Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનું ઢીમ ઢાળી દીધું! સરાજાહેર બજારની વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યાં નીપજાવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનું ઢીમ ઢાળી દીધું! સરાજાહેર બજારની વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યાં નીપજાવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનું ઢીમ ઢાળી દીધું! સરાજાહેર બજારની વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યાં નીપજાવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી

પાટણ શહેરમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો છે. એક વર્ષથી ચાલતા સગા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. આ વિસ્તારમાં માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પ્રકાશ પટણીનો છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો.
આજ રોજ દરરોજની જેમ પ્રકાશ પટણી રીક્ષા લઈને ઘરેથી નિકળ્યો હતો. આ દરમિયાન વેરાઈ ચકલા વિસ્તારમાં તેને મામાનો છોકરો મળ્યો હતો અને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે તીક્ષ્‍ણ હથિયારથી રહેસી નાખ્યો હતો.

જે બાદ પ્રકાશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી છે, અને આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનું ઢીમ ઢાળી દીધું! સરાજાહેર બજારની વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યાં નીપજાવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી

Related posts

વડોદરા/ સોહામણી લાગતી યુવતીને એક યુવક રૂમમાં લઈ ગયો, કપડા ઉતારતા હોશ ઉડ્યા, કિન્નર નીકળ્યો,

Ritesh Parmar

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓને બઢતી, રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મિણા દ્વારા 15 જવાનોને પ્રમોશન અપાયું

Ritesh Parmar

જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

Ritesh Parmar

Leave a Comment