Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત રાજ્ય સરકારનો નિર્ણય, આગામી 100 દિવસમાં ગૃહ વિભાગમાં આટલી જગ્યાઓ પર કરાશે ભરતી

ગુજરાત રાજ્ય સરકારનો નિર્ણય, આગામી 100 દિવસમાં ગૃહ વિભાગમાં આટલી જગ્યાઓ પર કરાશે ભરતી

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ગુજરાત રાજ્ય સરકારનો નિર્ણય, આગામી 100 દિવસમાં ગૃહ વિભાગમાં આટલી જગ્યાઓ પર કરાશે ભરતી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે આ પહેલા ગુજરાતની નવી ભૂપેન્દ્ર સરકાર વિવિધ કામોને ઝડપથી આટોપી લેવા માંગે છે. જે અંતર્ગત ગુજરાત પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી અટકેલી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજયના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.
આ અંગેની માહિતી મળતી માહિતી મુજબ, ગુજરાતમાં રૂપાણી સરકાર શાસનકાળથી સરકારી ભરતીઓ મુદ્દે યુવાઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. રાજ્યભરના બેરોજગાર બનેલા યુવાનો દ્વારા સતત સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નવી સરકારે યુવાનોના આ વિરોધને ઠારવા માટે ઝડપથી અટકેલી ભરતીઓ પૂરી કરવાનો નિર્ણય લીધો છે. જે માટે સરકારના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગમાં 27847 જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહ વિભાગના જણાવ્યા મુજબ, આગામી 100 દિવસોમાં ભરતીનું આયોજન કરવામાં આવશે. જેમાં કોરોનાના કારણે પેન્ડિંગ પીએસઆઈ, લોકરક્ષકદળ, એએસઆઈ અને ટેકનીકલ ટીમમાં ભરતી કરાશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળની મળીને અંદાજીત 27847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.


ગુજરાત રાજ્ય સરકારનો નિર્ણય, આગામી 100 દિવસમાં ગૃહ વિભાગમાં આટલી જગ્યાઓ પર કરાશે ભરતી

Related posts

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

Ritesh Parmar

જૂનાગઢમાં વિદેશી દારૂના ચાલુ કટિંગે LCB ત્રાટકી, ૮૬૦૪ બોટલ જથ્થો ઝડપાયો: ૬ બુટલેગર સહિત ૧૦ ભાગી છૂટયા

Ritesh Parmar

અમદાવાદના CTM બ્રિજ બન્યો આત્મહત્યા કરવાનો પોઇન્ટ,23 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરવા લગાવી છલાંગ, હોસ્પિટલમા સારવાર હેઠળ કરાઈ દાખલ

Ritesh Parmar

Leave a Comment