Times of Amdavad Live
BREAKING NEWS
News

અમદાવાદમાં 13 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ, અસલાલી ખાતે ભાડેથી રહેતા પરિવારની સગીર દીકરી સાથે મકાન માલીકના દીકરાએ દુષ્કર્મ આચર્યું, નરાધમે હાથ પગ બાંધી કર્યું અધમ કૃત્ય

અમદાવાદમાં 13 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ, અસલાલી ખાતે ભાડેથી રહેતા પરિવારની સગીર દીકરી સાથે મકાન માલીકના દીકરાએ દુષ્કર્મ આચર્યું, નરાધમે હાથ પગ બાંધી કર્યું અધમ કૃત્ય

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 1

અમદાવાદમાં 13 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ, અસલાલી ખાતે ભાડેથી રહેતા પરિવારની સગીર દીકરી સાથે મકાન માલીકના દીકરાએ દુષ્કર્મ આચર્યું, નરાધમે હાથ પગ બાંધી કર્યું અધમ કૃત્ય
પ્રતિકાત્મક તસ્વીર

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. ત્યારે અમદાવાદમાં ભાડા પેટે રહેતા અનેક પરિવારો માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો હતો. શહેરના અસલાલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જ્યારે મકાન માલિકના દીકરાએ પોતાની 13 વર્ષની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
જોકે, પરિવારે આ મામલે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

ભાડુઆતો માટે ચેતવણીરૂપ ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરના અસલાલીમાં રહેતો શ્રમિક દંપતીને ત્રણ સંતાનો છે અને તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારના રોજ દંપતી મજૂરી કામે ગયા હતા જ્યારે તેમના બે દીકરા સ્કૂલે ભણવા માટે ગયા હતા. જોકે તેમની 13 વર્ષની દીકરીને તાવ આવતો હોવાથી ઘરે આરામ કરી રહી હતી.

આ સમયે તેમની બાજુમાં જ રહેતા મકાન માલિકના દીકરાએ ફોન ચાર્જિંગમાં મૂકવાનું બહાનું બનાવીને ઘરમાં આવ્યો અને એકલતાનો લાભ લઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ અંદરથી મકાન બંધ કરીને સગીરાના હાથ-પગ બાંધી દીધા હતા. જોકે સગીરા બચવા માટે બુમાબુમ કરતી રહી, પરંતુ કોઈ તેની મદદે આવ્યું નહોતું.

જ્યારે તેનો ભાઈ બપોરના સમયે પાછો આવ્યો ત્યારે તેણે દરવાજો ખકડાવતા આરોપી દરવાજો ખોલીને ફરાર થઈ ગયો હતો. જે બાદ બહેનની સ્થિતિ જોઈને તેણે માતા-પિતાને ફોન કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાના માતા-પિતાએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં 13 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ, અસલાલી ખાતે ભાડેથી રહેતા પરિવારની સગીર દીકરી સાથે મકાન માલીકના દીકરાએ દુષ્કર્મ આચર્યું, નરાધમે હાથ પગ બાંધી કર્યું અધમ કૃત્ય

Related posts

દિવાળીના તહેવારમાં નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ ઝોન 6 પોલીસ સતર્ક!વાહન ચેકીંગ, ભીડભાડ વાળી જગ્યાએ અને ફુટ પેટ્રોલિંગ કરી નાગરીકોને લૂંટારી ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી અવગત કર્યા

Ritesh Parmar

દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

Ritesh Parmar

દશામાંના તહેવારની ઉજવણીમાં લોકો ભૂલ્યા કોરોનાની મહામારી, અમદાવાદના શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે હજારોની સંખ્યામાં ભેગા થયા.

Ritesh Parmar

Leave a Comment