Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો: 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો: 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

Our Visitor

013123
Total Users : 13123
Total views : 15361
Who's Online : 4

અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો: 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રખિયાલમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડીને ૩૨ જુગારીને ઝડપી લીધા છે. અબ્દુલ રશિદ શેખની શોધખોળ આદરી છે. રખિયાલમાં સ્થાનિક પોલીસ અને વહીવટદારોની રહેમ નજર હેઠળ ચકુડિયા હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના કે.ટી. કામરિયાની ટીમે દરોડા પાડીને જુગાર રમતા ૩૨ જુગારીને ઝડપી લીધા હતા.જેમની પાસેથી રોકડા ૭૦ હજાર, ૨૦ મોબાઇલ ફોન, ૫ મોટર સાયકલ અને ચાર રિક્ષા મળીને કુલ ૫.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા ૩૨ જુગારીને સ્થાનિક પોલીસને હવાલે કરી જુગારધામ ચલાવતા અબ્દુલ રશિદને વોન્ડેટ જાહેર કરી વધુ તપાસ ચાલી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રખિયાલ પોલીસ અને વહીવટદારોની મીલીભગતની પોલ ખુલી જવા પામી હતી. આટલુંજ નહી પરંતુ રખિયાલ વિસ્તારમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમ ધમી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો: 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

Related posts

વલ્લભીપુરની સરકારી શાળામાં લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી,12 વર્ષની બાળકી સાથે કરતો હતો શારીરિક અડપલા, પોક્સો હેઠળ ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

અમરેલી / વડિયા કોર્ટમાં ચાલુ હિયરિંગ દરમ્યાન વકીલને હાર્ટ-એટેક આવ્યું! વકીલે જજ સાહેબને સાહેદ તપાસવાનું કહેતા જજ જોશી ઉશ્કેરાયી ગયા હોવાનું આક્ષેપ, જજે અશોભનીય વર્તન કરતા વકીલને હાર્ટ-એટેક આવ્યાનો આક્ષેપ, વકીલો હડતાલ ઉપર ઉતર્યા

Ritesh Parmar

રક્ષાબંધનના તહેવાર સમયે વડોદરાના 6 પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી, જાણો કોને ક્યા મુકાયા,

Ritesh Parmar

Leave a Comment