Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ
    રીતેશ પરમાર

  આજરોજ દેશના મહાન પુરૂષ અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 131 મી જન્મજયંતીનો શુભ અવસર સમગ્ર ભારત દેશમાં ખુબજ હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. કોઈપણ વર્ગ કે કોઈપણ સમાજ હોય પણ જયારે ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આવે ત્યારે ભારત દેશનો દરેક નાગરીક ગૌરવ અનુભવે છે. જેથી આજના શુભ અવસર પર ઠેર ઠેર ભવ્ય ઉજવણી અને કાર્યકર્મો ઉજવવામાં આવ્યા હતા, તેમજ બાબા સાહેબ આંબેડકરને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

દેશના પ્રથમ કાયદા અને બંધારણના ઘડવૈયા અને મહાન વ્યક્તિત્વનું ઉદાહરણ એવા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 જન્મજયંતિના શુભ અવસરના ભાગ રૂપે આજરોજ ગાંધીનગરના ડભોડા ખાતેના હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શુભ અને પાવન કાર્યક્રમમાં ડભોડા ગામના માનનીય સરપંચ શ્રીના પુત્ર પૃથ્વીસિંહ,ડેપ્યુટી સરપંચના મોટાભાઈ અમરસિંહ,ડભોડા ગામના ઠાકોર સેનાના પ્રમુખ અજીતસિંહ, ડભોડા ગામના આગેવાન બળદેવભાઈ પરમાર, તેમજ ડભોડા ગામના હોમગાર્ડ યુનિટના રિટાયર્ડ ઇન્ચાર્જ ડી. એમ. પરમાર તેમજ ગામના વડીલો આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઇ આજરોજ બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિના કાર્યક્રમને સફળ બનાવી ગૌરવની લાગણી અનુભવી હતી.

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ

Related posts

દિલ્હીની કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટરની ગોળી મારી હત્યાં, બદમાશોએ વકીલનો વેશ ધારણ કરી ફાયરિંગ કર્યું જુઓ live વિડીયો

Ritesh Parmar

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ritesh Parmar

વડોદરા/ ત્રણ લાખથી વધુના દાગીનાની ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલી મહિલા આરોપીને પ્રસૃતિની પીડા ઉપડી, સયાજીગંજ પોલીસ ટીમે મહિલાને હોસ્પિટલ પહોંચાડી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું

Ritesh Parmar

Leave a Comment