Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

માતાનો અંતિમ સંસ્કાર કરવા માટે પુત્ર એકલો વ્હીલચેર માં ડેડ બોડી લઈ ગયો! જુઓ શું હતું કારણ

માતાનો અંતિમ સંસ્કાર કરવા માટે પુત્ર એકલો વ્હીલચેર માં ડેડ બોડી લઈ ગયો! જુઓ શું હતું કારણ

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

માતાનો અંતિમ સંસ્કાર કરવા માટે પુત્ર એકલો વ્હીલચેર માં ડેડ બોડી લઈ ગયો! જુઓ શું હતું કારણ

તામિલનાડુમાં 60 વર્ષીય એક વ્યક્તિ અંતિમ સંસ્કાર માટે પોતાની માતાની ડેડ બોડી વ્હીલચેર પર લઈ ગયો. આ ઘટના તિરુચિરાપલ્લીની છે, જ્યાં એક વ્યક્તિ સોરાયસિસથી પીડિત પોતાની માતાના શબને વ્હીલ ચેર પર લઈને ગયો હતો કેમ કે તેને લાગ્યું કે, મહિલાની ત્વચાની બીમારીના કારણે અંતિમ સંસ્કારમાં કોઈ તેની મદદ નહીં કરે. મનાપરાઈમાં પાલિકાના સ્મશાન ઘાટ પર કામ કરનારા એક વ્યક્તિએ તેની બાબતે જાણકારી આપી હતી.
સ્મશાનનું મેનેજમેન્ટ કરનારી સ્થાનિક લાયન્સ ક્લબ એકાઈના એક ટ્રસ્ટી એન. શ્રીધરનના જણાવ્યા મુજબ, મનાપરાઈ પાસે ભરથિયાર નગરમાં રહેનારા 60 વર્ષીય બીજલી મિસ્ત્રી મુરુગનંદમ પોતાની 84 વર્ષીય માતા રાજેશ્વરીનું શબ વ્હીલચેર પર સ્મશાન ઘાટ લાવ્યો હતો.

મુરુગનંદમ લગભગ 2.5 કિલોમીટર સુધી શબને એવી જ રીતે વ્હીલચેર પર લઈને આવ્યો હતો. શ્રીધરને આગળ કહ્યું કે, મને ગુરુવાર (8 સપ્ટેમ્બર 2022)ના રોજ સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ એક ચાની દુકાનના માલિકનો ફોન આવ્યો. તેણે મને જણાવ્યું કે, એક વ્યક્તિ વ્હીલચેર પર કપડાંમાં લપેટીને શબ લઇને આવ્યો છે અને સ્મશાન સામે રાહ જોઈ રહ્યો છે. હું ભાગતો એ જગ્યા પર ગયો. મુરુગનંદને મને કહ્યું કે તેની લકવાગ્રસ્ત માતાનું લાંબી બીમારી બાદ સવારે 4 વાગ્યે નિધન થઈ ગયું હતું અને તે તેનો અંતિમ સંસ્કાર કરવા માગે છે.

શ્રીધરને કહ્યું કે, હું ચોંકી ગયો અને તેને પૂછ્યું કે તે ડેડ બોડીને વ્હીલચેર પર શા માટે લઈને આવ્યો છે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કેમ કે મારી માતા સોરાયસિસ નામની બીમારીથી પીડિત હતી, એટલે તેને લાગ્યું કે અંતિમ સંસ્કારમાં કોઈ તેની મદદ નહીં કરે. શ્રીધરને કહ્યું કે, મુરુગનંદમે તેને જણાવ્યું હતું કે તેની માતા રાજેશ્વરીની ઘણા વર્ષોથી સોરાયસિસની સારવાર ચાલી રહી હતી. બુધવારે ડૉક્ટરોએ તેને સૂચિત કર્યો કે તેની માતાની તબિયત વધુ ખરાબ થઈ રહી છે અને મુરુગનંદમને ઘર પર તેની દેખરેખ રાખવાની સલાહ આપી.

ત્યારબાદ રાજેશ્વરીનું ગુરુવારે સવારે નિધન થઈ ગયું. આગળ બતાવતા શ્રીધરને કહ્યું કે, અમે હૉસ્પિટલોના દસ્તાવેજોની ખરાઈ કરી અને રાજેશ્વરીની સારવાર કરી રહેલા ડૉક્ટરો પાસેથી પણ તેની પુષ્ટિ કરી. મુરુગનંદમે એમ પણ કહ્યું કે, તેની પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા. ત્યારબાદ અમે તેને જણાવ્યું કે સરકાર અને કેટલીક ગેર સરકારી સંસ્થા આર્થિક રૂપે નબળા લોકોને તેમના પ્રિયજનોના અંતિમ સંસ્કારમાં મદદ કરે છે.


માતાનો અંતિમ સંસ્કાર કરવા માટે પુત્ર એકલો વ્હીલચેર માં ડેડ બોડી લઈ ગયો! જુઓ શું હતું કારણ

Related posts

જૂનાગઢમાં કેદીઓને લઈ જતી પોલીસ બસમાંથી LCB એ 23 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડી, MT શાખામાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ

Ritesh Parmar

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Ritesh Parmar

પ્રેમીને મળવાની ના પાડી ઠપકો આપતા માતાનું દિકરીએ જીવ લીધો: ટ્રક વ્હિલના પાનાના 17 ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત,જૂનાગઢના ઈવનગરમાં જનેતાની પુત્રી એ જ હત્યા કરી

Ritesh Parmar

Leave a Comment