Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના અડાજણ -પાલ વિસ્તારમાં 14 વર્ષની કિશોરીના અપહરણનો મામલો, અંગ્રેજી પેપરની પરીક્ષા નહી આપવાના લીધે કર્યું પોતાના અપહરણનું તરક્ટ,

સુરતના અડાજણ -પાલ વિસ્તારમાં 14 વર્ષની કિશોરીના અપહરણનો મામલો, અંગ્રેજી પેપરની પરીક્ષા નહી આપવાના લીધે કર્યું પોતાના અપહરણનું તરક્ટ,

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

સુરતના અડાજણ -પાલ વિસ્તારમાં 14 વર્ષની કિશોરીના અપહરણનો મામલો, અંગ્રેજી પેપરની પરીક્ષા નહી આપવાના લીધે કર્યું પોતાના અપહરણનું તરક્ટ,

ક્રાઇમબ્રાન્ચ પોલીસે કિશોરીને શોધી કાઢી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરતના અડાજણ પાલ રોડના રાજહંસ રેસિડેન્સી નજીકથી એક કિશોરીને રીક્ષા ચાલક ઉપાડીને સ્ટેશન તરફ લઈ ગયો હોવાનું ઓડિયો મેસેજ વાઇરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં કિશોરીને શોધી કાઢી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આજે અંગ્રેજીની પરિક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાઇરલ કર્યો હતો. 
કિશોરી ઘરેથી સ્ટેશનરી લેવા જવાનું કહીને નીકળી હતી
મળતી માહિતી પ્રમાણે, અડાજણ-પાલ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી આજ રોજ સવારે 11 કલાકે ઘરેથી સ્ટેશનરી લેવા જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ પરત ફરી ન હતી. તેના ઓડિયો મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. જેને લઈ પરિવાર ચિંતિત હતું. પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. તપાસ ઝડપથી થાય અને દીકરી ઝડપથી સુરક્ષિત ઘરે પાછી આવે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

કિશોરી સ્વામીનારાયણ મંદિર પાસેથી મળી આવી
14 વર્ષીય કિશોરી સ્વામીનારાયણ મંદિર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે શોધી અડાજણ પોલીસને સોંપી દીધી છે. આજે અંગ્રેજીની પરિક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાઇરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મોબાઈલ લોકેશન ટ્રેસ કરી કિશોરીને શોધી હોવાનું હાલ જાણવા મળ્યું છે.

સુરતના અડાજણ -પાલ વિસ્તારમાં 14 વર્ષની કિશોરીના અપહરણનો મામલો, અંગ્રેજી પેપરની પરીક્ષા નહી આપવાના લીધે કર્યું પોતાના અપહરણનું તરક્ટ,

Related posts

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

Ritesh Parmar

મારા વિસ્તારની શાળાનો ટોયલેટ સાફ કરી હું ગર્વ અનુભવું છું, શિક્ષણ મંત્રી સ્કૂલની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા, ગંદકી જોઈને પોતે જ સાવરણો પકડ્યો;

Ritesh Parmar

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

Ritesh Parmar

Leave a Comment