Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતના લોકો જે સમસ્યાથી પરેશાન છે તેનો અનુભવ આજે પૂર્વ ઉપ -મુખ્યમંત્રી નીતિન પટેલને થયો! કડીમાં તિરંગા યાત્રા દરમ્યાન ઢોરે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી, સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ગુજરાતના લોકો જે સમસ્યાથી પરેશાન છે તેનો અનુભવ આજે પૂર્વ ઉપ -મુખ્યમંત્રી નીતિન પટેલને થયો! કડીમાં તિરંગા યાત્રા દરમ્યાન ઢોરે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી, સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

કરણનગર માર્કેટ પાસે રખડતાં ઢોરે પૂર્વ મંત્રી નીતિન પટેલને અડફેટે લીધા
ઢોરે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી
અકસ્માતને પગલે નીતિન પટેલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા

રાજ્યભરમાં રખડતાં ઢોરોની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રસ્તે રખડતાં ઢોરને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતો હોય છે. કેટલીક વખત લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે જે સમસ્યાથી રાજ્યના લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. તેનો આજે રાજકીય નેતાને પણ અનુભવ થયો છે. આજે પૂર્વ મંત્રી નીતિન પટેલને રખડતાં ઢોરે અડફેટે લીધા છે. જેને પગલે નીતિન પટેલના ઢીંચણના ભારે ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રખડતા ઢોરનો ત્રાસ હવે નેતાજીને પણ નડયો
પ્રાપ્ત વિગતો અનુસાર આજે કડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન કડીના કરણપુર શાક માર્કેટ પાસે એક ગાયે નીતિન પટેલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે ઢોરની ટક્કરને કારણે નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જુઓ વિડીયો

ગાયની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા નીતિન પટેલને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જોકે સારવાર લીધા બાદ પૂર્વ મંત્રી નીતિન પટેલ અમદાવાદ જવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રખડતાં ઢોરની સમસ્યાથી આજે નેતા પણ બાકાત રહ્યા નથી.

ગુજરાતના લોકો જે સમસ્યાથી પરેશાન છે તેનો અનુભવ આજે પૂર્વ ઉપ -મુખ્યમંત્રી નીતિન પટેલને થયો! કડીમાં તિરંગા યાત્રા દરમ્યાન ઢોરે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી, સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

Related posts

વલ્લભીપુરની સરકારી શાળામાં લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી,12 વર્ષની બાળકી સાથે કરતો હતો શારીરિક અડપલા, પોક્સો હેઠળ ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

સુરત/ ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે કર્યું કારસ્તાન, 6.48 લાખના સોનાની ચોરીની ફરિયાદમાં બતાવ્યું માત્ર 32 હજારનું સોનુ

Ritesh Parmar

મહીસાગરના વરધરી આઉટ પોસ્ટના PSI રૂ. ૧,૦૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા: દાહોદ ACBની મોટી કાર્યવાહી

Ritesh Parmar

Leave a Comment