Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કુબેરનગર ખાતે ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં તેમજ છારા સમાજના પ્રથમ શિક્ષણવિદ ડો. કેતન ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયા! ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા કરાઈ ઉત્કૃષ્ટ કામગીરી

કુબેરનગર ખાતે ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં તેમજ છારા સમાજના પ્રથમ શિક્ષણવિદ ડો. કેતન ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયા! ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા કરાઈ ઉત્કૃષ્ટ કામગીરી

Our Visitor

009762
Total Users : 9762
Total views : 11426
Who's Online : 2

કુબેરનગર ખાતે ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં તેમજ છારા સમાજના પ્રથમ શિક્ષણવિદ ડો. કેતન ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયા! ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા કરાઈ ઉત્કૃષ્ટ કામગીરી

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કુબેરનગર ખાતેની ભાનુ વિદ્યાલય આ વિસ્તારમાં ખુબજ જાણીતી સ્કૂલ છે. આ સ્કૂલના પૂર્વ સંચાલક સ્વ :ડો કેતન ઇન્દ્રેકર સાહેબ કે જે કોરોના સમયે મૃત્યુ પામ્યા હતા. તેમની ત્રીજી પુણ્યતિથિના સ્મરણાર્થે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ને મફત ચોપડા વિતરણનું આયોજન રાખવામાં આવેલ હતું. છારા સમાજમાં છેલ્લા 23 વર્ષથી અવિરત ચાલતા ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા આશરે 300 જેટલાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કર્યા હતા. અને ત્યારબાદ આમંત્રિત મહેમાનો અને સ્કૂલનો બાળકોને ભોજન કરાવી ખુબજ ઉમદા કાર્ય કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના પૂર્વના કુબેરનગર ખાતેના છારાનગર વિસ્તારમાં આવેલ ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં ગુજરાત ભાંતુ વિકાસ પરિષદના અધ્યક્ષ તેમજ સિનિયર વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ બજરંગેના માર્ગદર્શન હેઠળ તેમજ ભાનુ વિદ્યાલય સંચાલક અને ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ સંઘના મહામંત્રી શ્રી નિમેષભાઈ કેતનઆનંદ ઇન્દ્રેકર ના સંપૂર્ણ સાથ સહકારના કારણે સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ અપાયો હતો. જેમાં સંત સાંઈબાબા આશ્રમ શાળા ખાતે ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યવર્ગીય બાળકોને મફત ચોપડા આપી “એક કદમ શિક્ષા કી ઔર ” કહેવતને સાર્થક કરી માનવતા મહેકાવી હતી.

ઉલલેખનીય છે કે છેલ્લા 23 વર્ષથી છારાનગર ખાતે ચાલતા સંઘ ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા અવારનવાર
માનવસેવા, જીવદયા, શૈક્ષણિક કાર્યો, પ્રકૃતિ તેમજ આરોગ્યક્ષેત્રે પરમાર્થ કાર્યો કરતા ગુજરાત ભાંતુ વિકાસ પરિષદે છારા સમાજમાં ખુબજ નામના મેળવી છે.

