Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત /હજીરા વિસ્તારમાં મલ્ટીપર્પઝ હોસ્પિટલ,ઔદ્યોગિક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર માટેની વ્યવસ્થા, મીઠા પાણીના પ્લાન્ટ તેમજ આ વિસ્તારના શિક્ષિત યુવાનોને સ્થાનિક કંપનીઓમાં રોજગારી અપાવો:
દર્શનભાઈ નાયક
મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત /હજીરા વિસ્તારમાં મલ્ટીપર્પઝ હોસ્પિટલ,ઔદ્યોગિક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર માટેની વ્યવસ્થા, મીઠા પાણીના પ્લાન્ટ તેમજ આ વિસ્તારના શિક્ષિત યુવાનોને સ્થાનિક કંપનીઓમાં રોજગારી અપાવો:દર્શનભાઈ નાયકમહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત /હજીરા વિસ્તારમાં મલ્ટીપર્પઝ હોસ્પિટલ,ઔદ્યોગિક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર માટેની વ્યવસ્થા, મીઠા પાણીના પ્લાન્ટ તેમજ આ વિસ્તારના શિક્ષિત યુવાનોને સ્થાનિક કંપનીઓમાં રોજગારી અપાવો:દર્શનભાઈ નાયકમહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ
દર્શન નાયક : નેતા કોંગ્રેસ

હજીરા વિસ્તારમાં એસ્સાર કંપની. રિલાયન્સ. એલ એન્ડ ટી., એન.ટી.પી.સી, કૃભકો.,એ.એમ.એન.એસ.,ઓએનજીસી.આઈઓસી., જીએસપીએલ,નાઈકો,એબીજી, ગુજરાત ગેસ,કૅઈનસ એનર્જી,શેલ,ગેઈલ જેવા મહાકાય ઊદ્યોગો આવેલા છે .હજીરા વિસ્તારમાં વારંવાર જમીનો સંપાદિત કરવામાં આવી છે પરંતુ અહીંના સ્થાનિકો ને નોકરી અપાઇ નથી ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ અને અકસ્માતોની ભરમારની સમસ્યા પણ છે. હજીરા વિસ્તારના મહાકાય ઉદ્યોગોનાં કારણે હજીરા જુના ગામ. મોરા, સુવાલી, રાજગરી, કવાસ, ભટલાઈ, જુનાગામ,વાસવા અને દામકા ગામના લોકોનું જીવન પ્રદૂષણના કારણે દુષ્કર બની ગયું છે.
હઝીરા વિસ્તારના લોકોની લાગણી અને માગણી મુજબ હજીરા કાંઠા વિસ્તારના ઉદ્યોગો દ્વારા સ્થાનિક યુવાનોને કાયમી ધોરણે નોકરી આપવામાં કરવામાં આવી રહી નથી. છેલ્લા ૩૦ વર્ષથી ઔદ્યોગિક વિકાસ માટે હજીરા કાંઠા વિસ્તારના લોકોએ તેમની મહામુલી જમીન અને પાણી સહિત બધું જ આપી દીધું છે. પરંતુ સામે તેમની હાલત કફોડી બની ગઈ છે. લગભગ ૨૦ જેટલા મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને કાયમી નોકરી મળતી નથી તથા તેની સામે મોટી સમસ્યા એ છે કે ઉદ્યોગોને સરકારીની જમીનો આપી દેવાથી પશુપાલન પણ કરી શકતા નથી. દરિયામાં ઉદ્યોગોના કારણે કરવામાં આવતા પ્રદુષણના કારણે માછલીઓ ઘટી જવાથી માછીમારી પણ બંધ થઈ જવા પામી છે. આમ આ વિસ્તારની પ્રજા ચારેબાજુથી વર્ષોથી ભીંસાઈ રહી છે. સ્થાનિકોને નોકરી અપાય તો કાયમી ધોરણે નહીં પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અપાય છે .લોકોએ જમીનો ગુમાવી છે તો સામે તેમને પ્રદૂષણ ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ભેટ મળી છે. કંપનીઓને લોકોએ સહકાર આપ્યો છે પણ કંપનીઓ લોકો સાથે ઓરમાયું વર્તન કરે છે.
પહેલા મલ્ટિનેશનલ કંપનીઓ કહેતી હતી કે આ વિસ્તારમાં ભણેલા-ગણેલા અને શિક્ષિત લોકો મળતા નથી પરંતુ હવે તો વિસ્તારમાં લોકો પોતાના પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી કંપની માં કામ કરી શકે એટલા યોગ્ય અને સક્ષમ બનાવ્યા છે.
મૂડીવાદી દેશોમાં પણ ઉદ્યોગો સ્થાનીકોને લાંબા ગાળા સુધી મદદ કરે છે.હઝીરા વિસ્તારમાં આવેલ મલ્ટીનેશનલ કંપનીઓનું સી.એસ.આર. ફંડ તથા નોટિફાઇડ ફંડનો ઉપયોગ સરકારી ભાગીદારી કરી હઝીરાનાં કાંઠા વિસ્તારમાં શાળા-કોલેજ,હોસ્પિટલ,ઉદ્યોગોને લગતા ટેક્નિકલ ટ્રેનીંગ સેન્ટર બનાવવામાં કરવામાં આવે તો સ્થાનિક નાગરિકો માટે ખૂબ લાભદાયક થઈ પડે તેમ છે.પરંતુ સુરત ના હઝીરા વિસ્તારમાં ઉદ્યોગકારોએ તેમની સામાજિક જવાબદારી નિભાવી નથી તેના કારણે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.હઝીરા વિસ્તારમાં વિસ્તારમાં સરકાર દ્વારા એક પણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી નથી કે જેથી લોકો ને સમયસર સારવાર મળી રહે, આ વિસ્તારમાં ભારે માત્રામાં પ્રદૂષણને કારણે લોકો ટી.બી. કેન્સર અને અન્ય ગંભીર બિમારીઓ ના ભોગ બની રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તમારી જાણ મુજબ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. સમયસર સારવારના અભાવે કેટલાક કિસ્સાઓમાં ખેત મજુરો અને શ્રમજીવીઓના અકાળે મોત પણ થતાં હોય છે. ઘણા કિસ્સામાં ખર્ચાળ મેડીકલ સારવાર ને કારણે સમયસર સારવાર મેળવી શકતા નથી. મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં વોકેશનલ ટ્રેનિંગની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે એ પણ ઉદ્યોગો દ્વારા કરવામાં આવી નથી, નોટિફાઇડ એરિયા નું કરોડો રૂપીયાનું ફંડ છે આ વિસ્તારના લોકોની હજારો હેકટર જમીન મફતના ભાવે સંપાદિત કરી લેવામાં આવી પરંતુ સુવિધાઓ આપવામાં ઉદ્યોગો દ્વારા ઠેન્ગો બતાવવામાં આવી રહ્યો છે આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓના મામલે અમારી જાણ મુજબ છેલ્લા ૨૦ વર્ષથી રજૂઆતો કરતાં આવ્યા છે હવે લોકો છેલ્લી ઘડીએ લડી લેવા તૈયાર થયા છે. અહીં આશ્ચર્યની વાત તો એ છે કે જેમની જમીનો પર ઉદ્યોગો ઉભા થયા છે તેમને જ ઉદ્યોગો દ્વારા તેમના કર્મચારીઓ માટે શરૂ કરાયેલી શાળાઓ કે હોસ્પિટલોમાં માત્ર કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને જ પ્રવેશ આપવામાં આવે છે,એ સિવાયના હઝીરા વિસ્તારના નાગરિકોને પ્રવેશ આપવામાં આવતા નથી.
સરકારી નિયમ કહે છે કે સ્થાનિક એટલે માત્ર હજીરાના લોકો નહીં પરંતુ શ્રમ અને રોજગાર વિભાગના ૩૧ માર્ચ ૧૯૯૫ ના ઠરાવ ક્રમાંક રગર – ૧૦૯૫ -૬૪૪ -૨(૨) ગુજરાત રાજ્યના ઉદ્યોગો તેમજ રાજ્ય સરકારમાંથી પ્રોત્સાહિત સહાય મેળવતા બધા ઉદ્યોગોમાં કર્મચારી ,કામદાર અને કારીગર વર્ગની ઓછામાં ઓછા ૮૫ % ની ભરતી અને મેનેજરીયલ અને સુપરવાઈઝરીય જગ્યાઓની ઓછા માં ઓછી ૬૦% ની તથા એકંદરે કુલ ૮૫% ની ભરતી સ્થાનિક રહીશોમાં થી કરવાની રહે છે. રાજ્યમાં ઓછામાં ઓછા ૧૫ વર્ષથી રહેણાંક હોય તેને સ્થાનિક ગણાય છે. આમ આમ સ્થાનિકોની વ્યાખ્યા જિલ્લા કે વિસ્તાર પૂરતી નથી આમ સ્થાનિકોની ટકાવારી નો અમલ ન કરતા હોય તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા દર છ મહિને ઉદ્યોગ કમિશનર ને સ્થાનિક તંત્ર દ્વારા માહિતી મોકલવાની હોય છે.
સરકાર દ્વારા સમાજ અને જનતાના હિત માટે ખોટ ખાઈને પાણીના ભાવે ઉદ્યોગોને સરકારી જમીન ફાળવી આપવામાં આવી હતી.પરંતુ ઉદ્યોગો દ્વારા તેમની સામાજિક ફરજ નિભાવવામાં આવી રહી નથી તથા સ્થાનિકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે.આપશ્રી સદર તમામ હકીકતોને ધ્યાને રાખી હજીરા વિસ્તારમાં આવેલા ઉદ્યોગોમાં શિક્ષિત યુવાનોને કાયમી ધોરણે રોજગાર મળી રહે અને ઉદ્યોગો દ્વારા સ્થાનિક લોકોના હિતમાં સામાજિક જવાબદારી નિભાવવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત /હજીરા વિસ્તારમાં મલ્ટીપર્પઝ હોસ્પિટલ,ઔદ્યોગિક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર માટેની વ્યવસ્થા, મીઠા પાણીના પ્લાન્ટ તેમજ આ વિસ્તારના શિક્ષિત યુવાનોને સ્થાનિક કંપનીઓમાં રોજગારી અપાવો:<br>દર્શનભાઈ નાયક<br>મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

Related posts

ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટે એસઓપીના નિયમો લંબાવ્યા, અદાલતોમાં હજુ પ્રત્યક્ષ સુનાવણી નહી થાય

Ritesh Parmar

જુગારીઆઓ ઉપર આણંદ LCB ની રેડ! ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયો, 6 જુગારીઆ સહીત 16 હજારનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment