Times of Amdavad Live
BREAKING NEWS
News

ગોમતીપુરમાં ગુમ થયેલી બાળકીનો મામલો, ગોમતીપુર પોલીસની પ્રશંસનીય કામગીરી,આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો
ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીને શોધી કાઢી, 9 ની ધરપકડ

ગોમતીપુરમાં ગુમ થયેલી બાળકીનો મામલો, ગોમતીપુર પોલીસની પ્રશંસનીય કામગીરી,આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યોગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીને શોધી કાઢી, 9 ની ધરપકડ

Our Visitor

009923
Total Users : 9923
Total views : 11611
Who's Online : 1

ગોમતીપુરમાં ગુમ થયેલી બાળકીનો મામલો, ગોમતીપુર પોલીસની પ્રશંસનીય કામગીરી,આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યોગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીને શોધી કાઢી, 9 ની ધરપકડ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ, તા.5

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે ૧૭ ફેબ્રુઆરીના રાત્રી દરમિયાન ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિ ની બાળકીનું અપહરણ થયું. અને આ અપહરણનો મામલો બાળક તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. રાઠોડે કેસની ગંભીરતા જોઈને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. તેમજ જુદી જુદી ટિમો બનાવી આરોપીઓને શોધી કાઢવા સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો હતો.

ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ વેચવાનું કામ કરતી 

ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ વેચવાનું કામ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યા ગુરરમ, ઊર્મિલા પરમાર, વર્ષા ખસિયા, કિંજલ સાધુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર અને અંજુમ એસ્લાવય છે. આ આરોપીઓ મહેસાણા, અમદાવાદ, વડોદરા અને હૈદરાબાદ વિસ્તારના રહેવાસીઓ છે. આ ટોળકી ભેગા મળી દંપતી અશોક ચેટીમલ્લા અને પત્નીને બાળક જોઈતું હોય 2 લાખમાં બાળક વેચ્યું હતું.

17 ફેબ્રુઆરીએ રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર, સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એક રીક્ષા પર લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પહેલા તો પોલીસ અપહરણ કરનાર 4 આરોપી સુધી પહોંચી હતી. જો કે આ કેસમાં સંડોવાયેલા આરોપી કિંજલ અને તેનો પ્રેમી વિજય વડોદરામાં રહેતા વર્ષા અને અશ્વિન ખસિયાને બાળકીને વેચવા હૈદરાબાદ પહોંચી ગયા હતા. જ્યાં તેમને નંદીની, રમ્યા અંજુમ અને ભવાની નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. બાદમાં હૈદરાબાદના ડોક્ટર દામોદર સાથે મળી 2 લાખમાં અપહ્યત બાળકીને વેચી નાખી હતી.

આરોપીઓ રાજ્યોની હોસ્પિટલોના સંપર્કમાં આવી જરૂરિયાત મંદોને બાળકોને વેચતા અને રૂપિયા કમાતા હોવાનો થયો ખુલાસો

સુરતના અશોક ચેટીમલ્લાંને આરોપી કિંજલનું આધાર કાર્ડ મોકલી પોતાનું જ બાળક વેચવા આવશે. કેમ કે તેમના પિતાનું અવસાન થયું હોવાની કહાની પણ અશોક ચેટીમલ્લાને કરી હતી. એટલું જ નહીં પોલીસે તપાસ કરતા એ પણ સામે આવ્યું કે, આરોપી કિંજલ અને વર્ષા સેરોગેસીથી બાળક લાવતા અને તે દરમિયાન ગુજરાત સહીત અન્ય રાજ્યોની હોસ્પિટલોના સંપર્કમાં આવી જરૂરિયાત મંદોને બાળકોને વેચતા અને રૂપિયા કમાતા હોવાનો ખુલાસો થયો હતો.

આરોપી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળી આવતા અન્ય બાળકોને પણ તસ્કરી થઈ હોવાનું અનુમાન

આરોપી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળી આવતા અન્ય બાળકોને પણ તસ્કરી થઈ હોવાનું પોલીસ માની રહી છે. જોકે આરોપી ઉર્મિલા પરમારે પણ અગાઉ પોતાના જ પરિવારના એક બાળકને વેચ્યુ હોવાનો ખુલાસો કરતા પોલીસે આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.


ગોમતીપુરમાં ગુમ થયેલી બાળકીનો મામલો, ગોમતીપુર પોલીસની પ્રશંસનીય કામગીરી,આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો<br>ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીને શોધી કાઢી, 9 ની ધરપકડ

Related posts

પોલીસ પ્રજાની સેવક / ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સીટીઝન લોકોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ યોજાયો, લોક ડાયરો,અંતાક્ષરીના મનોરંજન સાથે ભોજન કરાવ્યુ! ACP એન. એલ. દેસાઈ હાજર રહ્યા

Ritesh Parmar

ક્રિકેટ દુનિયા/ છેલ્લા 10 વર્ષથી ભારત-પાકિસ્તાન સાથે નથી રમ્યું દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી, ઓસ્ટ્રેલિયા એ કહ્યું આ બંને દેશને અમારું આમંત્રણ, અમે કરીશુ મેજબાની

Ritesh Parmar

દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

Ritesh Parmar

1 comment

Avatar
Manubhai S parmar March 6, 2022 at 9:37 pm

Very good job sir and all stap
Manubhai parmar
Police file news
Crim repoter
Manubhai parmar ,,,,,,, 7016198383

Reply

Leave a Comment