Times of Amdavad Live
BREAKING NEWS
News

દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

Our Visitor

013141
Total Users : 13141
Total views : 15381
Who's Online : 1

દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

અહેવાલ – રીતેશ પરમાર

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારના કોતરપુર વોટર વર્કસ પાસેના સુભાષનગર ખાતે આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં સ્થાનિક લોકો અને દબાણ હટાવવા આવેલા મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દબાણ હટાવવા પહેલા લોકોને મકાન અને દુકાનો ખાલી કરાવવા કોર્પોરેશન દ્વારા કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામાં આવી ન હતી તેવું સ્થાનિક લોકોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી કરીને ડિમોલેશનની કામગીરી હાથ ધરતા સ્થાનિક રહીશો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાના દ્રશ્યો સામે આવ્યા હતા. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે અમે જયારે અધિકારીઓ પાસે દબાણ હટાવવાની નોટિસ અને મંજૂરી આપ્યાના કોઈ પેપર કે આધાર પુરાવા માંગ્યા ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું.આ ઘટનામાં એક મહિલાએ અધિકારી સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દબાણ હટાવવાનો હું વિરોધ કરતી હતી, ત્યારે હાજર એક અધિકારીએ મને લાફો મારી દીધો હતો. એટલુંજ નહી પણ અધિકારીએ મહિલાને ધક્કે ચઢાવી તેમના કપડાં ખેંચ્યા હોવાનું પણ ગંભીર આરોપ મહિલાએ લગાડ્યો હતો.

જુઓ વિડીયો

ઘટના વિશે મળતી માહિતી અનુસાર આજે સવારે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તાર ખાતેના નોબલ ટર્નીંગ પાસે સુભાષનગર વસાહત ખાતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં AMC ની ટીમે સ્થાનિક રહીશોને કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર મકાનો અને દુકાનો તોડી પાડવાની કાર્યવાહી શરુ કરી હતી. જેથી ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અમુક જાણકાર લોકોએ કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી કાર્યવાહી કરવા માટેના ઓથોરિટી ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. ત્યારબાદ બને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. અને જોત જોતામાં બંને પક્ષોએ એક બીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ મુકવાનું શરુ કર્યું હતું.

અમદાવાદ કોર્પોરેશનના અધિકારીએ માનવ અધિકારનો ઉલ્લંઘન કર્યું..

રહેણાંક વિસ્તાર દબાણમાં આવતો હોવાથી તેને તોડી પાડવા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે તેમણે કાયદો પોતાના હાથમાં લીધો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. કારણ કે આટલી મોટી કાર્યવાહી જયારે હાથ ધરવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસને સાથે રાખી કામગીરી હાથ ધરાય છે. પરંતુ આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસને કોઈપણ પ્રકારની જાણ કરી ન હતી. તો બીજીતરફ AMC ની ડિમોલેશન ટીમ સાથે મહિલા કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવી ન હતી. કામગીરી દરમ્યાન એક અધિકારીએ મહિલાને લાફો માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. જયારે મહિલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે અધિકારીએ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડી છે. હાથ પકડી ધક્કો મારી કપડાં ખેંચ્યા હોવાનું પણ આક્ષેપ કર્યો છે. જો એક નિર્દોષ મહિલા સાથે આવું અણછાજતું અને અભદ્ર વર્તન કરાયું હોય તો કહી શકાય કે અધિકારીએ માનવ અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. તેમની સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી મહિલાએ માંગણી કરી છે.

AMC ના અધિકારીઓએ સ્થાનિક રહીશો સાથે મારામારી કરી હોવાના આક્ષેપ…

દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન AMC ના અધિકારીઓનો જયારે વિરોધ કરાયો ત્યારે AMC ના અધિકારીઓએ સત્તાનો દુરઉપયોગ કરી મહિલાઓને ધક્કે ચઢાવી હતી. જેથી મહિલાઓએ 100 નંબર ઉપર કંટ્રોલ મેસેજ કરી પોલીસ બોલાવી લીધી હતી. જેથી સરદારનગરની સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને શાંત પાડી સમાધાન કરાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ મામલો વધુ બીચકતા બંને પક્ષો સરદારનગર પોલીસ સ્ટેશન પહોંચી જઈ એક બીજા ઉપર આક્ષેપ કરી ફરિયાદ નોંધાવા પ્રયાસ કર્યા હતા. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ મામલે કે જ્યાં મહિલાઓ સાથે છેડતી, ગાળાગાળી અને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરાયો તેમ છતાં મહિલાઓની કોઈ ફરિયાદ લેવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આજની ઘટનામાં AMC ના અધિકારીઓની દાદાગીરી, તાનાશાહી તેમજ મહિલાઓ સાથે અશોભનીય વર્તન કરવાનાં ગંભીર આક્ષેપો કરતા વિડીયો સામે આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે મહિલાઓ સાથે મારામારી તેમજ છેડતી કરનાર અધિકારી સામે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ કેવી રીતના પગલા ભરશે.


દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

Related posts

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Ritesh Parmar

મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી?પોલીસે પણ મહિલા અને તેના પુત્ર સામે હુમલો કર્યાના આક્ષેપ કર્યા

Ritesh Parmar

વડોદરા /નાની બાળકી સાથે શારિરીક અડપલાં થતાં હોબાળો,અજાણી વ્યક્તિ વિરૃદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Ritesh Parmar

Leave a Comment