Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા /ગોત્રી ચેકપોસ્ટ નજીકની કેનાલ પાસે યુવતીની એક્લતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો LRD આખરે પોણા બે વર્ષે ડિસમિસ

વડોદરા /ગોત્રી ચેકપોસ્ટ નજીકની કેનાલ પાસે યુવતીની એક્લતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો LRD આખરે પોણા બે વર્ષે ડિસમિસ

Our Visitor

013082
Total Users : 13082
Total views : 15319
Who's Online : 2

વડોદરા /ગોત્રી ચેકપોસ્ટ નજીકની કેનાલ પાસે યુવતીની એક્લતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો LRD આખરે પોણા બે વર્ષે ડિસમિસ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગોત્રી ચેકપોસ્ટ પાસેની કેનાલ નજીક પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ
મોટી સંખ્યામાં લોક ટોળુ લક્ષ્‍મીપુરા પોલીસ સ્ટેશને ઉમટી પડતા આખરે ફરીયાદ નોંધી હતી
મોડી રાતે પીસીઆરના ડ્રાઇવર રસીક ચૌહણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહણની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ સુરજસિંહ ચૌહણ દુષ્કર્મના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે.
શહેરના લક્ષ્‍મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલ.આર.ડી અને તેના મળતિયા ડ્રાઇવરે યુવક પાસે રૂ. 5000 ની માગણી કરી લઇ લીધા હતા. એકલતાનો લાભ ઉઠાવી હવસખોર પોલીસ કર્મીએ યુવતી સાથે રાતના અંધારામાં અવાવરૂ ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. આ બનાવની ગંભીરતાને જોતા તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે તાત્કાલીક એકશન લઇ બન્ને સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. જોકે ત્યારબાદ બન્નેની ધરપકડ પણ કરવામાં આવી અને હાલ પોલીસ કર્મી જેલમાં છે. દરમિયાન તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. પોણા બે વર્ષે હાલના પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગની સૂચનાથી કુકર્મી સુરજસિંહને ડીસમીસ કરવામાં આવ્યો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના

ગત વર્ષ 2020ના માર્ચ મહિની આ ઘટના છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતી તેના મિત્ર સાથે રાતના સમયે બાઇક ઉપર ફરવા માટે નિકળી હતી. બન્ને ગોત્રી ચેકપોસ્ટ નજીકથી પસાર થતી કેનાલ રોડ ઉપર બાઇક પાર્ક ઉભા હતી. તેવામાં લક્ષ્‍મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નં-9 તેમની પાસે આવી ઉભી રહીં ગઇ હતી. વાનનો ડ્રાઇવર રસીક ચૌહણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહણ બન્ને નિચે ઉતર્યા અને યુવક-યુવતીને ધમકાવવાનુ શરૂ કર્યું હતુ.

પોલીસને જોઇ ગભરાઇ ગયેલા યુવક પાસેથી રૂ. 5000ની માગણી કરવામાં આવી હતી. જોકે યુવક પાસે એટલી રોકડ રકમ ન હોવાથી પહેલા તો તેને ઇન્કાર કર્યો હતો. પરંતુ લાલચુ ડ્રાઇવર અને એલ.આર.ડી મ માન્ય, છેવટે ડ્રાઇવર રસીક યુવકને ગોત્રી રોડ પરના શેલ પેટ્રોલ પમ્પ પર લઇ જઇ કાર્ડ સ્વાઇપ કરાવી રૂપિયા લઇ લીધા હતા. આ દરમિયાન રાતના અંધરામાં એકલતાનો લાભ લઇ હવસખોર એલ.આર.ડી સુરજસિંહ યુવતીને નજીકના અવવારૂ ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ.

અંદાજીત 15 મીનિટમાં પીસીઆરનો ડ્રાઇવર અને યુવક પરત કેનાલ પર આવી પહોંચ્યાં હતા. અને બાદમાં પોલીસની પીસીઆરમાં બેસી રસીક અને સુરજસિંહ ત્યાંથી નિકળી ગયા હતા. દરમિયાન યુવતીએ તેની સાથે બનેલી ઘટના યુવકને જણાવી અને જોત જોતામાં આ ઘટનાની જાણ વાયુ વેગની સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. રોષે ભરાયેલા લોકોએ લક્ષ્‍મીપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડ્રાઇવર અને પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

મામલો વધુ બીચકાતા મોડી રાત્રે પી.સી.આર વાનના ડ્રાઇવર રસીક ચૌહાણ અને એલ.આર.ડી સુરજસિંહ ચૌહાણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સુરજસિંહ ચૌહણ સામે દુષ્કર્મની ફરીયાદ થતાં બન્નેની ધરપકડ કરવામાં આવી આવી હતી. દરમિયાન તેની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવ હતી. હાલ સુરજસિંહ જેલમાં છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે કોર્ટમાં ચાર્જશીટ પણ કરી દીધી છે.


વડોદરા /ગોત્રી ચેકપોસ્ટ નજીકની કેનાલ પાસે યુવતીની એક્લતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો LRD આખરે પોણા બે વર્ષે ડિસમિસ

Related posts

ગુજરાત પોલીસના પગાર વધારાના પરિપત્રને જાહેર નહી કરવાથી પોલીસને પગાર વધારો નહિ મળે તેવી અટકળોને લાગશે પૂર્ણ વિરામ! ગુજરાત પોલીસની દિવાળી એક મહિનો વહેલી આવશે, સોમવારે પગાર વધારાનો પરિપત્ર કરાશે જાહેર

Ritesh Parmar

ખેલૈયા ચેતજો / જો નવરાત્રીમાં રોમિયોગીરી કરવાની કોશિશ કરી તો સમજો આવી બનશે! અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ઘડી કઢાયો પ્લાન, વાંચો….

Ritesh Parmar

પતિ જેલમાં જતાં મહિલા બની બુટલેગર! 600 બોટલ સાથે પકડાઈ, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

Ritesh Parmar

Leave a Comment