Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત આઉટ ઓફ કંટ્રોલ સીટી તરફ વધી રહ્યું છે! ધોળા દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કરાઈ, ઘટના સીસીટીવીમાં કેદ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, જુઓ CCTV

સુરત આઉટ ઓફ કંટ્રોલ સીટી તરફ વધી રહ્યું છે! ધોળા દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કરાઈ, ઘટના સીસીટીવીમાં કેદ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, જુઓ CCTV

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11439
Who's Online : 0

સુરત આઉટ ઓફ કંટ્રોલ સીટી તરફ વધી રહ્યું છે! ધોળા દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કરાઈ, ઘટના સીસીટીવીમાં કેદ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, જુઓ CCTV

સુરતમાં ગુંડારાજ, સવારના સમયે જાહેરમાં જ એક યુવક પર કરાયું ફાયરિંગ
ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
ફાયરિંગની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરત શહેરમાં રોજબરોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ગુનેગારોને જાણે કાયદાનો ખોફ ન હોય તેમ છડે ચોક ગુનાઓને અંજામ આપી રહ્યા છે.ત્યારે ફરી વખત આજ રોજ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોઢે રૂમાલ બાંધી આવેલા એક યુવક ફાયરિંગ કરી ભાગી છૂટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. અને વધુ તપાસ હાથ ઘરી હતી.ફાયરિંગ ની આ સમગ્ર ઘટના સી સી ટી વી મા કેદ થઈ જવા પામી હતી.

જુઓ સમગ્ર ઘટનાનો CCTV

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમા અખંડ આનંદ કોલેજ પાસે સવારના સમયે ફાયરિંગની ઘટના બની હતી. બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા એક યુવકે સફી નામના યુવક પર ફાયરિંગ કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.લોકોના જણાવ્યા મુજબ જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે સફી સુર્યા મરાઠી ગેગનો સભ્ય હતો. જે થી કોઈ અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ફાયરિંગ કરનારે સફિ નામના યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયો હતો. સફીના પેટના ભાગે ફાયરિંગ કરવામાં આવતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોક બજાર પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગુન્હો દાખલ કરી સીસીટીવી ફૂટેજને આધારે ફાયરિંગ કરનાર ઈસમની તપાસ શરૂ કરી છે

સવાર સમયે જાહેરમાં થયલે ફાયરિંગ ની ઘટનાને પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.પોલીસે ધટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે સ્થાનિક લોકોના નિવેદન લેવા કવાયત હાથ ધરી છે.

સુરત આઉટ ઓફ કંટ્રોલ સીટી તરફ વધી રહ્યું છે! ધોળા દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કરાઈ, ઘટના સીસીટીવીમાં કેદ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, જુઓ CCTV

Related posts

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Ritesh Parmar

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Ritesh Parmar

રાજ્યોની જુદી જુદી જેલોની યોગ્ય સલમાતી અને સંચાલન માટે હથિયારી PI ઓને પોસ્ટિંગ અપાશે, સાબરમતી જેલથી શરૂઆત!

Ritesh Parmar

Leave a Comment