Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લાંચ / રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનના મહિલા ASI રૂ. 10,000ની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા, લોકઅપમાં નહી રાખવા તેમજ માર નહી મારવાના માંગ્યા હતા 20 હજાર

લાંચ / રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનના મહિલા ASI રૂ. 10,000ની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા, લોકઅપમાં નહી રાખવા તેમજ માર નહી મારવાના માંગ્યા હતા 20 હજાર

Our Visitor

009917
Total Users : 9917
Total views : 11605
Who's Online : 5

લાંચ / રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનના મહિલા ASI રૂ. 10,000ની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા, લોકઅપમાં નહી રાખવા તેમજ માર નહી મારવાના માંગ્યા હતા 20 હજાર

રાજકોટ શહેરમાં ફરીવાર પોલીસ લાંચ લેતા ઝડપાઈ છે. જેમાં શહેરનાં માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ગીતાબેન પંડ્યા નામના મહિલા ASIએ ફરિયાદીનાં પતિને લોક-અપમાં નહીં રાખવા તથા માર નહીં મારવા અને જામીન મુક્ત કરવા માટે રૂપિયા 20,000 ની લાંચ માંગી હતી. અને આ પૈકી રૂ.10,000 અગાઉ વસુલ પણ કર્યા હતા. જોકે આજે બાકીના રૂ. 10,000 લેવા જતા મહિલા ASI ઝડપાઇ જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ, ફરીયાદી તથા તેમના પતિ તથા અન્ય વિરૂધ્ધમાં માલવિયાનગર પો.સ્ટેમાં મારામારી અંગેનો ગુન્હો દાખલ થયો હતો. તે ગુન્હાના કામે ફરીયાદિના પતિને અટક કરવાની બાકી હતી. જે અંગે ફરિયાદી મહિલા એ.એસ.આઇ. ગીતાબેનને મળતા તેઓએ ફરીયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા તથા માર નહીં મારવા તેમજ તરત જ જામીન પર મુક્ત કરવા માટે રૂ.20,000 ની લાંચની માંગણી કરી હતી.

ત્યારબાદ અગાઉ ફરીયાદી પાસેથી રૂ.10,000 લઇ લીધા હતા. અને આજરોજ બાકી રહેલ રૂ.10,000 આક્ષેપિતને ફોન કરી આપવા જવા વાયદો થયો હતો. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. પો.સ્ટે. રાજકોટ શહેર ખાતે આવી ફરીયાદ કરી હતી. જેના આધારે માલવીયાનગર પો.સ્ટે રાજકોટ શહેર ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના મહિલા ASIએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ માંગી, સ્વીકારતા એસીબી દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

લાંચ / રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનના મહિલા ASI રૂ. 10,000ની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા, લોકઅપમાં નહી રાખવા તેમજ માર નહી મારવાના માંગ્યા હતા 20 હજાર

Related posts

જામીન ઉપર છૂટી જેલ સિપાહી ઉપર જીવલેણ હુમલો અને લૂંટ કરતા ફરાર આરોપી ની પોલીસે કરી ધરપકડ

Ritesh Parmar

ભરૂચ ACB એ છટકુ ગોઠવી વધુ એક લાંચિયા પોલીસને રંગેહાથ ઝડપી પાડ્યો, શહેરમાં એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતો હતો

Ritesh Parmar

સુરત / ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત ટકારા અને દેલાસામાં ચૂંટણી પ્રચાર કરાયો! કોંગ્રેસના ઝૂઝારું અને લોકપ્રિય નેતા દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના વચનની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Ritesh Parmar

Leave a Comment