Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

મંગળવારે રમજાન ઈદ અને પરશુરામ જયંતી બંને તહેવાર આવી રહ્યા હોવાથી શહેર પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. પરશુરામ જયંતી નિમિત્તે શહેરમાં 4 શોભાયાત્રા નીકળવાની છે, જેથી આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખશે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રમજાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઊજવાય તે માટે પોલીસે અગાઉથી શાંતિ સમિતિ, મહોલ્લા કમિટી તેમ જ સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી હતી.
જોકે રમજાન ઈદના તહેવારમાં શહેરમાંથી એક પણ જુલૂસ કે સરઘસ નીકળવાનું નથી, પરંતુ પરશુરામ જયંતી નિમિત્તે શહેરમાં ચાર શોભાયાત્રા નીકળવાની છે. શોભાયાત્રા ઉપર કે યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારેય શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, લોકોને અફવાઓથી દૂર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. તેમાં છતાં સોશિયલ મીડિયા પર પોલીસની નજર રહેશે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારા સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. પોલીસ બંદોબસ્તમાં 5 અધિક સંયુક્ત પોલીસ કમિશનર, 10 ડીસીપી, 18 એસીપી, 60 પીઆઈ, 300 પીએસઆઈ, 5000 પોલીસ કર્મી અને 500 એસઆરપી જવાન ફરજ પર તહેનાત રહેશે.

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Related posts

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

Ritesh Parmar

સૌથી મોટા નકસલીસ્ટ રાજ્ય છત્તીસગઢમાં અમદાવાદની મહિલા પોલીસ કર્મીઓના 15 દિવસથી ધામા, જાણો શું છે આખો ગેમ પ્લાન…

Ritesh Parmar

ઓલપાડ પોલીસે મોટો કૌભાંડ ઝડપી પાડ્યો! બ્રાન્ડેડ કંપનીના નામે બનાવી રહ્યા હતા ડુપ્લીકેટ માલ સામાન, મુખ્ય સૂત્રધાર સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Ritesh Parmar

Leave a Comment