
મોરબીમાં ઝૂલતા પૂલ હોનારતમાં મેન મેઇડ ડિઝાસ્ટર જવાબદાર
સંચાલકોએ કમાણી કરવા માટે લોકોને મોતના મોંઢામાં ધકેલ્યા
જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ
ગઈ કાલે સાંજે મોરબીમાં ઝુલતા પુલ તુટી પડવાને કારણે સર્જાયેલી હોનારતમાં અત્યાર સુધી 141 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર મળ્યા છે.ત્યારે આ ઘટનાને પગલે વિપક્ષી નેતાઓ દ્વારા આ દુર્ઘટના માટે સત્તાપક્ષ ભાજપ સામે સવાલ ઉઠાવાઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે આ ઘટનામાં જવાબદોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોરબીમાં ઘટેલી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે.કોઈ એકની બેદરકારીને લીધે 141 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં કોઈએ પોતાના માતા-પિતા તો કોઈએ પતિ-પત્ની અને બાળકો ગુમાવ્યા છે. ત્યારે રાજકીય નેતાઓ આ મુદ્દે નિવેદન આપીને સત્તાપક્ષ ભાજપ સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે મોરબીની આ ઘટનામાં લોકો અવસાન પામ્યા તેવા સમાચાર મને મળ્યા હતા. જેના અનુસંધાનમાં જાત હું તપાસ કરવા માટે આવ્યો છું. મોરબીનો એક બ્રીજ લગભગ 1979માં તૂટેલો અને તેમાં લગભગ 2000 કરતા વધારો લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાં તો કુદરતી કહેર હતી પણ તેમાં પણ મેન મેઇડ ડિઝાસ્ટર પણ હતું અને આમાં પણ પુલની જે ઘટના બની તેમાં પણ મેન મેઇડ ડિઝાસ્ટર છે. હુ ગુજરાત હાઇકોર્ટ પાસે આ મામલે એપ્લીકેશન કરવાના મતમાં છુ કે તમે આમાં તપાસ કરો કે આ બ્રીજ બંધ હતો અને તેને કંઇ કંપનીએ રિપેર કર્યો હતો. અને રિપેર સર્ટ્રીફિકેટ આપ્યુ કે ના આપ્યું ?, અને જે બ્રીજની કેપેસિટી 100 માણસની હતી તે બ્રીજ પર જેમણે પણ આ બ્રીજની સંચાલનની જવાબદારી લીધી તે લોકોએ આ બ્રીજ પર 400 લોકોની ટીકીટ ફાડીને બ્રીજ પર જવા માટે મોતના કુવામાં કોને ધકેલ્યા ?. તેમને ખબર હતી કે 100 કરતા વધારે લોકોની કેપેસિટી નથી તો તમે કમાણી કરવા માટે આ લોકોને મોતના મોંઢામાં ધકેલ્યા હતા.






Total Users : 9766
Total views : 11432
Who's Online : 0