Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

Our Visitor

013366
Total Users : 13366
Total views : 15647
Who's Online : 0

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

નારેશ્વર નજીક ભુમાફિયાઓના ડમ્પર અડફેટે ભરૂચના ઝનોરના 3 લોકોના મોતનો મામલો
ભરૂચના MP મનસુખ વસાવા મંગળવારે તેમના તમામ કામો પડતા મૂકી ઘટના સ્થળે નિરીક્ષણ કરવા દોડી ગયા
મામલતદારને ખખડાવ્યા માણસ મરે તેની કિંમત નથી, હપ્તા લેવાના હારા લાગે છે
MP એ સર્કલને પણ ખખડાવી કહ્યું કોઈપણ તંત્ર બેફામ માટી અને રેતીના દોડતા વાહનો સામે કેમ ધ્યાન નથી આપતું

.ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ફરી આકરા પાણીએ જોવા મળ્યા છે. સોમવારે નારેશ્વર-પાલેજ રોડ ઉપર ભરૂચ તાલુકાના ઝનોર ગામના પૌત્ર અને નાના-નાનીનું મૃત્યુ થયું હતું.

ઝનોરના 3 લોકોના ભુમાફિયાઓના કારણે થયેલા મોતમાં ભરૂચના MP મનસુખ વસાવા મંગળવારે તમામ કામ છોડી ઘટના સ્થળના નિરીક્ષણ માટે દોડી ગયા હતા.

સાંસદ આવી રહ્યા હોવાની જાણ થતાં મામલતદાર, સરપંચ, સર્કલ, તલાટી સહિતના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. MP મનસુખ વસાવા એ મામલતદારનો જાહેરમાં ઉઘડો લીધો હતો

મામલતદારને અભદ્ર ભાસામાં ખખડાવતા સાંસદ વસાવા

રેતી અને માટીના ડમ્પરો લઈ બેફામ દોડતા ભુમાફિયાઓને કોણ પાલવી પોષી રહ્યું છે. તંત્રની રહેમ નજર સિવાય આ શક્ય જ નહિ હોવાનો સાંસદે જાહેરમાં રોષ ઠાલવ્યો હતો.

મામલતદારને ખખડાવતા સાંસદે જાહેરમાં તેમને સીધું જ કહી દીધુ હતું કે, આ બેરોકટોક કેમ ચાલે છે, તમે હપ્તા નથી લેતા. મામલતદારને જાહેરમાં બે થી ત્રણ વખત સાંસદે સવાલ કર્યો હતો કે, કેટલા હપ્તા મળે છે કહો. સર્કલ અને સરપંચને પણ સાંસદે આડે હાથે લીધા હતા. તાલુકામાં બેફામ માટી અને રેતી ચોરી ચાલતી હોય તેનાથી સમગ્ર તંત્ર કઈ રીતે અજાણ હોય તેવો પ્રશ્ન પણ જાહેરમાં સાંસદે ઉઠાવ્યો હતો.

મામલતદાર હફ્તા લે છે એવુ જાહેરમાં કહી રહ્યા છે નેતાજી

એક જ વર્ષમાં 7 લોકોના ભુમાફિયાઓના વાહનોથી મોત થયા હોય લાલઘૂમ થઈ ગયેલા સાંસદ મનસુખ વસાવા એ માણસો મરે તેની કિંમત નથી જણાવી હપ્તા લેવાના હારા લાગે છે તેવો પણ રોષ વ્યકત કર્યો હતો.


કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

Related posts

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Ritesh Parmar

દાહોદ / સાસરીમાં લગ્ન પ્રસંગ પતાવી ફતેપુરા પોલીસ સ્ટેશન ફરજ પર જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં દુઃખદ મોત, ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું

Ritesh Parmar

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Ritesh Parmar

Leave a Comment