Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા / બુટલેગરોની દાદાગીરી-પોલીસની ભાગીદારી’- સાવલીમાં નાગરિકોએ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખી રોષ વ્યક્ત કર્યો

વડોદરા / બુટલેગરોની દાદાગીરી-પોલીસની ભાગીદારી’- સાવલીમાં નાગરિકોએ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખી રોષ વ્યક્ત કર્યો

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

વડોદરા / બુટલેગરોની દાદાગીરી-પોલીસની ભાગીદારી’- સાવલીમાં નાગરિકોએ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખી રોષ વ્યક્ત કર્યો

વડોદરા જિલ્લાના સાવલી નગરમાં દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી, સાવલી હોસ્પિટલ, જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે.ગાંધીના ગુજરાત માં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર જ થતો હોય તેમ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે.તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે, ત્યારે રાતના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.

શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે. સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકળતા ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે? તે સવાલ ઉદભવે છે.

વડોદરા / બુટલેગરોની દાદાગીરી-પોલીસની ભાગીદારી’- સાવલીમાં નાગરિકોએ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખી રોષ વ્યક્ત કર્યો

Related posts

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

Ritesh Parmar

નરોડા પાર્વતી જાદવ હોસ્પિટલના 1.87 કરોડની ઠગાઇનો મામલો, આંક 10 કરોડે પહોંચ્યો,ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા, ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટ,પોલીસે સીએની મદદ લઇ તપાસ કરી, હજુ આંક વધવાની શક્યતા

Ritesh Parmar

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

Ritesh Parmar

Leave a Comment