ગુજરાતમાં લોકસભાની યોજાનારી ચુંટણીમાં પ્રત્યેક મતદાર નિર્ભય રીતે મતદાન કરી શકે અને મતદારો તેમના મતદાનના મુળભુત અધિકારના કારણે 100 ટકા મતદાન થાય તે માટે ચુંટણી પંચ દ્વારા મતદારોમા જાગ્રૃતિ લેખવવા ખુબ પ્રયત્નશિલ છે. તેમ છતાં કેટલાક લોકો મતદાન કરવાને બદલે રજા માણતા હોય છે, કેટલાક મતદારો બહારગામ ફરવા જતા રહે છે તો કેટલાક આળસુ મતદારો મતદાન કરવા જતા નથી. પરંતુ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી ઘટના અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં બની છે.
કેટલાક જાગ્રુત મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે દેશ વિદેશમાં જ્યાં પણ હોય ત્યાંથી તેમના ઘરે મતદાન કરવા માટે પહોંચી જતા હોય છે. અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના સાંઈ જ્યોત રેસીડેન્સી માં રહેતા દિલિપભાઈ પટેલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. હાલ તેમનું કન્સ્ટ્રક્સન કામ બેંગ્લોર ખાતે ચાલી રહ્યું છે. દિલિપભાઈ મતદાન કરવા માટે શનીવારે રાત્રે બેંગ્લોરથી અમદાવાદ આવશે. તેથી વિશેષ બાબત એ છે કે દિલિપ પટેલના પત્નિ ગીતાબેન તા.4 મેના રોજ ન્યુઝિલેન્ડ જવાના હતા. પણ ચુંટણીની તારીખ જાહેર થતાં જ તેમણે મતાધિકારના ઉપયોગનો દ્રઢ સંકલ્પ કર્યો અને ગીતાબેને મતદાન કર્યા બાદ જ ન્યુઝિલેન્ડ જવાનું નક્કી કર્યું. હવે ગીતાબેન મતદાન કર્યા બાદ 10 મી તારીખે ન્યુઝિલેન્ડ જશે. અચરજની અને ગૌરવભરી વાત એ છે કે 52 વર્ષના ગીતાબેને આજદિન સુધી એકપણ વાર મતદાન કરવાની તક ચુક્યા નથી.
મતાધિકાર નો દ્રઢ સંકલ્પ કરનાર દિલિપ પટેલ અને ગીતાબેન પટેલની પુત્રી નિકિતા પણ તેના મતાધિકારને અનુસરે છે. છેલ્લા પાંચ વર્ષથી ન્યુઝિલેન્ડ રહેતી નિકિતા પટેલ ખાસ મતદાન કરવા માટે જ ન્યુઝિલેન્ડથી અમદાવાદ આવી પહોંચી છે. મતદાન કર્યા બાદ નિકિતા તેની માતા ગીતાબેન સાથે 10 મી તારીખે ન્યુઝિલેન્ડ પરત જશે. ઉલ્લેખનીય છે કે કેટલાક જાગ્રુત મતદારો મતદાન કરવા માટે વિદેશથી ભારત આવી રહ્યા છે. મતદાનના દિવસે આળસના કારણે અથવાતો કોઈપણ બહાના હેઠળ મતદાન નહીં કરી મુળભુત અધિકારનો ઉપયોગ નહીં કરતા મતદારો માટે દિલિપ પટેલ, ગીતાબેન પટેલ અને નિકિતા જેવા મતદારો પ્રેરણાદીયા બની રહે છે. કેટલાક મતદારો અસહ્ય ગરમી કે કુદરતી આપત્તિ હોય, શારિરીક રીતે સક્ષમ ન હોય, વિપરીત સંજોગો હોય તો પણ મતદાન કરવા પહોંચી જતા હોય છે.
ઢોલ નગારા સાથે મતદારો ઉત્સાહપૂર્વક કરશે મતદાન
લોકસભાની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય, મતદારો તેમનો મૂળભૂત અધિકાર ના આધારે ઉત્સાહ પૂર્વક મતદાન કરવા પ્રેરાય તે માટે સાયન્સ સીટી વિસ્તારના ઉત્સાહી અને જાગ્રુત નાગરીકો દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ સીટી સામેની સાંઈ જ્યોત રેસીડન્સી, શુકન – 6, ઉગતી એલીગન્સ, સિલિકોન સ્ક્વેર, ગ્રીન મીડો,સુપર બંગ્લોજ અને દેવ સ્રુષ્ટી, એશિયન પર્લસ સહિતની સોસાયટીના મતદારો તા. ૭ મે ના રોજ સવારે ૦૭.૦૦ વાગે એકત્રીત થશે. મતદારો વધારેમાં વધારે મતદાન કરે તે માટે તમામ મતદારો ઢોલ નગારા વગાડતાં વગાડતાં વિવિધ માર્ગો પર પસાર થશે. જે મતદાન યાત્રામાં મતદારો જોડાતા જશે. મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ અને આનંદ સાથે મતદાન કેન્દ્ર પર પહોંચશે. મતદાન યાત્રાના કારણે અન્ય મતદારોને પણ મતદાન કરવાની પ્રેરણા મળશે. મતદાન યાત્રાના કારણે સાયન્સ સીટી વિસ્તારમાં ૧૦૦ ટકા મતદાન થાય તેવા જાગ્રુત નાગરીકો દ્વારા પ્રયાસો કરાશે. ખાસ કરીને જીંદગીમાં પ્રથમવાર મતદાન કરી રહેલા યુવા મતદારોને મતદાનના અધિકાર અગે માહીતી મળશે અને ભવિષ્યમાં યોજાનારી દરેક ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક મતદાન કરવા પ્રેરાશે. ઉલ્લેખનીય છે કે કેટલાક મતદારો ગરમીના કારણે અથવા તો આળસના કારણે મતાધિકારનો ઉપયોગ કરતા નથી. તેવા મતદારો પણ મતદાન યાત્રાના કારણે મતદાન કરવા પ્રેરાશે.