Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હવસખોર કાકાની પાખંડી હરકત, સગી ભત્રીજીને અસ્લિલ વિડીયો બતાવી કરતો હતો અડપલા, પ્રતિકાર કરે તો આપતો વિજકરંટ અને લાકડીથી ફટકારતો, ગુનો નોંધાયો

હવસખોર કાકાની પાખંડી હરકત, સગી ભત્રીજીને અસ્લિલ વિડીયો બતાવી કરતો હતો અડપલા, પ્રતિકાર કરે તો આપતો વિજકરંટ અને લાકડીથી ફટકારતો, ગુનો નોંધાયો

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

હવસખોર કાકાની પાખંડી હરકત, સગી ભત્રીજીને અસ્લિલ વિડીયો બતાવી કરતો હતો અડપલા, પ્રતિકાર કરે તો આપતો વિજકરંટ અને લાકડીથી ફટકારતો, ગુનો નોંધાયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

મોરબી જિલ્લામાં સંબંધો ઉપર કાળી ટીલી સમાન ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક તરુણી ઉપર સગા કાકાએ જ નજર બગાડી હતી અને તેની સાથે અડપલાં કર્યા હતા. પ્રતિકાર કરતા વીજકરંટ આપ્યો હતો. જોકે, ઈજાગ્રસ્ત તરુણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

ઘટના અંગે વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારાની વતની અને 4 મહિનાથી મોરબીના શકત સનાળામાં કાકાના ઘરે રહેતી તરુણીને બીભત્સ વીડિયો બતાવી કાકાએ અડપલાં કર્યાં હતા, ટંકારા પંથકની વતની 14 વર્ષની તરુણીને મંગળવારે રાજકોટ સિવિલમાં દાખલ કરી હતી.

સગીરાના કાન પર ઇજાના નિશાન હોય તબીબે પૃચ્છા કરતાં હૈયું હચમચાવી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, સગીરાની પરિણીત બહેને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેના પિતા હયાત નથી, સગીરા પાંચ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરની છે, ચાર મહિનાથી સગીરા તેના કાકાના ઘરે શકત સનાળા ગામે રહેતી હતી.

સગીરાની બહેન અને બનેવી ત્રણ દિવસ પૂર્વે કાકાના ઘરે આંટો મારવા ગયા ત્યારે સગીરા અંગે પૂછતાં તે પાણી ભરવા બહાર ગયાનું કાકાએ રટણ રટ્યું હતું પરંતુ શંકા જતાં મકાનના રૂમમાં તપાસ કરતા સગીરા મળી આવી હતી. સગીરાને રૂમમાંથી બહાર કાઢી બહેન બનેવીએ પૂછતાં સગીરાએ કહ્યું હતું કે, શકત સનાળા આવ્યા બાદ કાકાએ તેના પર નજર બગાડી હતી.

એક દિવસ બીભત્સ વીડિયો બતાવી કાકાએ શારીરિક અડપલાં કર્યાં હતા, અને બળજબરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સગીરાએ આ અંગે તેની કાકીને કહ્યું હતું જેથી કાકા ઉશ્કેરાયો હતો અને તે વારંવાર સગીરાને લાકડીથી ફટકારતો હતો અને રૂમમાં પૂરી વીજકરંટ પણ આપ્યો હતો. મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

હવસખોર કાકાની પાખંડી હરકત, સગી ભત્રીજીને અસ્લિલ વિડીયો બતાવી કરતો હતો અડપલા, પ્રતિકાર કરે તો આપતો વિજકરંટ અને લાકડીથી ફટકારતો, ગુનો નોંધાયો

Related posts

અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી

Ritesh Parmar

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

Ritesh Parmar

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Ritesh Parmar

Leave a Comment