Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહેસાણા/ LCB એ મેવડ ટોલનાકાથી દારૂ ભરેલી કાર ઝડપી, 6 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ, એક ફરાર

મહેસાણા/ LCB એ મેવડ ટોલનાકાથી દારૂ ભરેલી કાર ઝડપી, 6 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ, એક ફરાર

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

મહેસાણા/ LCB એ મેવડ ટોલનાકાથી દારૂ ભરેલી કાર ઝડપી, 6 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ, એક ફરાર

મહેસાણામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મેવડ ટોલ નાકે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલી ગાડી કડી પહોંચે એ પહેલા જ ઝડપી પાડી હતી. પોલીસે 1 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ 6,18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણાના LCBને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ગાડી વિદેશી દારૂ ભરી મહેસાણા થઈ કડી જવાની છે.જેથી બાતમીના આધારે મેવડ ટોલ નાકે એલસીબીએ વોચ ગોઠવી હતી. દારૂ ભરેલી ગાડી આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારચાલકે ગાડી ભગાડતા પોલીસ દ્વારા પણ પીછો કરી ટોલનાકા આગળ કારને ઝડપી પાડી હતી. જોકે ગાડીમાંથી એક શખ્સ ફરાર થવામાં સફળ થયો હતો. જ્યારે ગાડીનો ચાલક પોલીસના હાથે ઝડપાયો હતો.

LCB પોલીસને આ કાર્યવાહીમાં 1,08,600 કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે દારૂ તેમજ એક ગાડી કિંમત 5,00,000, બે ફોન કિંમત 10,000 મળી કુલ 6,18,600 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કુરેશી અબ્દુલ રહુફ કાલુમિયાને ઝડપ્યો હતો. આરોપી ઇસમે કહ્યું કે, આ ગાડી તેના મોટા ભાઈની છે. તેમજ આબુરોડ પરથી મનોહર સિંહ પારખાન સિંહ ડાભી તેમજ દેવડા મહાવીર સિંહ ગણપત સિંહ એ દારૂ ભરી આપ્યો હતો. આ વિદેશી દારૂ કડી મોકલી આપવાનો હતો. ગાડીમાંથી પોલીસને જોઈ ફરાર થઇ જનાર શખ્સ કાજી આલ્ફાજ ઉર્ફ મકો હોવાનું જણાવ્યું હતું.


મહેસાણા/ LCB એ મેવડ ટોલનાકાથી દારૂ ભરેલી કાર ઝડપી, 6 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ, એક ફરાર

Related posts

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનો CMને ખુલ્લો પત્ર, સુરત પોલીસ કમિશનર અને રેંજ આઇજીની કાયમી નિમણુંક કરો

Ritesh Parmar

અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા

Ritesh Parmar

અમદાવાદ PCB એ તો કમાલ કરી ઓહ માય ગોડ…. 7 લાખની આસપાસ રોકડા સહીત 46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…. આટલો મોટો જુગારધામ કોણ ચલાવી રહ્યું હતું, વાંચો સમગ્ર અહેવાલ….

Ritesh Parmar

Leave a Comment