Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ડખા, ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા ભારે વિરોધ! ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવી નેમ પ્લેટ પર કાળી સ્યાહી લગાડાઈ, જાહેર કરાયેલ ઉમેદવારોથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પ્રદર્શન

Our Visitor

013131
Total Users : 13131
Total views : 15370
Who's Online : 2

કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ડખા, ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા ભારે વિરોધ! ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવી નેમ પ્લેટ પર કાળી સ્યાહી લગાડાઈ, જાહેર કરાયેલ ઉમેદવારોથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પ્રદર્શન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ મતદાન થવાનું છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP સિવાય અન્ય સ્થાનિક પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ધસારો જોવા મળ્યો હતો.અંતર્ગત NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓએ જમાલપુર ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી રાજીવ ગાંધી ભવન માથે લીધું હતું. તેમજ ત્યાં તોડફોડ પણ કરી હતી અને ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવીને તેમના નામની પ્લેટ પર કાળી શ્યાહી લગાવીને તોડી નાખવામાં આવી હતી.

રાજીવગાંધી ભવનમા નારાજ કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો જુઓ વિડીયો

તેમજ વિરોધ કર્તાઓએ, પ્રદેશ પ્રમુખના ત્યાં લગાવવામાં આવેલા અત્યાર સુધીના બેનરમાંથી કેટલાકને તોડી નાખ્યા હતા અને કેટલાક પર કાળી શાહી પણ લગાવી હતી. સિટિંગ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે રિપિટ કર્યા છે.

ભાજપે 16 ઉમેદવારને ફોન કરી દીધા છે. જેવી જીજ્ઞા પંડ્યાને ના કહેવામાં આવી કે તેની થોડી જ મિનિટોમાં ભાજપે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને નવા ઉમેદવાર તરીકે વઢવાણ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની ટિકિટ નક્કી થઈ ગઈ હોવાનું સૂત્રોનું કહેવું છે, ત્યારે 17મી નવેમ્બરના રોજ અલ્પેશ ફોર્મ ભરશે.

રવિવારના રોજ મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા પોતાના અન્ય 33 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડને વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલનું (ઢોલાર) ડભોઈ બેઠક પરથી નામ જાહેર કરવામાં આવ્યું છે. અપેક્ષા મુજબ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આથી કોંગ્રેસના સભ્યપદેથી વડોદરા તાલુકા કોંગ્રેસના 100 હોદ્દેદાર સહિત કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપી દીધા હતા.

સુરતમાં AIMIMની 159 પૂર્વ વિધાનસભા બેઠકમાં સભા યોજાઇ હતી, આયોજિત અસદુદ્દીન ઓવૈસીની આ સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો. ઓવૈસીની સભાનું સુરતના રૂદરપુરા ખાડી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું, આ સભામાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકત્રિત થયા હતા. જો કે, ઓવૈસીની આ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ મતદાન હોવાને કારણે આ બેઠક પર નજર છે. જો કે, આ વિસ્તારમાં આયોજિત સભામાં જ મુસ્લિમ સમાજ દ્વારા ઔવેસીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં AIMIMના નેતા ઓવૈસી સભાને સંબોધતા હતા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. AIMIM પાર્ટીએ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે. મુસ્લિમ કાર્ડ જો આ બેઠક પર ચાલી જાય તો તેમને સફળતા મળે એવી પણ શક્યતા છે, પરંતુ તેમની સભામાં જ આશ્ચર્યજનક રીતે ભારે હોબાળો થયો હતો. ઓવૈસીનો મુસ્લિમ યુવકોએ નારા લગાવીને ભારે વિરોધ કર્યો હતો. તેમજ તેમની સામે પરત જાઓ..પરત જાઓના નારા આ સભામાં લાગ્યા હતા.

કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ડખા, ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા ભારે વિરોધ! ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવી નેમ પ્લેટ પર કાળી સ્યાહી લગાડાઈ, જાહેર કરાયેલ ઉમેદવારોથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પ્રદર્શન

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Ritesh Parmar

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

Ritesh Parmar

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

Ritesh Parmar

Leave a Comment