Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

🔴 સ્પેશિયલ રિપોર્ટ: ખાખીની ‘આંતરિક અદાલત’ પર હાઈકોર્ટનો હથોડો! જ્યારે ‘બદલી’ એ જ ‘સજા’ નું હથિયાર બની ત્યારે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો!

🔴 સ્પેશિયલ રિપોર્ટ: ખાખીની ‘આંતરિક અદાલત’ પર હાઈકોર્ટનો હથોડો! જ્યારે ‘બદલી’ એ જ ‘સજા’ નું હથિયાર બની ત્યારે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો!

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

🔴 સ્પેશિયલ રિપોર્ટ: ખાખીની ‘આંતરિક અદાલત’ પર હાઈકોર્ટનો હથોડો! જ્યારે ‘બદલી’ એ જ ‘સજા’ નું હથિયાર બની ત્યારે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો!

અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદ:”કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ જ્યારે પોતે જ કાયદાની લક્ષ્મણ રેખા ઓળંગે, ત્યારે ન્યાયતંત્રને આગળ આવવું પડે છે.” ગુજરાત હાઈકોર્ટનો આ તાજેતરનો ઐતિહાસિક ચુકાદો માત્ર એક આદેશ નથી, પરંતુ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વર્ષોથી ચાલતી ‘મનસ્વી સત્તા’ પર એક મોટો કાનૂની પ્રહાર છે.ભ્રષ્ટાચાર કે અન્ય આક્ષેપોના બહાને સામાન્ય પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે વર્ષો સુધી વતન અને પરિવારથી સેંકડો કિલોમીટર દૂર ફેંકી દેવાની પ્રથા પર હાઈકોર્ટે કાયદાકીય પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મચારીઓની આંતર-જિલ્લા બદલીઓ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફોજદારી કેસ કે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની તપાસ ચાલતી હોય તેવા કારણોસર કોઈ પોલીસ કર્મીને તેના મૂળ કેડર જિલ્લામાંથી બીજા જિલ્લામાં અનિશ્ચિત સમય માટે મોકલી શકાય નહીં. જસ્ટિસ મૌલિક જે. શેલતની અદાલતે ચંદ્રવિજયસિંહ હરદેવસિંહ ઝાલા નામના હેડ કોન્સ્ટેબલની પિટિશન ગ્રાહ્ય રાખતા વડોદરા ગ્રામ્યમાં તેમની બદલીના આદેશોને ગેરકાયદેસર ઠેરવી રદ કર્યા છે.

🛑 ખાખીનો ખૌફ: હોદ્દાનો જોર અને ‘જિલ્લા બહાર’ નો દેશનિકાલ:-

પોલીસ તંત્રમાં વર્ષોથી એક અલિખિત નિયમ ચાલતો આવ્યો છે – “અધિકારીની નારાજગી એટલે સીધી બદલી!”
કોઈ નાના કર્મચારી સામે ભ્રષ્ટાચાર (ACB) નો કેસ થાય કે ખાતાકીય વિવાદ થાય, એટલે કાયદાકીય તપાસ પૂરી થાય તે પહેલાં જ ઉચ્ચ અધિકારીઓ પોતાની સત્તાના જોરે તેમને ‘સજા’ આપી દેતા હતા. વહીવટી જરૂરિયાતનું ખોટું બહાનું ધરીને કર્મચારીને મૂળ જિલ્લામાંથી કાઢીને બીજા જિલ્લામાં મોકલી દેવાતા.આ કોઈ સામાન્ય બદલી નથી, પરંતુ એક પ્રકારનો ‘માનસિક અને આર્થિક દેશનિકાલ’ છે.

💔 એક બદલી, વિખેરાતો પરિવાર અને આર્થિક ડામ!

જ્યારે એક સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલની સજાના ભાગરૂપે આંતર-જિલ્લા બદલી થાય છે, ત્યારે તેની પાછળ આખો પરિવાર પીસાય છે:

પરિવારથી દૂરી:
બાળકોનું શિક્ષણ અટવાઈ જાય છે, વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ લેનાર કોઈ રહેતું નથી.

આર્થિક ફટકો:
એક તરફ બે ઘર ચલાવવાનો ખર્ચ અને બીજી તરફ કોર્ટ-કચેરીના ચક્કર. સામાન્ય પગારદાર કર્મચારી દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે.

માનસિક તણાવ:
૨૪ કલાક ફરજ બજાવતો જવાન પોતાની જ સિસ્ટમ સામે લાચાર બનીને ડિપ્રેશનનો ભોગ બને છે.

⚖️ હાઈકોર્ટનો સિંહગર્જના જેવો ચુકાદો: “તપાસ કરો, અત્યાચાર નહીં!

“ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં તંત્રને આયનો બતાવ્યો છે કે, ગુના કે આક્ષેપની તપાસ કરવી એ કાયદાનું કામ છે, પરંતુ તપાસના નામે કોઈની જિંદગી બરબાદ કરવાની સત્તા ઉચ્ચ અધિકારીઓ પાસે નથી.

.કોર્ટનું કડક અવલોકન સિસ્ટમ પર તેની સીધી અસર,:
ACB કેસ સજાનો આધાર નથી માત્ર આક્ષેપના આધારે વર્ષો સુધી બીજા જિલ્લામાં ન રાખી શકાય.

સમયગાળો નક્કી કરવો ફરજિયાત વહીવટી બદલી કાયમી ન હોઈ શકે,
ઓર્ડરમાં સમય લખવો જ પડશે.

મૂળ કેડરમાં વાપસી કટોકટી પૂરી થતાં જ કર્મચારીને તેના મૂળ જિલ્લામાં પરત લાવવો કાયદેસર ફરજિયાત.

🎯 સિસ્ટમ માટે મોટો મેસેજ: હવે ‘કાનૂની અહંકાર’ નહીં ચાલે:-
આ ચુકાદો પોલીસ બેડામાં એવા ઉચ્ચ અધિકારીઓ માટે લાલબત્તી સમાન છે જેઓ કાયદાના રક્ષક હોવા છતાં પોતાના પાવરનો દુરુપયોગ કરી નાના કર્મચારીઓનું શોષણ કરતા હતા.

અંતિમ સંદેશ:
શિસ્તના નામે સત્તાનો દુરુપયોગ એ ન્યાયી શાસનની નિશાની નથી. હાઈકોર્ટના આ ચાબુક બાદ હવે આશા રાખીએ કે પોલીસ તંત્રમાં પણ ‘માનવતા’ અને ‘નિયમો’ નું શાસન સ્થપાશે, અને કોઈ ઉચ્ચ અધિકારી પોતાના હોદ્દાના અહંકારમાં કોઈ સામાન્ય કર્મીના પરિવારના આંસુનું કારણ નહીં બને.


🔴 સ્પેશિયલ રિપોર્ટ: ખાખીની ‘આંતરિક અદાલત’ પર હાઈકોર્ટનો હથોડો! જ્યારે ‘બદલી’ એ જ ‘સજા’ નું હથિયાર બની ત્યારે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો!

Related posts

જમીન ફાળવણીને લઈને રાજ્ય સરકારની બેવડી નીતિ ઉપર વિધાનસભામાં ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા

Ritesh Parmar

અપની અકડકો અપની જેબમે રખના / સોશ્યલ મીડિયા ઉપર ભાઈગીરી કરવાનો ટ્રેન્ડ વધ્યો! કાયદાનો કે પોલીસનો જાણે કોઈ ડર જ નથી, જુદી જુદી ગન સાથે વિડીયો રિલ્સ બનાવી યુવકે વિડીયો અપલોડ કર્યા, રાજકોટ પોલીસ આવી એક્સનમાં

Ritesh Parmar

શ્રમિક-મઝદૂરો સહિત નાનામાં નાના માનવીને ખોટી પરેશાની ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસ ઊભી કરે:- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સૂચન

Ritesh Parmar

Leave a Comment