Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગારધામ (Surat Worli Matka Gambling Den) પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. અહીંથી વલણ ચૂકવનાર, રાઈટર તેમજ જુગાર રમવા આવેલા જુગારીઓ સહિત 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વરલી મટકાનો જુગારધામ ચલાવનાર સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.સુરતના લિંબાયત રુસ્તમબાગ રોડ સ્થિત ખાનપુર વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

જેના પગલે અહી અફરાતફરી મચી જવા પામી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા અહીંથી વલણ ચૂકવનાર, રાઈટર તેમજ જુગાર રમવા આવેલા જુગારીઓ સહિત 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્થળ પરથી 15 મોબાઈલ, 71 હજારની રોકડ, સ્ટૂલ તેમજ વરલી મટકાનો જુગાર રમાડવાના અન્ય સાધનો મળી કુલ 1.15. લાખની મત્તા કબજે કરવામાં આવી હતી. તેમજ વરલી મટકાનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ લોકોની સામે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Related posts

ગુજરાત રાજ્યમાં NRCB નો ચોકાવનારો ખુલાસો,રોજ 3 હત્યાં લવ અફેર અને આડા -સબંધોમા હત્યાંના બનાવ વધ્યા!

Ritesh Parmar

ભાવનગર / મમ્મી પપ્પા હું તમને બહુજ પ્રેમ કરું છું, પણ મારે ત્યાં લગન નથી કરવા, નર્સનો ગળે ફાંસો ખાઈ આપઘાત

Ritesh Parmar

કોરોનાના સંક્રમણમાં અમદાવાદ શહેરની પોલીસ સપડાઈ, એકજ દિવસમાં 80 થી વધુ પોલીસ કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો,2 ACP, 3 PI તેમજ 12 થી વધુ PSI ને કોરોના

Ritesh Parmar

Leave a Comment