
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ મથકના લિસ્ટેડ બુટલેગર હુસેને પોતાનો વિડીયો વાયરલ કર્યો છે. જેમાં શરાબની વિવિધ બ્રાન્ડની કિંમતો સાથે હોમ ડિલિવરીની ઓફર મૂકી છે.
પોલીસ મથકના PI પણ આ શરાબના વેપલામાં ભાગીદાર હોવાનો તેણે વીડિયોમાં દાવો કરી નાખ્યો છે.
હાલ જે પોલીસ શરાબ પકડી રહી છે એ બુટલેગર અને પોલીસના સેટિંગનો એક ભાગ હોવાનો બુટલેગર હુસેને દાવો કર્યો છે. ત્યારે વડોદરા પોલીસના અધિકારીઓ આ પ્રકારના ગંભીર આરોપીથી લોકોમાં વિવિધ ચર્ચા જાગી છે.

મહત્વનું છે કે બુટલેગર હુસેન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. હુસેન પર પોલીસ પર હુમલા કર્યાના પણ આરોપો લાગ્યા છે. બુટલેગર દ્વારા વડોદરાના પીઆઈ ઉપર લગાવેલા આક્ષેપ કેટલા સાચા છે એતો પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0