
આમ આદમીની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચે તે પહેલા જ વાતાવરણ ગરમાયુ હતું . અરવિંદ કેજરીવાલનાં આગમને લઇને જે હોડિંગ્સ અને ગેટ બનાવવામાં આવ્યા હતા તેને ઉતારવાની માંગ સાથે આપ અને બીજેપી આમને-સામને આવી ગયુ હતું.આપ અને બીજેપી બન્ને પક્ષનાં નેતાઓ સામે- સામે શાબ્દિક પ્રહાર કરતા નજરે પડ્યા હતા. વાતાવરણ ગરમ થતા જ ધક્કા-મુક્કીનો માહોલ સર્જાયો હતો. ભાજપ એની બાજુમાં પોસ્ટર લગાવ્યા છે. આ મામલે બન્ને પક્ષ વચ્ચે વાતાવરણ ગરમાયુ હતુ.
આ તકે બન્ને પક્ષ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આપના નેતાઓએ હાય રે ભાજપનાં સુત્રોચ્ચાર કર્યા હતા.
ભાજપ અને આપની પોસ્ટર લડાઈ વચ્ચે ઓલપાડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત દરિયા કાંઠા ના દાંડી ગામ ખાતે ભારે વરસાદ વચ્ચે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. સ્થાનિક જનતાએ કોંગ્રેસના પ્રચાર અને તેમની વિચાર સરણીને સારો પ્રતિસાદ આપ્યો હતો.







Total Users : 13123
Total views : 15361
Who's Online : 6