
અમદાવાદના પૂર્વમાં આવેલા કુબેરનગર ખાતેના છારાનગરમાં આશરે એકજ સમાજના 25000 થી વધુ લોકો ભારતની આઝાદી પહેલા એટલે કે આશરે 100 વર્ષથી પણ વધારે સમય થી સ્થાઈ છે. તમને જણાવી દઈએ કે આ સમૂહલગ્નના આયોજન પહેલા છારા સમાજમાં થતા લગ્નોમાં ખુબજ ખર્ચાળ લગ્નો થતા હતા. જેની ચિંતા સમાજના આગેવાનો, વડીલો, અગ્રણીઓ, અને યુવાઓ દ્વારા હર હંમેશા ચર્ચાનો વિષય બનતી હતી. જે સંદર્ભમાં છારાનગરની પંચાયતો, વકીલો દ્વારા અવારનવાર ચિંતન કરવામાં આવતું હતું કે,છારા સમાજના લગ્નોમાં થતા ખોટા તાયફાઓ, બિન જરૂરી દેખાઓ, ડાન્સ પાર્ટીઓ, મુંબઈ શહેરથી બોલિવૂડના હીરો કે હીરોઇન, તેમજ પ્લેબેક સિંગર બોલાવી લાખો રૂપિયા વેડફી નાખવામાં આવતા હતા. તે બધું બંધ કરવું જોઈએ તેમજ છારા સમાજ પાસે કૉમ્યૂનિટી હોલ ના હોવાના કારણે ગાંધીનગરના મોટા મોંઘા પાર્ટી પ્લોટમાં ભોજન સમારંભ અને લગ્ન રીસેપ્શન પાર્ટીઓ રાખી જરૂરિયાત કરતા વધારે પૈસા ખર્ચ કરી નાખતા હતા. જેના લીધે અમુક લોકોને પૈસા ઉધાર લઈને પણ લગ્નમાં ખોટા દેખાવો અને તાયફાઓ કરવાની જાણે આદત પડી ગઈ હતી. જેથી સમાજના ચિંતિત આગેવાનો દ્વારા વારંવાર કહેવામાં આવતું હતું કે આવા ખર્ચાળ પ્રસંગો કરવાની કોઈ જરૂર નથી. કારણકે આ તમામ બાબતોના વિવાદિત પ્રકરણો સમાજની સામે ઉજાગર થયાં હતા.


જે વાતની ગંભીર નોંધ છારા સમાજ ખાતે સેવાકીય કાર્ય કરતા સંગઠન શ્રી વિહત કૃપા નવયુવક મંડળના પ્રમુખ વિમલ ભાઈ શાંતિલાલ કોડેકરે લીધી હતી. ત્યારબાદ તેમણે નક્કી કર્યું હતું કે, કોઈપણ મુશ્કેલીઓ સામે આવે અથવા તો સમુહ-લગ્ન કરવા માટે મહા મહેનત કરવી પડે તો કરીશુ પણ છારા ભાંતુ સમાજમાં લગ્નોમાં ચાલતી કુ ટેવો, કુ રિવાજો અને ખોટા ખર્ચા અને બાહ્ય દેખાવો બંધ કરવા માટે સમૂહ- લગ્નનો આયોજન તો કરીશુ જ. જેના પરિણામ સ્વરૂપ ગતરોજ 26 જાન્યુઆરી ભારતના ગણતંત્ર દિવસના શુભ પાવન અવસર પર છારાનગર ખાતે 10 જોડાના સમૂહ-લગ્ન કરાવી છારા સમાજમાં ઇતિહાસ રચી દીધો હતો.

