Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં સતત યુપી બિહાર જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સતત છેતરપીંડી, હત્યા, ચોરી વગેરેની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ગુનેગારોને જાણે પોલીસનો ભય ના રહ્યો તેવું જોવા મળી રહ્યું છે. એવામાં આજે અમદાવાદના નરોડાથી એવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડામાં હંસપુરા પાસે આવેલ બંધ મકાનમાંથી એક મહિલાની લાશ મળી આવી છે.
જ્યારે આ મહિલાની લાશ મળી આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલા લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાના શરીર પર છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવેલ છે.તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, આ મહિલાના છૂટાછેડા થયેલા હતા અને તેના લીધે તે એકલી રહીને પોતાનું જીવન પસાર કરી રહી હતી. પરંતુ હવે તેની હત્યા કેવી રીતે થઈ તેને લઈને નરોડા પોલીસ દ્વારા હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ છે.

આ કેસને લઈને જાણકારી સામે આવી છે કે, નરોડા હંસપુરા પાસે આવેલ એક બંધ મકાનમાંથી દુર્ગધ આવતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નરોડા પોલીસ દ્વારા આ મકાનનું તાળું તોડીને તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન આ મકાનમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી.

જ્યારે આ મહિલાની છ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મહિલાની લાશ સડી જવાની સાથે તેમાં કીડા પણ પડી ગયા હતા. આ સિવાય મહિલાના ગળા સહિત શરીરના ભાગમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા અને છરી પણ લાશ પાસેથી મળી આવ્યાનું સામે આવ્યું છે. ત્યાર બાદ નરોડા પોલીસ દ્વારા પ્રાથમિક તપાસના આધારે હત્યાનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

લાંચિયા પોલીસ કર્મીઓ સુધરી જજો નહીં તો આવી બનશે! મહેસાણા જિલ્લાના તાલુકા અને ગ્રામ્યમાં વાહન ચાલકો પાસેથી કટકી કરતા ત્રણ પોલીસ કર્મીઓ ACB ના છટકામાં ઝડપાયા

Ritesh Parmar

ગૌરવ ગુજરાતનું / ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ: 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ, 12 અધિકારીઓને પણ મળ્યા રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

Ritesh Parmar

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment