Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

અમદાવાદ –

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્ટેટ મોનેટરીંગ સેલે જુગારધામ ઉપર દરોડો પાડ્યો છે. જો સૂત્રોની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી આ જુગાર નો અડ્ડો ચાલી રહ્યો હોવાથી સ્થાનિક પોલીસ અને વહીવટદારો ની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યો હતો. જોકે સ્ટેટ મોનેટરિંગ સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસની બેદરકારી અને મિલીભગત સામે આવી છે. મસમોટા જુગાર ધામ ઉપર રેડ પડતા એરપોર્ટ પોલીસમાં સોંપો પડી ગયો હતો.

ગુજરાતમાં દારૂ,જુગાર, ચરસ, ગાંજા તેમજ એમડી જેવા ખતરનાક માદક પદાર્થના નશા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિને જાણે છૂટો દોર મળી ગયો હોય તે પ્રકારે અસામાજિક તત્વો કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર બેફામ બની યુવા પેઢીને બરબાદ કરવાનો કારોબાર કરી રહ્યા છે. જોકે ગુજરાત રાજ્યમાં સ્થાનિક પોલીસની મદદ વગર દારૂ જુગાર કે માદક પદાર્થોના ધંધા શરૂ કરવા તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. દરેક પોલીસ અધિકારીઓ આ પ્રવૃત્તિઓમાં સામેલ નથી. પરંતુ અમુક ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓ અને અધિકારીઓના લીધે ગુજરાત પોલીસને બદનામ થવાનો વારો આવે છે. બીજીતરફ રાજ્યમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સતત નજર રાખીને દરોડાઓ પાડવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીલવાસ પાણીની ટાંકી ની પાસે જુગાર ચાલતો હોવાની માહિતી સ્ટેટ મોનેટરીંગ સેલ ને મળી હતી. જેથી બાતમી ના આધારે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા ભીલવાસમાં ચાલતા જુગાર ઉપર અચાનક રેડ કરવામાં આવી હતી. આ રેડમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક મહિલા સહિત 9 જુગારીઓને 23 હજાર રોકડ રકમ મોબાઈલ તેમજ અન્ય ચીજ વસ્તુઓ સહિત કુલ 49,710 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ જુગારધામ કોઈ મહિલા ચલાવતા હોવાની વિગતો પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે,સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓની જાણ સ્થાનિક પોલીસને હતી તેમ છતાં તેમણે કાર્યવાહી કેમ ના કરી તે પણ એક સવાલ ઉદભવી રહ્યો છે. અને સ્થાનિક પોલીસ આવી અસામાજિક પ્રવૃત્તિઓને બંધ કરાવવામાં નિષ્ફળ દેખાઈ હતી. પરિણામ સ્વરૂપ ગાંધીનગરની સ્ટેટ મોનેટિંગ સેલ દ્વારા ભીલવાસ પાણીની ટાંકી ની પાસે ચાલતા જુગાર ઉપર રેડ કરી સફળતા હાંસલ કરી હતી. સ્ટેટ મોનેટરીંગની સેલની આ રેડ ના લીધે સ્થાનિક પોલીસની કામગીરી ઉપર છાંટા ઉડયા હતા. જો સૂત્રોની વાત કરીએ તો હાલમાં પણ આ વિસ્તારમાં ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અસામાજિક તત્વો દ્વારા ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં સ્થાનિક પોલીસ આવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં કોઈ રસ દાખવતી નથી. ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલની આ રેડ બાદ સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી છે. હવે જોવાનું રહ્યું કે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સ્થાનિક પોલીસના કસુરવાર અધિકારીઓ સામે કેવા પગલા ભરશે.


એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Related posts

રાણીપમા બુટલેગરો બન્યા બેફામ! આચાર સંહિતા હોવા છતાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વિડીયો થયો વાયરલ, પોલીસની ભૂમિકા સામે સવાલ

Ritesh Parmar

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,
લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Ritesh Parmar

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ,જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment