Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓલપાડ તાલુકા કોંગ્રેસના લોકપ્રિય આગેવાન અને નેતા દર્શન નાયકની આગેવાનીમાં છીણી, ધનસેર, અને પિંજરાતની રાંગમાં વચન પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

ઓલપાડ તાલુકા કોંગ્રેસના લોકપ્રિય આગેવાન અને નેતા દર્શન નાયકની આગેવાનીમાં છીણી, ધનસેર, અને પિંજરાતની રાંગમાં વચન પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Our Visitor

013163
Total Users : 13163
Total views : 15409
Who's Online : 1

ઓલપાડ તાલુકા કોંગ્રેસના લોકપ્રિય આગેવાન અને નેતા દર્શન નાયકની આગેવાનીમાં છીણી, ધનસેર, અને પિંજરાતની રાંગમાં વચન પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની પુરી શક્યતાઓ છે. ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે.અને અહીં તેઓ ચાર વખત મુખ્યમંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે.
મોદી માટે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે. તેમની સામે કોંગ્રેસ પાર્ટી ખુબજ મક્કમતા સાથે ઉભી છે અને છેલ્લા 20 વર્ષોમાં પહેલી વખત ઝનૂન અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહી છે.
પરંતુ કોંગ્રેસ સામે પાંચ પડકાર છે.
કોંગ્રેસ પહેલી વખત ભાજપને આત્મવિશ્વાસ સાથે પડકાર આપવા પ્રયાસ કરી રહી છે. પરંતુ આગામી મુખ્યમંત્રી રૂપે તેણે કોઈને પણ રજૂ નથી કર્યા.
કોંગ્રેસે રાજ્યના વિકાસ માટે કોઈ યોજનાનો ખુલાસો પણ નથી કર્યો. મોદી આગામી અઠવાડીયામાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. તો બીજી તરફ કોંગ્રેસે તેનો ચૂંટણી પ્રચાર અગાઉથી જ શરૂ કરી દીધો છે.

ચૂંટણી અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સુરત ઓલપાડ વિધાનસભા સીટ ઉપરના પ્રબળ સંભવિત ઉમેદવાર દર્શનભાઈ નાયક છેલ્લા ચાર મહિનાથી ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે ખુબજ ઝૂઝારું અને મક્કમતા સાથે સમગ્ર ઓલપાડ વિસ્તારમાં કોંગ્રેસ વિચારધારાના વચનોની પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરી લોકોને પડતી મુશ્કેલીયો અને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને તેમના આ અથાગ પ્રયાસોના કારણે ઓલપાડમાં ઘણી બધી સમસ્યાઓનું નિવારણ પણ થયું છે. હાલ દર્શનભાઈ નાયક ઓલપાડની જનતા માટે લોકપ્રિય આગેવાન અને નેતા તરીકે ઉભરી આવ્યા છે. અને ત્યાંના લોકો પણ દર્શનભાઈ નાયકને ચૂંટણીમાં જીત અપાવવા કટીબદ્દ બન્યા છે.

આજરોજ પણ સુરત ઓલપાડ તાલુકા સમિતિના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકે પ્રચાર કર્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત પીંજરાતની રાંગ,છીણી અને ધનસેર ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને યુવાનો સહિત કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


ઓલપાડ તાલુકા કોંગ્રેસના લોકપ્રિય આગેવાન અને નેતા દર્શન નાયકની આગેવાનીમાં છીણી, ધનસેર, અને પિંજરાતની રાંગમાં વચન પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Related posts

સુરત ગ્રામ્યની મહુવા પોલીસ SHE ટીમની પ્રસંશનીય કામગીરી! અસ્થિર મગજની 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું પરીવાર સાથે કરાવ્યું મિલન, 3 દિવસ થી મહિલા હતી ગુમ, મહુવા પોલીસની થઈ ખુબ પ્રશંસા

Ritesh Parmar

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Ritesh Parmar

સુરત / ઓલપાડ તાલુકાના ગામ સેગવા-વસવારીમાં ગ્રામજનોની દયનિય સ્થિતિ! ગામમાં નથી સ્ટ્રીટ લાઈટો કે પાણી આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ, ગ્રામજનોને તાત્કાલિક તમામ સુવિધા મળે તે માટે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન, સમસ્યાઓનું નિરાકરણ જલ્દ ના કરાય તો થશે દેખાવો: દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment