Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસમાં ઓપરેશન ક્લીન: ડ્રગ્સ માફિયાઓ સામે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી; DGP કચેરીએ મંગાવી વિગતો

ગુજરાત પોલીસમાં ઓપરેશન ક્લીન: ડ્રગ્સ માફિયાઓ સામે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી; DGP કચેરીએ મંગાવી વિગતો

Our Visitor

009732
Total Users : 9732
Total views : 11392
Who's Online : 0

ગુજરાત પોલીસમાં ઓપરેશન ક્લીન: ડ્રગ્સ માફિયાઓ સામે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી; DGP કચેરીએ મંગાવી વિગતો

અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

ગાંધીનગર, ૨૨ જૂન:ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા અને નાર્કોટિક્સ નેટવર્કને તોડી પાડવા માટે જીવના જોખમે કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ રાજ્યમાં પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ચુનિંદા પોલીસકર્મીઓને સરકાર દ્વારા ‘આઉટ ઓફ ટર્ન’ (સમય પહેલા વિશેષ) બઢતી આપવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ અંગે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) કચેરી દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એક મહત્વનો પત્ર પાઠવી તાકીદે અહેવાલ મંગાવવામાં આવ્યો છે.

બઢતી આપતા પહેલા પ્રોફાઇલની કડક ચકાસણી:-

DGP કચેરીના વહીવટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, જે અધિકારીઓ અને કર્મચારીઓના નામો વિશેષ પ્રમોશન માટે વિચારણા હેઠળ છે, તેમની આંતરિક પ્રોફાઇલની આકરી ચકાસણી શરૂ કરવામાં આવી છે. પોલીસ વડાની કચેરીએ સ્પષ્ટ આદેશ કર્યો છે કે પ્રમોશન આપતા પહેલા તમામ ઉમેદવારોના ક્લીન રેકોર્ડની ખાતરી કરવી અનિવાર્ય છે.

DGP કચેરીએ આ ૪ મુખ્ય બાબતો પર મંગાવ્યો રીપોર્ટ:-

યાદીમાં સામેલ કર્મચારીઓ વિરુદ્ધ નીચેની કોઈ પ્રક્રિયા ચાલુ કે બાકી છે કે નહીં તેની સ્પષ્ટતા માંગવામાં આવી છે:

૧.કોઈ પણ પ્રકારની ખાતાકીય તપાસ (ડીપાર્ટમેન્ટલ inquiry )
૨.અદાલતમાં પડતર કેસ (Court Cases)
૩.વિજીલન્સ તપાસ (Vigilance Inquiry)
૪.અગાઉ થયેલી કોઈ શિક્ષા કે સજાની અમલવારી બાકી અથવા સુચિત હોય

આ વિભાગો અને જીલ્લાઓ પાસે મંગાવાઈ વિગતો:-

આ મામલે સી.આઈ.ડી. ક્રાઈમ (CID Crime), રેલ્વેઝ, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને કોસ્ટલ સિક્યુરીટીના વડાઓ સહિત અમદાવાદ, સુરત અને રાજકોટના પોલીસ કમિશનરશ્રીઓને પત્ર લખાયો છે. આ ઉપરાંત મહીસાગર, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગીર સોમનાથ, વડોદરા ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય અને ભરૂચના પોલીસ અધિક્ષકો (SP) પાસે પણ આધારભૂત પુરાવા સાથેનો રિપોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં ઈ-મેઈલ મારફતે એકત્રિત કરવામાં આવ્યો છે.

પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ:-

સરકારના આ પગલાથી ડ્રગ્સના કારોબારીઓ સામે લડતા પાયાના કર્મચારીઓ અને અધિકારીઓનો ઉત્સાહ બમણો થશે. ‘આઉટ ઓફ ટર્ન’ પ્રમોશનની આ નીતિથી પ્રમાણિક અને બહાદુર પોલીસકર્મીઓને યોગ્ય સન્માન મળશે, જે આગામી દિવસોમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાનને વધુ વેગ આપશે.


ગુજરાત પોલીસમાં ઓપરેશન ક્લીન: ડ્રગ્સ માફિયાઓ સામે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી; DGP કચેરીએ મંગાવી વિગતો

Related posts

સુરતમાં ઉધના પોલીસ હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સનાં દરોડા, 24 આરોપીઓ પકડાયા (VIDEO)

Ritesh Parmar

યુરોપ / આત્મહત્યા કરવા માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ, કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

Ritesh Parmar

ગાંધીનગર LCBએ દેશી દારુ સહિત રૂ. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, અમદાવાદના કૃષ્ણનગરના 2 બુટલેગર ઝડપાયા, 3 ફરાર

Ritesh Parmar

Leave a Comment