Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના એસટી બસ સ્ટોપના ખુલ્લા મેદાનમાં એક અજાણ્યા યુવકની લટકતી લાશ મળી! હત્યાં કે આત્મહત્યા પોલીસ અને પબ્લિકમાં તર્ક-વિતર્ક, પોલીસે તપાસ હાથ ધરી

સુરતના એસટી બસ સ્ટોપના ખુલ્લા મેદાનમાં એક અજાણ્યા યુવકની લટકતી લાશ મળી! હત્યાં કે આત્મહત્યા પોલીસ અને પબ્લિકમાં તર્ક-વિતર્ક, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

018008
Total Users : 18008
Total views : 21199
Who's Online : 1

સુરતના એસટી બસ સ્ટોપના ખુલ્લા મેદાનમાં એક અજાણ્યા યુવકની લટકતી લાશ મળી! હત્યાં કે આત્મહત્યા પોલીસ અને પબ્લિકમાં તર્ક-વિતર્ક, પોલીસે તપાસ હાથ ધરી

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

એસટી બસ ડેપોમાં બસ પાર્ક થાય તેની થોડે દૂર જ યુવકનો મૃતદેહ મળી આવ્યો
બનાવની જાણ પોલીસને થતા જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
યુવકે અહિં આત્મહત્યા કરી કે કોઈ હત્યા કરીને મૃતદેહ ટીંગાડી ગયો તે મોટો પ્રશ્ન
આજે સુરતના એસટી બસ ડેપો સામે આવેલા ખુલ્લા મેદાનમાં એક યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના એસટી બસ ડેપો સામે બસ પાર્કિંગ માટે ખુલ્લું મેદાન આવેલું છે. અહીં મેદાનમાં ઝાંડી ઝાંખરામાં એક યુવકની લાશ મળી આવી હતી. જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આવીને તપાસ કરતા યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી.

સુરત સ્ટેશન જેવા અતિ વ્યસ્ત વિસ્તારની અંદર યુવકે ગળેફાંસો ખાઈ લેવાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે પોલીસ તપાસમાં મૃતક યુવકની પાસેથી એક બેગ મળી આવ્યું હતું. જેથી પોલીસે બેગની તપાસ કરી મૃતક યુવક કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે અને તેના આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. મૃતક યુવકે શરીરે વ્હાઈટ કલરનો શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેમજ ઝાડ સાથે જીન્સનું પેન્ટ બાંધી ફાંસો ખાધો હતો. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે, યુવકની હત્યા થઈ છે. જે અંગે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જોકે હજારો મુસાફરોની અવરજવર ધરાવતા સુરત બસ સ્ટેશન પર યુવકે આત્મહત્યા કેવી રીતે કરી તે મોટી શંકા છે.


સુરતના એસટી બસ સ્ટોપના ખુલ્લા મેદાનમાં એક અજાણ્યા યુવકની લટકતી લાશ મળી! હત્યાં કે આત્મહત્યા પોલીસ અને પબ્લિકમાં તર્ક-વિતર્ક, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

અમદાવાદ પોલીસ કમિશ્નર નો કડક આદેશ! 6 વર્ષથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બદલી વાળી જગ્યાએ 12 કલાક માં છુટા કરવામાં આવે

Ritesh Parmar

ભાવનગર / વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ! પોલીસકર્મીએ વકીલને લાફા મારતા વકીલ આલમમાં નારાજગી, 24 કલાકમાં પોલીસને સસ્પેન્ડ નહી કરે તો હડતાલ પર ઉતરશે

Ritesh Parmar

ગુજરાત /રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના વિભાગો છીનવાયા, ભ્રષ્ટાચારની દિલ્હી સુધી ગઇ હતી ફરિયાદ: સુત્ર

Ritesh Parmar

Leave a Comment