Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આંણદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ભારે જનમેદની ઉમટી! સાથે રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતમાં જન વિશ્વાસ સંમેલન યોજાયો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2503

આણંદ, ગુજરાત તા. 10


આપણને એવા મુખ્મંત્રી મળ્યા છે જેને પંચાયતથી લઇને વિઘાનસભા સુઘી 25 વર્ષનો અનુભવ છે:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


સરદાર સાહેબની ધરતીના સંસ્કારને કારણે તેમના પદચિન્હ પર ચાલ્યા એટલે કાશ્મિરની સમસ્યા પુરી કરી સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલી આપી:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


આજે કોઇ ગુજરાતની વાતો કરે એટલે ભાજપ દેખાય, ભાજપની વાત કરે એટલે ગુજરાત દેખાય:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


ગુજરાત અને ભાજપના સંબોધો રાજકારણના નથી, આતો દિલનો પ્રેમ છે, પોતિકાપણુ છે:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


ગુજરાત ભાજપ એટલે શાંતી અને સલામતી, ગુજરાતમાં ભાજપ એટલે વેપાર-ધંધો કરવા ઉત્તમ વાતાવરણ, ગુજરાતમાં ભાજપ એટલે હુલડોથી મુક્તી, ગુજરાત ભાજપ એટલે સમાજને તોડવા વાળી તાકતો પર જીવલેણ પ્રહાર કરવાની શક્તિ:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


કોંગ્રેસના મિત્રોને પુછજો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા કોઇ ગયા છો કે નહી.? :-શ્રી નરેન્દ્રભાઇ મોદી


આવનાર સમયમાં ગુજરાતની ઓળખ ફાર્મા હબ, સેમિ કંડકટર હબ, ઇલેક્ટ્રીક વાહનોના મેન્યુફેચરિંગ તરીકે થશે:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો નથી કરતી અમે તો ધરતી પર કામ કરનાર લોકો છીએ:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


દેશને ગુજરાત પાસે ઘણી અપેક્ષા છે. ગુજરાત ભાજપની અલગ તાકાત છે. આજે પણ ગુજરાતની જનતાના આશિર્વાદ મળે છે, આવતીકાલે પણ મળશે તેમા જરાય શંકા નથી:- શ્રી નરેન્દ્રભાઇ મોદી


વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને સુશાસન, ગુડ ગવર્નન્સ નો માર્ગ બતાવ્યો:- શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ


ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે, ગુજરાતમાં વિકાસના નવા કિર્તીમાન સ્થાપિત થઇ રહ્યા છે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસ”થી ગુજરાતમાં વિકાસની યાત્રા સતત આગળ વઘી રહી છે:- શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ


ગુજરાતની જનતાએ આપણી નેક નીયત પર અને વિકાસની રાજનીતી પર પુરો વિશ્વાસ મુક્યો છે. ગુજરાતની જનતા તેમનું હિત કોણ કરી શકે તે સારી રીતે જાણે છે:- શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે આંણદ ખાતે દેશના પ્રઘાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની પ્રેરક ઉપસ્થિતમાં “જન વિશ્વાસ સંમેલન” યોજાયુ. આ કાર્યક્રમમાં આંણદ જિલ્લાના પ્રમુખશ્રી વિપુલભાઇ પટેલે પ્રાસંગીક સંબોધન કર્યુ. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને રામ મંદિરનું સ્મૃતિ ચિન્હ ભેટ આપી ભવ્ય સ્વાગત કર્યુ.

