Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અનોખું / પારિવારિક એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ મેચ રમાઈ, અમદાવાદ ખાતે લખમણ ખાનદાન થી જાણીતા પરિવારે કરાઈ ખાતેના ગ્રાઉન્ડ ઉપર ફેમિલી મેચ રમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

અનોખું / પારિવારિક એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ મેચ રમાઈ, અમદાવાદ ખાતે લખમણ ખાનદાન થી જાણીતા પરિવારે કરાઈ ખાતેના ગ્રાઉન્ડ ઉપર ફેમિલી મેચ રમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

અનોખું / પારિવારિક એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ મેચ રમાઈ, અમદાવાદ ખાતે લખમણ ખાનદાન થી જાણીતા પરિવારે કરાઈ ખાતેના ગ્રાઉન્ડ ઉપર ફેમિલી મેચ રમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

કેનિક એન્ડ ચેરિક પ્રેઝન્ટ ટેનિસ ક્રિકેટ બોલ ટુર્નામેન્ટ સીઝન 3 2022

આજના સમયમાં પારિવારિક વેર વિવાદ, જમીન સંપત્તિ, વસિયત, ઘરેલુ હિંસા, ભાઈ ભાઈનો વેરી બન્યો છે. તો વહુ સાસુ, નણંદ ભાભી વચ્ચે વાખ વિખવાદ અને અન્ય ઘણા પ્રકારના બનતા બનાવો થી કોટુંબિક એકતા પડી ભાંગી જતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવા સમયમાં અમદાવાદના છારાનગર ખાતે રહેતા એક પરિવારે પોતાના સગા સંબંધીઓ અને કુટુંબમાં એકતા અને ભાઈચારા માટે એક અનોખું કાર્ય કર્યું હતું. જેમાં છારાનગરના અર્જુનલાલા સોસાયટીમાં રહેતા લખમણ ખાનદાન (ઇન્દ્રેકર ) તરીકે ઓળખાતા પરિવારે સમાજમાં સંસ્કારી પરિવાર તેમજ એકજુટ પરિવાર હોવાનું ઉત્તમ ઉદાહરણ ક્રિકેટ મેચ રમીને પૂરું પાડ્યું હતું.

અમદાવાદના કુબેરનગર છારાનગર ખાતેના અર્જુનલાલા સોસાયટીમાં રહેતા સિનિયર ધારાશાસ્ત્રી દિપકભાઈ. એલ. ઇન્દ્રેકરના વડપણ હેઠળ ગાંધીનગરના કરાઈ ખાતેના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ખાસ વાત વિશે ચર્ચા કરીએ તો આ ટુર્નામેન્ટમાં માત્ર લખમણ ખાનદાનના પુત્રો, પૌત્રો, ભાઈઓ, ભાણેજ, ભત્રીજાઓ, અને આ કુટુંબના જમાઈઓ એજ ભાગ લીધો હતો. અન્ય કોઈપણ બહારના ખેલાડીને મેચ રમાડવા દેવામાં આવી ન હતી. આશરે 300 લોકોનો લખમણ પરિવારે દિવાળી અને નવા વર્ષના શુભ અને પાવન અવશરે પારિવારિક એકતા અને ભાઈચારો કાયમ બની રહે અને આખા વર્ષ સંબંધોમાં મીઠાશ રહે તેના માટે ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું.

પ્રતિકાત્મક તસ્વીર

બે દિવસના ગેટ ટુ ગેધર અને ક્રિકેટ કાર્નિવલથી દિવાળી ફેસ્ટિવલને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, મહાનુભાવો, મોટી સંખ્યામાં પરિવારની મહિલાઓ, દીકરીઓ અને બાળકોએ ગ્રાઉન્ડ ઉપર હાજર રહી ક્રિકેટ મેચ જોવાનો લ્હાવો અને આનંદ માણ્યો હતો. આ પારિવારિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં 4 ટિમોએ ભાગ લીધો હતો. જેમાં ખાસ અગત્યની નોંધ કરવા જેવી બાબત અમારા ધ્યાનમાં એ આવી હતી કે, જે ચાર ટિમોના નામ રાખવામાં આવ્યા હતા એ તમામ મહિલાઓના નામ હતા. ઉલ્લેખનીય છે કે પરિવારની દીકરીઓ, મહિલાઓ જે અકાળે દુઃખદ અવસાન પામ્યા હતા, એમને શ્રદ્ધાંજલિ આપતાં તેમના નામ ઉપર થી ટિમોના નામ પાડવામા આવ્યા હતા.

અનોખા અને ઉમદા કાર્યને લઈ કરાયેલા ક્રિકેટના આયોજનમા 4 ટિમોએ ભાગ લીધો હતો.સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ખુબજ રોમાંચક અને રસાકસી વાળી મેચો રમાઈ હતી. જેમાં ફાઈનલ મેચ કેતકી ઇલેવન અને રચના ઇલેવન વચ્ચે રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં ભારે રસાકસી અને છેલ્લા બોલ સુધી બંને ટિમો વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. અને અંતે આ ફાઈનલ મેચમાં કેતકી ઈલેવનનો રોમાંચક વિજય થયો હતો. વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી ટુર્નામેન્ટના ચીફ ગેસ્ટ અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસિએસનના લાયબ્રેરીના સેક્રેટરી શ્રી મિતેષ. આર. પંડ્યા ( એડવોકેટ એન્ડ નોટરી ) તેમજ પ્રજ્ઞેશ. ડી. પટેલ ( એડવોકેટ એન્ડ નોટરી ) નરોડા વાળાના વરદ હસ્તે આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પારિવારિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન પાછળ વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિપક. એલ. ઇન્દ્રેકર અને તેમના પત્ની શ્રીમતી વનિતા. ડી. ઇન્દ્રેકર અને તેમની સાથે સહયોગમાં મૌલીક ઇન્દ્રેકર અને તેમના ધર્મપત્ની નેહા ઇન્દ્રેકરે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપી સમગ્ર આયોજનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સુંદર અને સફળ આયોજનને માન આપતાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએસનના સિનિયર એડવોકેટ શ્રી હસમુખ ચાવડા તેમજ ઉપ પ્રમુખશ્રી ઈશ્વરલાલ. આર. દેસાઈ એડવોકેટ દ્વારા તમામ ક્રિકેટ ખેલાડીઓને ક્રિકેટ મેચ અને દિવાળી, નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.


અનોખું / પારિવારિક એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ મેચ રમાઈ, અમદાવાદ ખાતે લખમણ ખાનદાન થી જાણીતા પરિવારે કરાઈ ખાતેના ગ્રાઉન્ડ ઉપર ફેમિલી મેચ રમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

Related posts

અમદાવાદ શહેરના 10 PI અને 17 PSI ની બદલી! કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા લેવાયો નિર્ણય, વધુ પોલીસ અધિકારીઓની બદલીઓના એંધાણ

Ritesh Parmar

બેંગલુરુ/ કન્નડ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોજન્યાએ ફાંસી ખાઈ આત્મહત્યાં કરી, પોલીસને સુસાઈડ નોટ મળી

Ritesh Parmar

એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ

Ritesh Parmar

Leave a Comment