Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોડાસા – નડિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ વાહનોમાં જોરદાર ટક્કર! ત્રણેય વાહનોમાં લાગી વિકરાળ આગ, 6 લોકોના મોતની આશંકા! 12 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી, જુઓ વિડીયો

મોડાસા – નડિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ વાહનોમાં જોરદાર ટક્કર! ત્રણેય વાહનોમાં લાગી વિકરાળ આગ, 6 લોકોના મોતની આશંકા! 12 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી, જુઓ વિડીયો

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

મોડાસા – નડિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ વાહનોમાં જોરદાર ટક્કર! ત્રણેય વાહનોમાં લાગી વિકરાળ આગ, 6 લોકોના મોતની આશંકા! 12 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી, જુઓ વિડીયો

મોડાસા- નડિયાદ હાઇવે પર આલમપુર પાસે ટ્રીપલ અકસ્માત
ત્રણેય વાહનોમાં આગ ફાટી નીકળી,છ વ્યક્તિનાં મૃત્યુની આશંકા
કેમીકલ ભરેલી ટ્રક, અન્ય ટ્રક અને મોટરકાર અથડાયા
હાઇવેના બન્ને તરફ કિલોમીટરો સુધી લાંબી વાહનોની કતાર લાગી
ટ્રાફિકને સિકા રોડ પર ડાયવર્ટ કરાયો

અરવલ્લીના મોડાસા- નડિયાદ હાઇવે પર આલમપુર પાસે ટ્રીપલ અકસ્માત બાદ આગની ઘટનામાં છ લોકોના બળી જવાથી મોતની આશંકા છે.બે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ આગ લાગી હતી અને તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. અકસ્માતને પગલે 12 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તેથી ટ્રાફિકને ડાયવર્ટ પણ કરાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી.

ઘટના સ્થળનો વિડીયો

મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત થઈ છે. મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. વાહનોની ટક્કર બાદ લાગેલી આગ એટલી ભયંકર હતી કે ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતા છે. જેમાં અત્યાર સુધી એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરાયો છે. બંને તરફ 12 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિકને સિકા રોડ પર ડાયવર્ટ કરાયો હોવાની માહિતી મળી છે.

જુઓ વિડીયો

અત્રે ઉલ્લેખનીય છે કે આગના કોલ બાદ ફાયરના ત્રણ ટેન્કરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોડાસાના મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ત્રિપલ અકસ્માતમાં એક સીએનજી ગાડી હોય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.

મોડાસા – નડિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ વાહનોમાં જોરદાર ટક્કર! ત્રણેય વાહનોમાં લાગી વિકરાળ આગ, 6 લોકોના મોતની આશંકા! 12 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી, જુઓ વિડીયો

Related posts

SAVE HUMINITY / અમદાવાદમાં દીકરીઓને સ્વરક્ષણ બાબતે અપાઈ તાલીમ! મુસીબતના સમયમાં કેવી રીતે કરવો રક્ષણ તેના માટે સેમિનાર યોજાયો, હવે ફરી વખત નિર્ભયા કે ગ્રીષ્મા હત્યાંકાંડ નથી બનવા દેવું : પૂનમ પાંચાણી

Ritesh Parmar

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

Ritesh Parmar

ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને જમ્મુ-કાશ્મીરથી ઝડપી પાડ્યો

Ritesh Parmar

Leave a Comment