Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડ્રગ્સના સોદાગરોની હવે ખેર નહીં: ગુજરાતના DGP શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્પષ્ટ સંદેશ આપ્યો, ‘આર યા પાર’નો જંગ, 951 આરોપીઓને અલ્ટીમેટમ!

ડ્રગ્સના સોદાગરોની હવે ખેર નહીં: ગુજરાતના DGP શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્પષ્ટ સંદેશ આપ્યો, ‘આર યા પાર’નો જંગ, 951 આરોપીઓને અલ્ટીમેટમ!

Our Visitor

017756
Total Users : 17756
Total views : 20901
Who's Online : 0

ડ્રગ્સના સોદાગરોની હવે ખેર નહીં: ગુજરાતના DGP શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્પષ્ટ સંદેશ આપ્યો, ‘આર યા પાર’નો જંગ, 951 આરોપીઓને અલ્ટીમેટમ!

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચઢાવીને બરબાદ કરનારા માદક પદાર્થોના કાળા કારોબારીઓ સામે હવે ગુજરાત પોલીસે આરપારની લડાઈનું રણશિંગુ ફૂંકી દીધું છે. રાજ્યના DGP શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાહેબની સીધી સૂચના અને ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ, અમદાવાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખવા માટે એક ઐતિહાસિક અને આક્રમક ઓપરેશન હાથ ધર્યું છે.

જે.ડી. નાગરવાલા સ્ટેડિયમમાં 951 ગુનેગારોનો જમાવડો અને કડક ચેતવણી:-

આજરોજ અમદાવાદના શાહીબાગ સ્થિત જે.ડી. નાગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે એક અનોખું અને ભયાવહ દ્રશ્ય જોવા મળ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ સપાટો બોલાવીને છેલ્લા પાંચ વર્ષમાં NDPS એક્ટ હેઠળ પકડાયેલા કે આડકતરી રીતે નશાના કારોબાર સાથે સંકળાયેલા 951 જેટલા આરોપીઓને એક જ છત નીચે એકઠા કર્યા હતા. આ તમામ ગુનેગારોને પોલીસે સ્પષ્ટ અને કડક શબ્દોમાં છેલ્લી વોર્નિંગ આપી દીધી છે કે, “હવે સુધરી જજો, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો.”

“કાળા નાણાંથી ઉભી કરેલી તમામ મિલકતો જપ્ત થશે”: JCP શરદ સિંઘલ:-

આ મેગા ડ્રાઇવ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શ્રી શરદ સિંઘલ સાહેબે ડ્રગ્સના સપ્લાયરો અને પેડલરોને ખુલ્લી ચેતવણી આપતા અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે:

  • “યુવાધનને બરબાદ કરીને જે લોકોએ કાળા નાણાંથી જળ, જમીન, જાયદાદ, મકાનો, મોંઘીદાટ ગાડીઓ કે સોના-ચાંદીના દાગીના વસાવ્યા છે, તે તમામ ગેરકાયદેસર મિલકતો હવે કાયદાના સકંજામાં આવશે અને જપ્ત કરી લેવામાં આવશે.”
  • “પોલીસની આંખમાં ધૂળ નાખીને નશાનો વેપાર કરનારા કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં.”

1 ડિસેમ્બરથી નિયમો વધુ કડક, ગુનેગારો પર તવાઈ
આગામી 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરોધી કાયદાઓ અને પોલીસની કાર્યવાહીના નિયમો વધુ કડક બનવા જઈ રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક (વર્તમાન DGP), ક્રાઈમ બ્રાન્ચના JCP શ્રી શરદ સિંઘલ, DCP ક્રાઈમ અજિત રાજિયાન, DCP SOG જયરાજસિંહ વાળા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે તમામ 951 આરોપીઓના ડોઝિયર (કુંડળી) તૈયાર કરી લીધા છે. હવે જો આમાંથી એક પણ શખ્સ ફરીથી નશાના વેપારમાં સંડોવાયેલો જણાશે, તો તેની સામે સીધી મિલકત જપ્તી અને બુલડોઝર ફેરવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

નશાના સોદાગરો સામે સમાજની પણ ફરજ:-

યુવા પેઢીની રગોમાં ઝેર ઉતારનારા આ રાક્ષસો માનવતાના દુશ્મન છે. ગુજરાત પોલીસનું આ પગલું અત્યંત સરાહનીય અને ઐતિહાસિક છે. પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે, પરંતુ આ રોગને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે હવે નાગરિકોએ પણ જાગૃત થવું પડશે. જો આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિ નશાનો કારોબાર કરતી જણાય, તો તરત જ પોલીસને જાણ કરીને ગુજરાતના ભવિષ્યને બચાવવામાં સહભાગી બનીએ.


ડ્રગ્સના સોદાગરોની હવે ખેર નહીં: ગુજરાતના DGP શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્પષ્ટ સંદેશ આપ્યો, ‘આર યા પાર’નો જંગ, 951 આરોપીઓને અલ્ટીમેટમ!

Related posts

સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

Ritesh Parmar

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

Ritesh Parmar

રાજકોટ / વાંકાનેરમાં છરીની અણીએ લૂંટ, મિલના માલિકની કાર ઉપર હુમલો કરી 27 લાખની લૂંટ, એકાઉન્ટન્ટને છરી વાગી, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment