Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અરે ભાઈ સુરતમાં વાહન ચેકીંગ નથી કે શુ? કાયદાનો ભંગ ખુદ પોલીસ કરી રહી છે, અને અમદાવાદમાં PI માનવ અધિકારનો ભંગ કરી વાહન ચાલકને જાહેરમાં માર મારે તે કેટલું યોગ્ય?જુઓ વિડીયો પોલીસકર્મી કેવી રીતે ખુલ્લા હાથ છોડીને બાઈક ચલાવી રહ્યો છે

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

અરે ભાઈ સુરતમાં વાહન ચેકીંગ નથી કે શુ? કાયદાનો ભંગ ખુદ પોલીસ કરી રહી છે, અને અમદાવાદમાં PI માનવ અધિકારનો ભંગ કરી વાહન ચાલકને જાહેરમાં માર મારે તે કેટલું યોગ્ય?જુઓ વિડીયો પોલીસકર્મી કેવી રીતે ખુલ્લા હાથ છોડીને બાઈક ચલાવી રહ્યો છે

થોડા દિવસ અગાઉ અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર ખુબજ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જેગુઆર કારનો ચાલક તથ્ય પટેલ પોતાની કાર 140 km પ્રતિ કલાકની ઝડપે હંકારી 17 થી વધુ નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ત્યારબાદ થી અમદાવાદ શહેરમાં પોલીસ સમગ્ર શહેરમાં કડક વાહન ચેકીંગ કરી રહી છે. પરંતુ બીજા જ એક યુવકે મણિનગરમાં મોડીરાત્રે એવી બેફામ કાર દોડાવી કે કાર પલટી ગઈ અને રસ્તાના કિનારે બેઠેલા કેટલાક લોકોના જીવ બચી ગયા હતા. કારમાં સવાર લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા, પરંતુ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને તે જ રસ્તા પરથી તેમને પાઠ ભણાવ્યો હતો. રસ્તાઓ પર હાહાકાર મચાવનારા આવા લોકો સામે પોલીસ શું કરી રહી છે, તેવો સવાલ ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે અકસ્માત સર્જી 9 લોકોના જીવ લીધા બાદ પોલીસે હવે આવા તત્વો સામે કમર કસી લીધી છે.

આ બંને ઘટનાના લીધે સમગ્ર અમદાવાદ શહેરમાં જ નહી પરંતુ આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઇસ્કોન બ્રિજની અકસ્માતની ઘટનામાં 9 નિર્દોષ લોકોના મોત થી હડકંપ મચી જતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તો બીજીતરફ અકસ્માત સર્જનાર કાર ચાલક તથ્ય પટેલને કોઈએ ફાંસી ઉપર ચઢાવવા તો કોઈએ આજીવન કારાવાસની સજા કરાવવાની માંગ કરી. વધુમાં તથ્ય પટેલના એડવોકેટ નિસાર વૈદ્યને પણ લોકો અને મીડિયાના વિરોધનો ભારે સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસના DGP વિકાસ સહાય દ્વારા તાત્કાલિક આદેશ કરાયો કે સમગ્ર અમદાવાદમાં પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવે, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવે. આટલું જ નહી પણ એક મહિના સુધી સતત પોલીસ ડ્રાઈવ કરી બેફામ ગાડી ચલાવતા વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવો આદેશ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે ઇસ્કોન બ્રિજની ઘટના બાદ તરત મણિનગરમાં નશામાં એક વાહન ચાલકે પોતાની કાર સોસાયટીની બહાર બેસેલા લોકોની બાજુમાં પલ્ટી ખવડાવી દીધી હતી. આ ઘટનામાં કસૂરવાર કાર ચાલક અને તેની અંદર બેઠેલો તેનો સાથી મિત્ર મણિનગરના PI ઉનડકટના ગુસ્સાના શિકાર બન્યા હતા. PI ઉનડકટે અકસ્માત સર્જનાર કાર ચાલક અને તેના સાથી મિત્રને જાહેરમાં દંડા ફટકારી અસહ્ય માર મારી માનવ અધિકારનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. જેથી અમુક માનવ અધિકાર સંગઠન દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનના PI ઉનડકટ સામે ફરિયાદ નોંધવાની માંગ પણ કરી હતી.

હાલમાં જ એક વિડીયો સુરત ખાતે થી પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે પોલીસકર્મી બાઈક ચલાવતા નજરે પડી રહ્યા છે. જેમાં એક પોલીસકર્મી પોતાના બંને હાથ સ્ટીયરિંગ ઉપર થી ખુલ્લા છોડીને બાઈક ચલાવી રહ્યો છે. હવે વાત આવે છે કે એક તરફ પોલીસ બેફામ ડ્રાઇવિંગ કરતા નબીરાઓ અને વાહન ચાલકોને જાહેરમાં દંડા ફટકારી પાઠ શીખવાડે છે. તો બીજીતરફ ખુદ પોલીસ જવાન પોતે કાયદાનો ભંગ કરે છે અને જોખમી રીતે બંને હાથ ખુલ્લા છોડીને બાઈક ચલાવતા નજરે પડી રહ્યા છે.

હવે સવાલ એ થાય છે કે મણિનગરમાં PI અકસ્માત સર્જનાર વાહન ચાલકને કાયદાનું પાઠ ભણાવવા ખુલ્લેઆમ જાહેરમાં લાકડીઓ ફટકારે છે જે કાયદાની બિલકુલ વિરૃદ્ધ છે. તો પછી સુરતનો આ વિડીયો જે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ખુદ કાયદાનો રક્ષક એક પોલીસ જવાન બેફામ અને જોખમી રીતે ગાડી ચલાવે છે તો તેમને કોણ દંડશે તે હવે જોવું રહ્યું.આ વિડીયો ક્યારનો છે જૂનું છે કે નવું તેની પુષ્ટિ ટાઈમ્સ ઓફ અમદાવાદ નથી કરતુ.

અરે ભાઈ સુરતમાં વાહન ચેકીંગ નથી કે શુ? કાયદાનો ભંગ ખુદ પોલીસ કરી રહી છે, અને અમદાવાદમાં PI માનવ અધિકારનો ભંગ કરી વાહન ચાલકને જાહેરમાં માર મારે તે કેટલું યોગ્ય?જુઓ વિડીયો પોલીસકર્મી કેવી રીતે ખુલ્લા હાથ છોડીને બાઈક ચલાવી રહ્યો છે

Related posts

સરદારનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 9 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરતી સરદારનગર પોલીસ,બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ

Ritesh Parmar

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Ritesh Parmar

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Ritesh Parmar

Leave a Comment