Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આર્મી કેન્ટીનમાંથી સસ્તામાં દારૂ મેળવી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ ઝડપાયું

આર્મી કેન્ટીનમાંથી સસ્તામાં દારૂ મેળવી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ ઝડપાયું

Our Visitor

013153
Total Users : 13153
Total views : 15396
Who's Online : 1

આર્મી કેન્ટીનમાંથી સસ્તામાં દારૂ મેળવી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ ઝડપાયું

અમદાવાદ –

ક્રિસમસ અને 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે શહેરમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે ત્યારે ઝોન-5 ડીસીપી સ્કોડે બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે નિવૃત્ત આર્મી જવાન સહિત બેની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી દારૂની બોટલ, ફોન, વાહન સહિત 6.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં એવી વિગત ખુલી છે કે, આર્મીમાંથી નિવૃત્ત બાદ વધુ પૈસા કમાવવા દારૂની ડિલિવરી આપવાનું શરૂ કર્યું હતું. અગાઉ પણ હરિયાણા અને અલગ રાજ્યમાંથી દારૂ લાવીને સપ્લાય કરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આર્મીમેન આર્મીની કેન્ટીનમાંથી ~ 25થી 30માં બિયરનું ટીન મેળવી 250માં અને સ્કોચની બોટલ 900માં મેળવી ~ 4થી 5 હજારમાં વેચતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.

અમદાવાદ ઝોન-5 એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.વી. પટેલને બાતમી મળી હતી કે, શહેરના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વસ્ત્રાલ પાસે પુષ્પ રેસિડેન્સી વિભાગ-1ના પાર્કિંગમાં કેટલાક લોકો ભેગા થઈને દારૂનું કટિંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે ડીસીપીની ટીમે રેડ કરી ત્યારે લક્ઝુરિયસ કારમાં દારૂનો જથ્થો હતો તે બીજી કારમાં દારૂ લઈ જવાની તૈયારીઓ થઇ રહી હતી. પોલીસે દારૂના કટિંગના સ્થળેથી બે આરોપીની ધરપકડ કરી હતી.

આ વ્યક્તિઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેમાંથી એક વ્યક્તિનું નામ વિરેન્દ્ર હકીમસિંહ ગુર્જર મૂળ જયપુર રાજસ્થાનનો રહેવાસી છે. તેની સાથે બીજો વ્યક્તિ કે જે અમદાવાદમાં દારૂની ડિલિવરી લેવા માટે આવ્યો હતો. જેનું નામ ભુવનેશ્વર ઉર્ફે બુલુર તેજબહાદુર ઠાકુર છે. બંને વ્યક્તિઓ ઘણા સમયથી દારૂની આપ-લે કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિરેન્દ્ર આર્મીમાં નવ વર્ષ નોકરી કરી હતી. ત્યારબાદ નિવૃત્તિ લીધી હતી. પછી તે રૂપિયા કમાવવા માટે આર્મીની કેન્ટીનમાંથી પોતાના કાર્ડ અથવા અન્ય કોઈના કાર્ડ મારફતે દારૂ ખરીદતો હતો અને તે ડિફેન્સના દારૂના નામે અહીં વેચવા આવતો હતો. એક અંદાજ પ્રમાણે ડિફેન્સની કેન્ટીનમાં 25થી 30 રૂપિયાની જે બિયર મળે છે તે અહીં 250થી 300 રૂપિયામાં વેચાતો હતો જ્યારે 900માં મળતી સ્કોચની બોટલના 4 હજારથી વધુ રૂપિયા લેતો હતો. હાલ આ દિશામાં પણ તપાસ ચાલુ છે. આરોપીઓના બીજા કનેક્શન શોધવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.


આર્મી કેન્ટીનમાંથી સસ્તામાં દારૂ મેળવી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ ઝડપાયું

Related posts

ધ્રુણાસ્પદ /ગુજરાતમાં દલિત સમાજ સાથે છુઆછુતનો વધુ એક કિસ્સો,ગામના સરપંચે દલિત શિક્ષકને કહ્યું તમને અહીંયા કોઈ મકાન ભાડે નહી આપે

Ritesh Parmar

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત, 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરાશે

Ritesh Parmar

સુરત /સાયણ થી અમરોલી ચાર રસ્તાથી જહાંગીરપુરા સુધી થતી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન! સુરત પોલીસ કમિશ્નર અને કલેકટરને કરાઈ રજુઆત, સમસ્યાનો નિવારણ અને રેલ્વે બ્રિજ બનાવવામાં નહી આવે તો થશે ચક્કાજામ : દર્શન નાયક નેતા કોંગ્રેસ

Ritesh Parmar

Leave a Comment