Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાહુલગાંધીને વિડીયો મોકલી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કહ્યું! જે પોતાનો પરીવાર નથી સંભાળી શક્યા એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંથી સંભાળશે

રાહુલગાંધીને વિડીયો મોકલી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કહ્યું! જે પોતાનો પરીવાર નથી સંભાળી શક્યા એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંથી સંભાળશે

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

રાહુલગાંધીને વિડીયો મોકલી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કહ્યું! જે પોતાનો પરીવાર નથી સંભાળી શક્યા એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંથી સંભાળશે
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ

રેશમા પટેલે ફરી એકવખત રાહુલ ગાંધીને કરી રજૂઆત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર રેશમા પટેલે કર્યા આક્ષેપ
કોંગ્રેસ હાઈકમાન્ડે આ અંગે કોઈ એકશન લીધો નથી : રેશમા પટેલ

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, વિધાનસભાની ચૂંટણીને લઈને ગણતરીના મહિનાઓ રહ્યા છે.ત્યારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પત્ની દ્વારા ફરી એકવખત રાહુલગાંધીને રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે. જેમાં પોતાના પતિ પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ ભરતસિંહ સોલંકીના અને પોતાની વચ્ચે કોઈ સમાધાન ન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.

અગાઉ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી બીજી સ્ત્રી સાથે ઝડપાયા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો. તેમજ તેમણે જાતે થોડો સમય કોંગ્રેસથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ દ્વારા રાહુલ ગાંધીને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર રેશમા પટેલ દ્વારા રાહુલ ગાંધીને વિડીયો મોકલલામાં આવ્યો છે. જેમાં રેશમા પટેલ દ્વારા ભરતસિંહ સોલંકી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે.

વીડિયોમાં ભરતસિંહ સોલંકી ઉપર ગંભીર આક્ષેપ કરતા રેશ્મા પટેલ

રેશમાં પટેલે રાહુલ ગાંધીને વિડીયો મોકલી અનેક આક્ષેપ કર્યા છે. રેશમાં પટેલે રાહુલ ગાંધીને સવાલ કર્યો છે કે, પરિવાર ન સાચવનાર કોંગ્રેસ કેમનું સાચવશે ? તેમણે 2 યુવતીઓ સાથે લગ્ન કરી બંન્ને છોડી દીધી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. પોતાનાથી 45 વર્ષ નાની યુવતી સાથે તેઓ ઝડપાયા હતા તેમ રેશમા પટેલ દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે લખ્યું છે કે, મારી સાથે સમાધાન કર્યા હોવાની વાત પણ ખોટી હોવાનો દાવો કર્યો છે.

આ અંગે રેશમા પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસના હિતમાં આ વિડીયોના માધ્યમથી તમને મારા પતિ કે જેઓ ગુજરાત કોંગ્રેસના સર્વ સત્તાધીશ નેતા ભરતસિંહ સોલંકી જે પોતાનું પરિવાર નથી સંભાળી શક્યા તે કોંગ્રેસ પરિવારને કેમનું સંભાળશે. મારા સસરા માધવસિંહ સોલંકીના અવસાન બાદ ભરતભાઈ બેલગામ થઈ ગયા છે. મારી જોડે ખરાબ વ્યવહાર કર્યો. 2 પાટીદાર છોકરીઓ સાથે લગ્ન કર્યા પછી બંન્ને છૂટાછેડા આપી 24 વર્ષની યુવતી સાથે લગ્ન કરવાનું પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે,મારી જોડે લગ્ન સંબંધમાં હોવા છતાં 69 વર્ષના ભરતસિંહ સોલંકી તેમનાથી 45 વર્ષ નાની ઉંમરની એક યુવતીના ઘરમાં રંગરલીયો મનાવતા પકડાઈ ગયા હતા. જેનો લાઈવ વિડીયો સમાચારમાં જોવા મળ્યા હતા. જેનાથી શરમાઈને તેમણે જાતે જાહેર કર્યું કે, થોડાક મહિના માટે કોંગ્રેસથી દૂર રહેશે. તેમ છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે આ અંગે કોઈ એકશન લીધો નહોતો. કોંગ્રેસમાંથી દૂર રહેવાનો તેમનો પોતાનો નિર્ણય હતો. ત્યારે આજકાલ ભરસિંહ સોલંકી રાજકીયક્ષેત્રમાં એવું કહી રહ્યા છે કે, તેમનું મારી સાથે સમાધાન થઈ ગયું છે. જે એકદમ ખોટી વાત છે. ત્યારે મારો એક સવાલ છે કે, આવા નેતાને સ્ટેજ પર બેસાડીને ગુજરાતમાં કોંગ્રેસને જીત મળી શકશે ખરી ?


રાહુલગાંધીને વિડીયો મોકલી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કહ્યું! જે પોતાનો પરીવાર નથી સંભાળી શક્યા એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંથી સંભાળશે

Related posts

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ગોળી મારી આત્મહત્યા કરી! કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

અમદાવાદીયો માટે ખુશખબર” વહેલી સવારે ગાંધી બ્રિજ ઉપર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ લેવાયો! જુઓ વિડીયો

Ritesh Parmar

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Ritesh Parmar

Leave a Comment