Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /સ્મશાન ઘાટમાં બની નિંદનીય ઘટના! વૃદ્ધ મહિલાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા ના દીધો! પાંચ કલાક સુધી મહિલાનો મૃતદેહ સાબરમતી નદી કિનારે રઝળ્યો, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

અમદાવાદ /સ્મશાન ઘાટમાં બની નિંદનીય ઘટના! વૃદ્ધ મહિલાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા ના દીધો! પાંચ કલાક સુધી મહિલાનો મૃતદેહ સાબરમતી નદી કિનારે રઝળ્યો, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

Our Visitor

013052
Total Users : 13052
Total views : 15287
Who's Online : 1

અમદાવાદ /સ્મશાન ઘાટમાં બની નિંદનીય ઘટના! વૃદ્ધ મહિલાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા ના દીધો! પાંચ કલાક સુધી મહિલાનો મૃતદેહ સાબરમતી નદી કિનારે રઝળ્યો, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

અમદાવાદ શહેરમાં એક નીંદનીય અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આ વિડીયો ની અંદર જોવા મળી રહ્યું છે કે 50થી વધુ લોકો એક વૃદ્ધ મહિલાના પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર કરવા સરદારનગર ખાતે આવેલા ભદ્રેશ્વર પાસેના સ્મશાન ઘાટમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલા ના મૃતદેહને મુખાગ્નિ આપવાની અંતિમ વિધિ હાથ ધરાઈ હતી. પરંતુ સ્મશાન ઘાટ ની અંદરના સંચાલકોએ અંતિમવિધિ કરવા આવેલા લોકોને કહ્યું હતું કે તમે આ મૃતદેહ નો અગ્નિ સંસ્કાર અહીંયા નહીં કરી શકો. કારણ કે અહીંયા જગ્યા નથી. અને ત્યારબાદ તેમને સ્મશાન ઘાટમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો.

તમને જણાવી દઈએ કે સરદારનગર વિસ્તારમાં એક 80 વર્ષીય વૃદ્ધ મહિલા મૃત્યુ પામતા હિન્દુ ધર્મ અનુસાર તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. મૃત્યુ પામેલા વૃદ્ધ મહિલાના સગા સંબંધીઓ અને તેમના પરિવારજનો તેમની અંતિમ ક્રિયા કરવા માટે સરદારનગર ખાતે આવેલા ભદ્રેશ્વર પાસેના એક્ સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. જ્યાં તમામ જ્ઞાતિઓના લોકોના મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવા દેવામાં આવે છે. તેમ છતાં ગતરોજ અગ્નિસંસ્કાર કરવા આવેલા લોકોને જાતીય ભેદભાવ થયા હોવાનો કડવો અનુભવ થયો હતો. સ્મશાન ની અંદર દેખરેખ કરતા સંચાલકો દ્વારા વૃદ્ધ મહિલાનું અંતિમ સંસ્કાર કરવા આવેલા લોકોને સ્મશાન ઘાટમાંથી અર્થી પાછી લઈ જવા મજબૂર કર્યા હતા. જે ખુબજ શરમજનક ઘટના કહી શકાય. સ્મશાનના સંચાલકોએ વેઇટિંગ હોવાનું બહાનું આગળ ધરી 50 થી વધુ લોકોને મૃતદેહ સહિત સ્મશાનની બહાર નીકળી જવા માટે મજબૂર કર્યા હતા.

વૃદ્ધ મહિલાનો પાર્થિવ દેહ પાચ કલાક સુધી સાબરમતી કિનારે રઝળ્યો….

સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરનાર વ્યક્તિ વીડિયોની અંદર જ બોલતા જણાવી રહ્યો છે કે એક 80 વર્ષીય વૃદ્ધ મહિલાના મૃતદેહને મુખાગ્નિ આપવા સ્મશાનમાં પહોંચ્યા ત્યારે જગ્યા હોવા તેમ છતાં જાણી જોઈને સ્મશાનની દેખરેખ કરતા સંચાલકોએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી . ત્યારે આ જાગૃત નાગરિકે સ્મશાનની અંદર જઈને વિડીયો બનાવી લીધો હતો. અને આ વીડિયોમાં તે શખ્સ જણાવી રહ્યો છે કે સ્મશાન ની અંદર જગ્યા હોવા છતાં સંચાલકો કયા કારણોસર ના પાડી તે સમજાતું નથી. વિડીયો ઉતારનાર શખ્સનું માનવું છે કે આજે પણ લોકો જાતીય ભેદભાવ રાખી રહ્યા છે. તેના કારણે જ જગ્યા હોવા છતાં એક વૃદ્ધ મહિલા ના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવા દેવામાં આવ્યો ન હતો. આ શરમજનક ઘટનામાં વધુ મળતી માહિતી અનુસાર અંતિમ સંસ્કાર કરવા આવેલા 50થી વધુ લોકો વૃદ્ધ મહિલાના મૃતદેહને લઈને સાબરમતી નદીના કિનારે પાંચ કલાક સુધી હેરાન પરેશાન થયા હતા. કારણકે ત્યાં મૃતદેહ ને બાળવા માટેની લાકડીઓની વ્યવસ્થા કરવામાં ખૂબ જ તકલીફ પડી હતી. સ્મશાનની આસપાસમાં રહેતા લોકોએ આવીને મદદ કરતા આખરે પાંચ કલાક બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.


અમદાવાદ /સ્મશાન ઘાટમાં બની નિંદનીય ઘટના! વૃદ્ધ મહિલાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા ના દીધો! પાંચ કલાક સુધી મહિલાનો મૃતદેહ સાબરમતી નદી કિનારે રઝળ્યો, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

Related posts

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

Ritesh Parmar

પાકિસ્તાનની નાપાક કોશિશ! ભારતના મિસાઈલના જવાબમાં પાકિસ્તાને પણ મિસાઈલ છોડવાનું ટેસ્ટિંગ કર્યુ! મિસાઈલ દિશાથી ભટકતા ટેસ્ટિંગ ફેલ!

Ritesh Parmar

સુરત /સાયણ થી અમરોલી ચાર રસ્તાથી જહાંગીરપુરા સુધી થતી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન! સુરત પોલીસ કમિશ્નર અને કલેકટરને કરાઈ રજુઆત, સમસ્યાનો નિવારણ અને રેલ્વે બ્રિજ બનાવવામાં નહી આવે તો થશે ચક્કાજામ : દર્શન નાયક નેતા કોંગ્રેસ

Ritesh Parmar

Leave a Comment