આ કાર્યક્રમમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે વહિવટનો અનુભવ ન હતો આપણુ સદભાગ્ય છે કે આપણને એવા મુખ્મંત્રી મળ્યા છે જેને પંચાયતથી લઇને વિઘાનસભા સુઘી 25 વર્ષનો અનુભવ છે. 25 વર્ષના જાહેર જીવનામાં તેમના મોઢેથી ક્યારેય કટુ વાણી નથી નિકળી, તેમના વ્યવહાર પર ક્યારેય કોઇએ આંગણી નથી ચીંઘી તેનાથી વઘુ ગુજરાત માટે રૂડુ શું હોય. આજે જ્યા જ્યા નજર પહોંચે ત્યા કેસરિયો સાગર દેખાઇ રહ્યો છે. મોદી સાહેબે હળવી શૈલીમા સૌને પુછયું કે કેમ છો બઘા?, આણંદ હોય ત્યા આંનદ ન હોય તેવુ બને?, આજે આણંદની ઘરતી પર આવ્યો છું ત્યારે પૂજય બાપુ, સરદાર સાહેબ, ભાઇ કાકા આવા દિર્ઘદ્રષ્ટા પુરુષોના ચરણોમાં વંદન કરીને ગૌરવ અનુભવું છું.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, સરદાર સાહેબની ધરતીના સંસ્કારને કારણે તેમના પદચિન્હ પર ચાલ્યા એટલે કાશ્મિરની સમસ્યા પુરી કરી શક્યા અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલી આપી. ગુજરાત અને ભાજપનો અતૂટ નાતો છે, આજે કોઇ ગુજરાતની વાતો કરે એટલે ભાજપ દેખાય, ભાજપની વાત કરે એટલે ગુજરાત દેખાય. ગુજરાત અને ભાજપના સંબંધો રાજકારણના નથી, આતો દિલનો પ્રેમ છે, પોતિકાપણુ છે, ગુજરાતની જનતાએ જ કમળને ખિલતુ રાખ્યું છે. આજે નાનો બાળક પણ જાણે છે કે ગુજરાત ભાજપ એટલે સેવા, મહિલાઓની સુરક્ષા, ગુજરાત ભાજપ એટલે શાંતી અને સલામતી, ગુજરાતમાં ભાજપ એટલે વેપાર-ધંધો કરવા ઉત્તમ વાતાવરણ, ગુજરાતમાં ભાજપ એટલે હુલડોથી મુક્તી, ગુજરાત ભાજપ એટલે સમાજને તોડવા વાળી તાકતો પર જીવલેણ પ્રહાર કરવાની શક્તિ, ગુજરાતમાં ગરબા પણ થાય અને તાજ્યા પણ નીકળે, ગુજરાત ભાજપ એટલે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજના 20 થી 25 વર્ષના યુવાનોને જાણ જ નહી હોય કે પહેલા ગુજરાતમાં કેવી સ્થિતિ હતી. આજે ગુજરાતની દિકરીઓ ભણી ગણી આગળ વઘી રહી છે. મહિલાઓને પુરતી સુરક્ષા મળે છે. આપણે ગુજરાતને મુસીબતોથી બહાર કાઢ્યું. ગુજરાતમાં પાણીની, વિજળીની સ્થિતિ સુઘારી, સરદાર સાહેબનું સ્વપ્ન સરદાર સરોવર ડેમ અર્બન નકસલવાદીઓએ સરદાર સાહેબના સપનાને અટકાવવા કેટ કેટલીય મેહનત કરી. કોંગ્રેસના મિત્રોને પુછજો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા કોઇ કોંગ્રેસના નેતા ગયા છે કે નહી.? ગુજરાતે વિજળી ઉત્પાદનની ક્ષમતા અલગ-અલગ માધ્યોમોથી 20 વર્ષમાં બે ગણી કરી નાખી. ગુજરાતમાં 20 વર્ષમાં 5 ઘણું શાકભાજીનું ઉત્પાદન થવા લાગ્યું. આઠ વર્ષની ડબલ એન્જિનની સરકારે ખેડૂતો, પશુપાલનને મોટી તાકાત આપી છે, કિસાન ક્રેડિટનો લાભ હવે પશુપાલકોને પણ મળશે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, છેલ્લા 20 થી 22 વર્ષમાં વિકાસના પાટામાં જો હિસાબ કરીએ કે એન્જિન કોણ રહ્યુ તો એ આપણુ ગુજરાત છે. ગુજરાત આત્મનિર્ભર ભારત માટે મોટુ કેન્દ્ર બનશે. 21 મી સદીમાં ગુજરાતની ઓળખ આવનાર 5 થી 7 દશક ગુજરાત અને દેશની નવી ઓળખ બનાવશે. આવનાર સમયમાં ગુજરાતની ઓળખ ફાર્મા હબ, સેમિ કંડક્ટર હબ, ઇલેક્ટ્રીક વાહનોનું મેન્યુફેચરિંગ તરીકે થશે. જેમ ભાઇકાકા એ વિદ્યાનગરનું સ્વપ્ન જોયુ હતું તેમ આર્થિક ક્ષેત્રે આપણે ગિફટ સિટીનું સ્વપ્ન જોયુ છે તે ગુજરાતને તેમજ ગુજરાતના યુવા ઘનને દુનિયાની અંદર એક તાકાત આપશે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ સાંભળી કેટલાક લોકોના મોતિયા મરી જાય છે. સૌથી મોટુ સ્ટેચ્યુ તો ગુજરાતમાં, સૌથી મોટુ સીએનજી ટર્મીનલ ગુજરાતમાં, ટ્રેડિશનલ મેડિસીનનું મોટુ હબ ગુજરાતમાં, પહેલુ કન્ટેનર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં આજે દેશની પહેલી ગતી શક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં છે. દેશની પહેલી રક્ષા શક્તિ, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં છે. ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો નથી કરતી અમે તો ધરતી પર કામ કરી બતાવનાર લોકો છીએ. આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચલાવી હોય તેમ લાગે છે એટલે તમને ચેતવું છું. કોંગ્રેસ વાળા બોલતા નથી પણ ઠંડી તાકાતથી ગામે ગામ ગોઠવણ કરી રહ્યા છે. આવનાર ચૂંટણીમાં સતર્ક રહેવા જણાવ્યું. કોંગ્રેસે નવી રાજનીતી અપનાવી છે કે ગામે ગામ જઇ સભા કરવી, દરેક વાતને ખોટી રીતે રજૂ કરવી. મને વિશ્વાસ છે કે સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કોઇ પણ સંકટને સતર્કતાથી માત આપશે તેવો વિશ્વાસ છે. ઘરે ઘરે જઇ કોંગ્રેસની રણનીતી ફેલ કરવાની છે. દેશને ગુજરાત પાસે ઘણી અપેક્ષા છે. ગુજરાત ભાજપની અલગ તાકાત છે. આજે પણ ગુજરાતની જનતાના આશિર્વાદ મળે છે, આવતીકાલે પણ મળશે તેમા સહેજ પણ શંકા નથી.

આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે,એક અને અંખડ ભારતના શિલ્પી લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ છે. આજે એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઇનું માર્ગદર્શન આજે આપણને મળશે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને સુશાસન, ગુડ ગવર્નન્સ નો માર્ગ બતાવ્યો છે. દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ ગૃહમંત્રી તરીકે સરદાર સાહેબે દેશી રજવાડાઓનુ વિલિનીકરણ કરી આગવી કુનેહ દર્શાવી હતી આ પરિણામે આખો દેશ એક બન્યો અને વિકાસના સપના લોકોએ સેવ્યા. દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકીને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સપષ્ટ બહુમતી આપી કેન્દ્રમાં સત્તા સોંપી. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસની રાજનીતીનો એક નવો યુગ દેશમાં શરૂ કર્યો અને ભારત 21મી સદીનું નેતૃત્વ કરવા યોગ્ય બન્યું. ગુજરાતને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું માર્ગદર્શન બે દાયકાથી મળી રહ્યુ છે.

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાત આજે વિકાસની જે ઉંચાઇ પર છે તેમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો અથાગ પરિશ્રમ અને ગુજરાતની જનતાએ ભાજપ પર મુકેલો અતુટ વિશ્વાસ છે. આદરણીય નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વાસનું વળતર વિકાસથી ચુકવવાની નેમ રાખી છે. ગુજરાતની દરેક મુલાકાતમાં કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપે છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં વિકાસના નવા કિર્તીમાન સ્થાપિત થઇ રહ્યા છે. સૌનો સાથ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ,સૌનો વિકાસથી ગુજરાતમાં વિકાસની યાત્રા સતત આગળ વઘી રહી છે. કરોનાની મહામારીમાં કોઇ ગરીબ ભુખ્યું ન સુવે તે માટે કરોડો ગરીબ પરિવારોને વિનામુલ્યે અનાજ આપ્યું છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગરીબ પરિવાર દિવાળીનો તહેવાર આંનદથી ઉજવી શકે તે માટે પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ સમય માટે લંબાવી આપી. ભાજપની સરકારમા અને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દિશા દર્શનમાં પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતે નામના મેળવી છે. ગુજરાતની જનતાએ આપણી નેક નીયત પર અને વિકાસની રાજનીતી પર પુરો વિશ્વાસ મુક્યો છે. ગુજરાતની જનતા તેમનું હિત કોણ કરી શકે તે સારી રીતે જણે છે. આવનાર સમયમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત કરીશું તેવો વિશ્વાસ આપ સૌ પર રાખું છું.

આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રીશ્રી સી.ડી.રવીજી, રાજયના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આંણદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ભારે જનમેદની ઉમટી! સાથે રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતમાં જન વિશ્વાસ સંમેલન યોજાયો

Related posts

સંતાનોની આત્મહત્યા એક ભયાનક સામાજીક દુષણઃ પરિક્ષાર્થીઓના માતાપિતા રહો સાવધાન-સતર્ક

Phone: 9998685264.

અમદાવાદ / મહિલા પોલીસ સ્ટેશનમાં બનેલ બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં પોલીસ નિર્દોષ! અમદાવાદની મેટ્રો કોર્ટે ચુકાદો સંભળાવતા પૂર્વ મહિલા PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા

Phone: 9998685264.

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Phone: 9998685264.

Leave a Comment