Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

કવોટર્સ સામે નવી બિલ્ડીંગ પરથી કૂદીને યુવતીએ જીવન ટૂંકાવ્યું
અગમ્ય કારણોસર યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર
પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી એક યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવતીએ અગમ્ય કારણોસર સવાદ કવોટર્સ સામે નવી બિલ્ડીંગ બની રહે છે.જેના પરથી યુવતીએ કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પોલીસને તેમજ પરિવારને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વારસિયા પોલીસ મથક હદ વિસ્તારના સવાદ ક્વોટર્સ ખાતે નિર્માણ પામી રહેલા ઈમારત ઉપરથી અગમ્ય કારણોસર એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેમજ યુવતીના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. પરિવાર અને પોલીસને ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવાની સાથે વધુ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પીએસઆઈ પાસેથી મળતી માહિતી અનુસાર, સવારે છ વાગે પોલીસ કંટ્રોલમાં યુવતીએ આપઘાત કર્યો હોવાની જાણ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે,વારાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવાદ કવોટર્સની નજીકમાં એક યુવતીએ આપઘાત કરી લીધો છે. જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા પ્રાથમિક માહિતી મુજબ આત્મહત્યા કરનાર મહિલા 35થી 40 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ અંગે યુવતીના કાકા રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આપઘાત કરનાર યુવતીને સંગમ સવાદ કવોટર્સમાં પરણાવી હતી. જ્યાં તેણે કોઈ કારણોસર સવાદ કવોટર્સની સામે નવી બિલ્ડીંગનું બાંધકામ થઈ રહ્યું છે. ત્યાં આવેલા સાતમાં માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. મારા પરિવારને ઘટનાની જાણ થતા અમે સગાવહાલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવતીના પતિનું નામ દિગ્વિજય છે. તેમજ યુવતીને 2 જેઠ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ક્યાં કારણોસર મારી દીકરીએ આ પગલું ભર્યું તેની અમને કોઈ જાણ નથી તેમ પણ જણાવવામાં આવ્યું હતું.


વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

Related posts

મહા મુકાબલો / ગુજરાત ટાઈટન્સ vs/ રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગ્રાન્ડ ફિનાલે, ગુજરાત પ્રથમ અને રાજસ્થાનની બીજી વખત ટાઇટલ જીતવાની આશા, સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Ritesh Parmar

દુર્ભાગ્યપૂર્ણ ઘટના, સચિન તેંડુલકરના સૌથી મોટા ફેન સુધીરકુમાર સાથે પોલીસે કરી મારપીટ, જે પોલીસ સ્ટેશનના ઉદઘાટનમાં ચીફ ગેસ્ટ હતો એજ પોલીસ સ્ટેશનમાં માર માર્યો

Ritesh Parmar

BIG NEWS: અમદાવાદ શહેરના સરદારનગરમાંથી ઝડપાઈ હતી દારૂની ફેકટરી, DGPએ સરદારનગર પોલીસ સ્ટેશનના PI અને PSIને કર્યા સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ

Ritesh Parmar

Leave a Comment