Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાવનગર/ જયપુર ખાતે અકસ્માતમાં થયેલા ચાર પોલીસકર્મીઓના મૃત્યુનો મામલો, ભરતનગર પોલીસ સ્ટેશનના PSI યાદવને સસ્પેન્ડ કરાયા,

ભાવનગર/ જયપુર ખાતે અકસ્માતમાં થયેલા ચાર પોલીસકર્મીઓના મૃત્યુનો મામલો, ભરતનગર પોલીસ સ્ટેશનના PSI યાદવને સસ્પેન્ડ કરાયા,

Our Visitor

013089
Total Users : 13089
Total views : 15326
Who's Online : 1

ભાવનગર/ જયપુર ખાતે અકસ્માતમાં થયેલા ચાર પોલીસકર્મીઓના મૃત્યુનો મામલો, ભરતનગર પોલીસ સ્ટેશનના PSI યાદવને સસ્પેન્ડ કરાયા,

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

જયપુર નજીક ખાનગી કારમાં જઈ રહેલા ભાવનગરના 4 પોલીસમેન અને એક આરોપીનું અકસ્માતમાં મોત થયું હતું, આ તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી અપાઈ હતી તેમ છતાં પીએસઆઇ એમ.એચ. યાદવે ખાનગી વાહનમાં ટીમ મોકલી હતી, તેમજ આ તપાસમાં સાથે કોઈ અધિકારીને ન મોકલી ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલી હતી જે અંગે રેન્જ આઈજી અશોક કુમાર(IPS)એ પીએસઆઈને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.
મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ભરતનગર પોલીસ મથકથી ખાનગી કારમાં તપાસમાં ગયેલા કર્મચારીઓ દિલ્હીથી પરત નીકળી તા.15 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર માર્ગેથી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી પાંચ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા.

આ અંગે રેન્જ આઈજીએ કરેલા આદેશમાં જણાવાયું છે કે, આ તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફિસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવી હતી. તેમ છતા પીએસઆઈ એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહીં મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કર્યા હતા, તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહીં મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કર્યા હતા. જો પીએસઆઈ એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરી હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ :ખદ ઘટના ન બની હોત. ફોજદાર એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહીં કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવી હતી. જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ ભાવનગર રેન્જ આઈજી અશોક કુમાર (આઇપીએસ) દ્વારા પીએસઆઈ યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ભાવનગર/ જયપુર ખાતે અકસ્માતમાં થયેલા ચાર પોલીસકર્મીઓના મૃત્યુનો મામલો, ભરતનગર પોલીસ સ્ટેશનના PSI યાદવને સસ્પેન્ડ કરાયા,

Related posts

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

Ritesh Parmar

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

Ritesh Parmar

આતો કેવા ચોર ભાઈ, માલગાડીનું ડીઝલ ચોરી ગયા! ડોગની મદદ લઈ ચોર ટોળકીને ઝડપી પાડવામા આવી

Ritesh Parmar

Leave a Comment