Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અપની અકડકો અપની જેબમે રખના / સોશ્યલ મીડિયા ઉપર ભાઈગીરી કરવાનો ટ્રેન્ડ વધ્યો! કાયદાનો કે પોલીસનો જાણે કોઈ ડર જ નથી, જુદી જુદી ગન સાથે વિડીયો રિલ્સ બનાવી યુવકે વિડીયો અપલોડ કર્યા, રાજકોટ પોલીસ આવી એક્સનમાં

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

અપની અકડકો અપની જેબમે રખના / સોશ્યલ મીડિયા ઉપર ભાઈગીરી કરવાનો ટ્રેન્ડ વધ્યો! કાયદાનો કે પોલીસનો જાણે કોઈ ડર જ નથી, જુદી જુદી ગન સાથે વિડીયો રિલ્સ બનાવી યુવકે વિડીયો અપલોડ કર્યા, રાજકોટ પોલીસ આવી એક્સનમાં

કાયદાનો ભંગ કરીને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પ્રયાસ નહીં કરવાની ચેતવણી પોલીસ દ્વારા અવારનવાર આપવામાં આવી રહી છે. જો કે રિલ્સની ઘેલછામાં યુવાધનને આવી ચેતવણીની કોઈ પરવા ન હોય તેમ રિવોલ્વર સાથે યુવકોના વિડીયો એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક યુવકનાં રિવોલ્વર સાથેના વિડીયો સામે આવ્યા છે. જેમાં જુદી-જુદી સ્ટાઇલ અને ગન સાથે આ યુવક જોવા મળી રહ્યો છે.
વિડીયો વાયરલ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, વિશ્વરાજ સિંહ ચુડાસમા નામના એક યુવક દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક વિડીયો મુકવામાં આવ્યા છે. વીડિયોમાં વિશ્વરાજસિંહ જુદી-જુદી ગન સાથે અલગ સ્ટાઈલો કરતો નજરે પડી રહ્યો છે. હાથમાં ગન લઈ અપની અક્કડ કો અપને જેબમે રખેના ડાયલોગ સાથે સીન સપાટા કરી રહ્યો છે. અને સાથે જ બીજા વિડીયોમાં આ જ યુવક બ્લેક ફિલ્મવાળી કારમાં BRTS રૂટ પર ફોર વ્હીલ ચલાવી રહ્યો છે. વિશ્વરાજસિંહનાં વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે. જેને લઈને તેને કાયદાનો કે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. આ વિડીયો સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પોલીસ દ્વારા રિલ્સ બનાવવા માટે કાયદાનો ભંગ કરનાર અનેક લોકોને તાજેતરમાં ઝડપી લેવામાં આવ્યા હતા. અને તેમની પાસે માફી મંગાવી BEFORE અને AFTER વાળા વિડીયો જાહેર કરવામાં આવ્યા હતા. સાથે અન્યોને આવું નહીં કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. છતાં રિલ્સની ઘેલછામાં ભાન ભૂલેલા યુવાનો અને યુવતીઓને જાણે પોલીસની ચેતવણીથી કોઈ ફરક જ ન પડતો હોય તેમ લગભગ દરરોજ આવા વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસે રિલ્સનાં ઘેલા યુવાધન સામે વધુ કડક પગલાં લેવાની જરૂર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અપની અકડકો અપની જેબમે રખના / સોશ્યલ મીડિયા ઉપર ભાઈગીરી કરવાનો ટ્રેન્ડ વધ્યો! કાયદાનો કે પોલીસનો જાણે કોઈ ડર જ નથી, જુદી જુદી ગન સાથે વિડીયો રિલ્સ બનાવી યુવકે વિડીયો અપલોડ કર્યા, રાજકોટ પોલીસ આવી એક્સનમાં

Related posts

સુરતમાં ચીટર ભેજાબાજોએ ખેલ પાડ્યો,48 લાખના અસલી હીરા ખરીદી વેપારીને નકલી હીરા પધરાવ્યા, એક ઝડપાયો

Ritesh Parmar

શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાતની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો દ્વારા સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો

Ritesh Parmar

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

Ritesh Parmar

Leave a Comment