સંઘના ઉત્સાહી યુવાઓ વડીલો અને અગ્રણીઓ દ્વારા રોજ -બરોજ પોતાની પોકેટ મની માંથી બચત કરી તેમજ સમાજના આગેવાનો પાસેથી નાની મોટી મદદ લઈ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરવાના હેતુ થી એક ગ્રુપ બનાવવમાં આવ્યું હતું. સમય જતાં માનવ સેવા, જીવદયા, શૈક્ષણિક કાર્યો, પ્રકૃતિ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કામગીરી વગેરે જેવા સમય ની જરૂરિયાત મુજબ પરોપકાર ના કાર્યો કરતા આવે છે. બ્લડ ડોનેશન કેમ્પ, ચકલી ના માળા, પક્ષી માટે પાણી ના કુંડા, ઝૂંપડપટ્ટી ના બાળકો ને મફત માં ટ્યુશન તથા ભોજન, ફ્રી મેડિકલ કેમ્પ, આંખ નો નિદાન કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, પાણી ની પરબ, ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ તથા પુણ્યતિથિ ની ઉજવણી, ઝૂંપડપટ્ટી ના બાળકો ને પીકનીક, દર રવિવારે તથા દાતાઓ ના જન્મ દિવસ કે તેમના સ્વજન ની પુણ્યતિથિ નિમિતે અવાર નવાર ઝૂંપડપટ્ટી ના બાળકો ને અલગ અલગ ભોજન તેમજ નાસ્તો, ફૂલ સ્કેપ ચોપડા વિતરણ જેવી વિવિધ પ્રવૃતિઓ તેમજ જ્યારે જ્યારે દેશ પર આવી પડેલી આફતો માં વધુ ને વધુ લોકો ને જોડી આર્થિક કે ફૂડ પેકેટ થકી મદદ કરવા તેમજ ગયા વર્ષે કોરોના મહામારી માં આ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા પોતાના જીવ ની ચિંતા કર્યા વગર માત્ર છારા સમાજ નહિ પરંતુ અન્ય સમાજના લોકોને પણ મદદરૂપ બની સરાહનીય કામગીરી કરી હતી.

લોકડાઉનના કપરા સમયમાં જયારે સરણાર્થીઓ પોતાના વતન જવા રસ્તા પર ચાલી ને જવા મજબુર બન્યા હતા ત્યારે આ ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા લોકો ને ફૂડ પેકેટ, ભોજન તેમજ સમાજના સહયોગ થી શરણાર્થીઓને પોતાના વતન પરત મોકલવાની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. અને 25000 જેટલા માસ્ક, સેનીટાઇઝર, ફેસગાર્ડ નું વિનામૂલ્યે વિતરણ અને તેમજ પેટિયું રળીને જીવન પસાર કરતા લોકો ને અંદાજે 1000 રાશન કીટ પણ વિતરણ કરવામાં આવી હતી.

સ્વ ડો. કેતનઆનંદ ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે યોજાયેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવાં ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ સંઘના પ્રમુખ શ્રી પ્રદીપ બજરંગે એડવોકેટ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશ ગુમાને, મહામંત્રી શ્રી નિમેષ ઇન્દ્રેકર, જોઈન્ટ મહામંત્રી શ્રી રાજેશ ઇન્દ્રેકર, ગણેશ ઇન્દ્રેકર, નિલેશ ઘાંઘેકર, સંકેશ તુષેકર, મનીષ ગારંગે,અજય ઇન્દ્રેકર (જે. ડી )સંપૂર્ણાબેન રાઠોડ, નિકિતાબેન ઇન્દ્રેકર, કિશોરભાઈ શ્રીમાળી, તેમજ ભાનુ વિદ્યાલય તથા સંત સાંઈબાબા આશ્રમ શાળાના તમામ શિક્ષકો, વર્કરો, તેમજ ગુજરાત વિકાસ પરિષદના તમામ અગ્રણીઓ અને હોદ્દેદારોએ ખડે પગે હાજર રહી કાર્યકમને અદભુત સફળ બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. જયારે કાર્યક્રમના અંતમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને આમંત્રિત મહેમાનો સાથે ભોજન કરી સફળ આયોજનનો સમાપન કરાયો હતો.


કુબેરનગર ખાતે ભાનુ વિદ્યાલયના સાનિધ્યમાં તેમજ છારા સમાજના પ્રથમ શિક્ષણવિદ ડો. કેતન ઇન્દ્રેકર સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયા! ગુજરાત ભાંતુ વિકાસ પરિષદ દ્વારા કરાઈ ઉત્કૃષ્ટ કામગીરી

Related posts

🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

Ritesh Parmar

ઉડતા ગુજરાત / ગુજરાતથી રાજસ્થાન તરફ લકઝરી બસમાં 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઈસમની ધરપકડ કરતી બનાસકાંઠા SOG

Ritesh Parmar

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Ritesh Parmar

Leave a Comment