આ શુભ પ્રસંગ નિમિતે નરોડા વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્ય બેન શ્રી પાયલ કુકરાણી હાજર રહી શોભામાં વધારો કર્યો હતો. તથા ગાંધીનગર થી વિહતમાતાના ભક્ત પૂજ્ય બળદેવભાઈ દેસાઈ, ગફુરભાઈ દેસાઈ પણ હાજર રહીને આશીર્વાદ આપ્યા હતા. તેમજ તેમની સાથે છારા સમાજના અગ્રગણી મહાનુભાવો પણ સમગ્ર શુભ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમૂહ-લગ્નના ઐતિહાસિક પ્રસંગે છારા સમાજના આગેવાન અને ગુજરાત હાઇકોર્ટના વિદ્વાન સરકારી વકીલ શ્રી રતનલાલ. સી. કોડેકર દ્વારા સમાજના પહેલનો સ્વાગત કરતા સમગ્ર આયોજન કરતા અને પ્રસંગમાં દાતાઓ દ્વારા કરવામાં આવેલ ચીજ વસ્તુઓ, ભેટ, સોગાદોના દાતાઓ તેમજ સમૂહ-લગ્નમાં કોઈપણ રીતે જોડાયેલા અને મદદગાર બનેલા તમામ લોકોનો આભાર પ્રકટ કર્યો હતો. તેમની સાથે સમાજના વકીલ મિત્રો સમાજના પંચાયતના તમામ સભ્યો,સરપંચો, અને બહારગામથી આવેલા છારા ભાંતુ સમાજના સભ્યો હાજર રહી સમગ્ર પ્રસંગે પોતાના આશીર્વાદ આપ્યા હતા. જેમાં મુખ્યત્વે છારા ભાંતુ સમાજના અગ્રણી પંચ તેમજ વકીલ શ્રી પ્રદીપ બજરંગે,સરપંચ શ્રી મનોજ ફકુભાઈ તમાઈચી, અખિલ ભારતીય સહંસમલ ભાંતુ સમાજ સંઘના ઉપાધ્યક્ષ શ્રી અજય ઈન્દ્રેકર, હાલ એડવોકેટ અને ભૂતપૂર્વ જજ શ્રી મનોજભાઈ જેન્તીભાઈ ઇન્દ્રેકર, એડવોકેટ કૈકેશ ઘાસી, એડવોકેટ તુલસી ગુમાને, સમાજ સેવક અને અગ્રણી પંચ શ્રી સુનિલ તમાઈચી, વકીલ શ્રી મુકેશ તમાઈચી, એડવોકેટ શ્રી શિવ ઇન્દ્રેકર, શિક્ષક શ્રી રાજેશ ઇન્દ્રેકર, અગ્રણી પંચ શ્રી ગણેશ ઇન્દ્રેકર, અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી શ્રી વિક્રમ ઘમન્ડે, પોલીસકર્મી શ્રી રાજેન્દ્ર પ્રવીણભાઈ રાઠોડ, શ્રી વિહત નવયુવક મંડળના સેવાભાવી કાર્યકર્તાઓ શ્રી મોહનભાઇ બજરંગે, જગદીશ બજરંગે, પ્રવીણભાઈ ગુમાને, દીપિકા બેન ગુમાને, શૈફાલી ઉમેશ ભાઈ તમાઈચી તેમજ છારા સમાજના સૌ પ્રથમ પત્રકાર અને વિદ્વાન શ્રી પ્રવીણ ઘમન્ડે (કાકા ) ઉપસ્થિત રહ્યા હતા.
શુ કામ કરવા જોઈએ સમૂહ-લગ્ન
આજે વધતી જતી જન સંખ્યા તેમજ વધતી માંઘવારી માં સમાજના વિવિધ પ્રકાર ના રિવાજો માં પરીવર્તન થઈ રહયુ છે. ઘણા સમાજો જુના રીવાજો બંધ કરીને નવા રીવાજો શરૂ કરી રહયા છે તેમાં ઘણા સમાજો તેમની સામાજીક મર્યાદાઓ જળવાય રહે તે માટે રીવાજો બદલવા માટે તૈયાર નથી જેથી તે સમાજો પ્રગતિના બદલે પડતી તરફ ધકેલાઈ જતા હોય છે. માનવી ને કયાંય જવાનો સમય નથી તેને માત્ર પૈસાનો લોભ છે તેથી તે ટુંકા ગાળા માં થતું હોય તેવુ જ કામ કરવા મથામણ કરતાં હોય છે.


દરેક સમાજો માં સૌથી મોટી સમસ્યા લગ્ન ના રીવાઝો ની છે જેના કારણે જેતે સમાજો લગ્ન ના રીવાઝો બાબતે જાણી ગયા છે તે આગળ વધી રહયા છે જેઓ આજ સુધી તેમાં પરીવર્તન લાવવા માટે પ્રેરાયા નથી તે હજી પણ પછાત પણા તરફ ધકેલાઈ રહયા છે સમાજ માં લગ્નના રિવાઝો માં જલસા વાળા કે દેખાવા વાળા જે લગ્ન થાય છે તેના પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ જેના કારણે સમાજના લોકો ને ખુબજ મોટુ નુકશાન થતું હોય છે જેમકે સમય,પૈસો વગેરેને વેડફાઈ જતી હોય છે જેમાં એક વ્યકતિના લગ્ન હોય ત્યાં આખા સમાજ ને આ મુસીબત નો સામનો કરવો પડતો હોય છેજે સમાજો મોટા અને દુરદુર ના ગામડીયા ધરાવતા સમાજો હોય તો અને એક સીઝન માં વધારે પ્રમાણ માં લગ્ન હોય તો કેવી રીતે દરેક જગ્યાએ પહોંચવું, સમય સાચવવો કે કામ સાચવવું જરા વિચાર કરો,જો કોઈના ત્યાં ના જઈ શકીએ તો પણ રીસાઈ જાય તો કરવુ શું એક લગ્ન માં એક સમાજ નો એક જ માણસ નહી પણ આખું સમાજ હિલ્લોળે ચડી જતું હોય છે, કયાં જવું ને શું કરવું તે સુજે જ નહી આ બાબતે એક જ સમયે એક જ સ્થળે ઓછા ખર્ચે લગ્ન થાય તેવી પ્રથા બહાર પાડવી જોઈએ.





Total Users : 26
Total views : 94
Who's Online : 0