીસ મથકમાં લવાયો હતો. ત્યાર બાદ રાજકોટ લઈ ગઈ હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચના માણસોએ પોતાને બે દીવસ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં ઢોર માર માર્યો હતો.

જે તે વખતે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ફોડેલા લેટર બૉમ્બ બાદ પોલીસના અત્યાચારનો ભોગ બનેલા લોકો બહાર આવ્યા હતા. તેના ભાગરૂપે જ મહેશ પટેલે ફરિયાદ કરી હતી. આ મામલે ડીસીપીને તપાસ સોંપાયા બાદ પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાયો છે.

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

Related posts

આખરે રાહુલ ગાંધી માની ગયા! આ જગ્યાએ થી લડશે ચૂંટણી….

Ritesh Parmar

🚨 ‘તુફાની ગેંગ’ ના આતંક પર બ્રેક: LCB ઝોન-૫ ની ટીમે રચેલી ચક્રવ્યૂહમાં ફસાયો રીઢો વાહનચોર! બાપુનગર પોલીસનો વણઉકેલાયેલો કેસ સોલ્વ

Ritesh Parmar

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Ritesh Parmar

Leave a Comment