Times of Amdavad Live
BREAKING NEWS
News

હવે તો હદ થઈ, દારૂના અડ્ડા બંધ કરાવો છો કે ઉપર ફરીયાદ કરીએ બોલો, ખેડબ્રહ્મામાં મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રેલી કાઢી, પોલીસ સ્ટેશનમાં ઉગ્ર દેખાવ કર્યો, જુઓ સમગ્ર ઘટના….

હવે તો હદ થઈ, દારૂના અડ્ડા બંધ કરાવો છો કે ઉપર ફરીયાદ કરીએ બોલો, ખેડબ્રહ્મામાં મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રેલી કાઢી, પોલીસ સ્ટેશનમાં ઉગ્ર દેખાવ કર્યો, જુઓ સમગ્ર ઘટના….

Our Visitor

013003
Total Users : 13003
Total views : 15227
Who's Online : 0

હવે તો હદ થઈ, દારૂના અડ્ડા બંધ કરાવો છો કે ઉપર ફરીયાદ કરીએ બોલો, ખેડબ્રહ્મામાં મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રેલી કાઢી, પોલીસ સ્ટેશનમાં ઉગ્ર દેખાવ કર્યો, જુઓ સમગ્ર ઘટના….

*ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? #khedbhrmapolice

ખેડબ્રહ્મા પોલીસને #khedbhrmapolice જે બુટલેગરોના દારૂના અડ્ડા નથી દેખાતા તેમના નામ અને ઠેકાણાનું લિસ્ટ લઈ પોલીસ સ્ટેશન પહોંચી જાગૃત મહિલાઓ

પોલીસ સ્ટેશનમાં બુટલેગરો વિરુદ્ધ રણચંડી બની મહિલાઓ

કાર્યવાહીની કરી માંગ, નહી તો ઉપર સુધી જવાની કહી વાત જુઓ સમગ્ર ઘટના……

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા રાજ્યની સરકાર કટિબદ્ધ અને મક્કમ હોવાની વાત કરતા હોવાની સામે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મહિલાઓને બુટલેગરો વિરુદ્ધ રેલી કાઢવાની ફરજ પડી છે. #khedbhrmapolice ખેડબ્રહ્મામાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓના લીધે સમાજમાં દુષણ ફેલાઈ રહ્યું હોવાની વાત ત્યાંની મહિલાઓ કરી રહી હોવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો. ગાંધીના ગુજરાતમાં સમગ્ર દારૂબંધી છે. તેવા રાજ્ય સરકાર ના દાવાને ચેલેન્જ આપતાં ખેડબ્રહ્માની મહિલાઓએ દારૂના દુષણ સામે મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી હતી.

ઘટના વિશે મળતી વધુ વિગત અનુસાર સાબરકાંઠાના ખેડબ્રહ્મા હદ વિસ્તારમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાની ફરીયાદ ત્યાંની સ્થાનિક જનતા દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આપવા છતાં આજદિન સુધી સ્થાનિક પોલીસ દ્વારા બુટલેગરો સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પોલીસની ભૂમિકાને લઈ ખેડબ્રહ્માના નાગરીકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોની વાત માનીયે તો ખેડબ્રહ્માની પોલીસ બેફામ બનેલા બુટલેગરોને છાવરી રહી છે. રજુઆત કરવા છતાં બે રોકટોક દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલુ છે. જેથી આખરે પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને બુટલેગરોનો ભારે વિરોધ કરતા સ્થાનિક મહિલાઓને મોટી સંખ્યામાં એકત્ર થઈ રસ્તાઓ ઉપર રેલી કાઢવાની ફરજ પડી હતી. #khedbhrmapolice

બીજીતરફ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કરી ખેડબ્રહ્મામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ખેડબ્રહ્મા પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. હવે સવાલ એ થાય છે કે સ્થાનિક બુટલેગરોના દારૂના અડ્ડા કોના ઈશારે ચલાવવા દેવામાં આવી રહ્યા છે. જે અડ્ડાઓ પોલીસને નથી દેખાતા તેવા તમામ દારૂના અડ્ડાઓ અને બુટલેગરોના નામ સરનામાં સહીતની અરજી મહિલાઓને કરવી પડી રહી છે.#khedbhrmapolice

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ઉગ્ર દેખાવ કરતી મહિલાઓ દ્વારા પોલીસથી માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પોલીસ બેફામ બનેલા બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરે. અને જો પોલીસ અમારી અરજી સંદર્ભમાં કોઈ કાર્યવાહી ના કરે તો ઉપર સુધી રજુઆત કરવા જઈશુ.#khedbhrmapolice

હવે તો હદ થઈ, દારૂના અડ્ડા બંધ કરાવો છો કે ઉપર ફરીયાદ કરીએ બોલો, ખેડબ્રહ્મામાં મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રેલી કાઢી, પોલીસ સ્ટેશનમાં ઉગ્ર દેખાવ કર્યો, જુઓ સમગ્ર ઘટના….

Related posts

પોલીસ પ્રજાની સેવક / ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સીટીઝન લોકોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ યોજાયો, લોક ડાયરો,અંતાક્ષરીના મનોરંજન સાથે ભોજન કરાવ્યુ! ACP એન. એલ. દેસાઈ હાજર રહ્યા

Ritesh Parmar

જો કોઈ PI ને હિન્દી ફિલ્મના સિંઘમનો અભરકો ચઢ્યો હોય તો કાઢી નાખજો! હાઈકોર્ટે સુરતના PI નો ભૂત ઉતાર્યો, લાત મારવાના બનાવમાં 3 લાખ દંડ ફ્ટકાર્યો

Ritesh Parmar

કળયુગ / માતાએ પોતાના દીકરાને મોબાઈલ છોડી વાંચવાનું કીધું તો બાળકે માતાના માથામાં બેટ ફટકારી દીધું!માતા બેભાન થઈ જમીન પર ઢળી પડી ને બાળક મોબાઈલ જોવા લાગ્યો, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment