Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા/પ્રેમ કરવાની સજા મોત, યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાનીઓ ની જેમ ક્રૂરતા દાખવી ઝાડ સાથે બાંધી માર મારતા યુવકનું મોત, ઘટનાના લીધે ચકચાર ફેલાઈ

વડોદરા/પ્રેમ કરવાની સજા મોત, યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાનીઓ ની જેમ ક્રૂરતા દાખવી ઝાડ સાથે બાંધી માર મારતા યુવકનું મોત, ઘટનાના લીધે ચકચાર ફેલાઈ

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

વડોદરા/પ્રેમ કરવાની સજા મોત, યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાનીઓ ની જેમ ક્રૂરતા દાખવી ઝાડ સાથે બાંધી માર મારતા યુવકનું મોત, ઘટનાના લીધે ચકચાર ફેલાઈ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત(Gujarat): રાજ્યમાં તાલિબાની સજા(Taliban punishment) આપતો એક કિસ્સો સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે, ફક્ત એટલું જ નહી પરંતુ યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો છે કે તેમનું મોત નિપજ્યું છે. ગુજરાત રાજ્યમાં ગુના ખોરીને છુટો દોર મળી ગયો હોય તેવું આ ઘટનાને જોતા લાગી રહ્યું છે. કેમ કે, જોવા જઈએ તો દિવસે દિવસે રાજ્યના ક્રાઈમ રેટ(Crime rate)માં પણ વધારો થઈ રહ્યો છે.
ત્યારે કાળજું કંપાવી નાખે તેવી વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

યુવતીના પરિવારજનોએ યુવકને માર્યો તાલીબાની માર:
વડોદરા(Vadodara) શહેરમાં પ્રેમ કરવાને લીધે યુવકને એવી રીતે માર મારવામાં આવ્યો કે. તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વડોરામાં પાદરા પંથકમાં રહેતા પરિવારને યુવકના કુંટબની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણ થતા યુવકને તાલિબાની સજા જેમ ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં એટલી હદે માર માર્યો હતો કે અંતે યુવકનું કરુણ મોત નિપજ્યું છે.

યુવકને અપહરણ કરી ઝાડ સાથે બાંધી માર્યો તાલીબાની માર:
યુવકને તાલીબાની સજામાં માર મારતો હોય એવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, યુવકને તાલિબાની સજાની જેમ માર મારવામાં આવી રહ્યો છે જેમાં તેને ઝાડ સાથે બાંધીને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે, યુવક મદદ માટે પોકારે છે પરતું ઝુનુન અને આવેશમાં આવેલા લોકો તેને ઢોરની જેમ માર્યા જ રાખે છે. જો કે વીડિયો વાયરલ થતા સમગ્ર મામલે પોલીસ પણ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યા, અપહરણ સહિત અનેક કલમો નોંધી આરોપી કિરણ, મોહન, રમેશ, કાળીદાસ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરા/પ્રેમ કરવાની સજા મોત, યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને તાલીબાનીઓ ની જેમ ક્રૂરતા દાખવી ઝાડ સાથે બાંધી માર મારતા યુવકનું મોત, ઘટનાના લીધે ચકચાર ફેલાઈ

Related posts

૩ વર્ષ, ૧૦૦૦થી વધુ દિવસોની સંતાકૂકડી અને ‘ભગવાન’ના ઓથે ભિખારીનો સ્વાંગ… અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાંબાઝોએ કાયદાના દુશ્મનોને એવી રીતે દબોચ્યા કે ફિલ્મી વિલન પણ શરમાઈ જાય!

Ritesh Parmar

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

Ritesh Parmar

ગાંધીનગર/ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ,
70 આઇપીએસ ની કરાઈ બદલી
અનેક જિલ્લામાં એસપી બદલાયા,
સીએમ ભુપેન્દ્ર પટેલ ની સરકાર માં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી

Ritesh Parmar

Leave a Comment