Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Our Visitor

013149
Total Users : 13149
Total views : 15391
Who's Online : 2

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

પી.આઈ. એ માફી માંગતા કોર્ટે ફરીવાર આવી ભૂલના થાય તે શરતે કોઈ કાર્યવાહી ના કરી

અમદાવાદ.2 નવેમ્બર

સરદારનગર પોલીસ છેલ્લા ઘણા સમયથી દેશી વિદેશી દારૂની હેરાફેરી અને જુગારધામના ધમધમી રહ્યા અડ્ડાઓને લઇ વિવાદમાં છે.હાલમાંજ સરદારનગર વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓનું સ્ટિંગ ઓપરેશન કરી પ્રસિદ્ધ મીડિયાએ સરદારનગર પોલીસને ખુલ્લી પાડી દીધી હતી. તેમ છતાં સેક્ટર 2 અને ઝોન 4 ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓએ કોઈ તસ્દી લીધી ન હતી.ત્યારે વધુ એક દારૂના કેસમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દરજી એક વિવાદમાં ફસાયા હતા.નાસતા ફરતા આરોપીનો પોલીસે ટ્રાન્સફર વોરન્ટ થી કબજો લીધો હતો.પી.એસ આઇ દરજીએ આરોપીને ત્રણ ગુનામાં અટક કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.આ મામલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડીયાએ નારાજગી વ્યક્ત કરી હતી.PSI વિરુદ્ધ ગેર કાયદેસર અટકાયતની ફરિયાદ કરવા પી.આઇ ને હાજર કરવા આદેશ કરતા પી.આઇ. કોર્ટ સમક્ષ હાજર થઇ બિનશરતી માફી માંગી હતી.

બનાવની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગોવિંદ ઉર્ફે પીળીયો ઠાકોર નાસતો ફરતો હતો.PSI આર. પી.દરજીએ ટ્રાન્સફર વોરન્ટ થી વિદેશી દારૂના કેસમાં ધરપકડ કરી હતી.પોલીસે એક કેસમાં આરોપીને રજૂ કરવાના બદલે પેન્ડિંગ વધુ બે ગુનામાં પણ રજૂ કર્યા હતા.આ મામલે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી.આરોપીની કસ્ટડી કોર્ટની પાસે છે.ત્યારે જે કેસની કસ્ટડી લીધી હોય તે કેસ સિવાય બીજા કેસમાં કોર્ટની પરવાનગી સિવાય અન્ય કાર્યવાહી કરી શકાય નહીં.તપાસ અધિકારી સામે ગેર કાયદેસર અટકાયતની કેમ ફરિયાદ ના લેવી તેનો ખુલાસો આપવા આદેશ કર્યો હતો.પરંતુ પી એસ આઇ દરજી કોઈ ખુલાસો આપી શક્યા નહી.અંતે કોર્ટે પીઆઇને તાબડતોડ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યો અને એ.સી ચેમ્બરમાં બેસી રહેતા પી આઈ સોલંકી ને તેમનો લશ્કર ક્યાં લડી રહ્યો છે તેની જાણ તેમને હોવી જોઈએ.એક તબક્કે તો કોર્ટે PSI ને કસ્ટડીમાં લેવા પણ કડક વલણ અપનાવ્યો .આખરે બે કલાક બાદ પી.આઈ. એમ એમ સોલંકી કોર્ટમાં હાજર થયા હતા.પી.આઇ. એ ભવિષ્યમાં આવી ભૂલ ના થાઈ તેની માફી માંગી હતી.અંતે કોર્ટે પી એસ આઇ ને ફરી આવી ભૂલ નહિ કરવાની શરતે જવા દીધા હતા.


સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Related posts

જામનગરમાં ઘરેલુ મહિલાઓ ચલાવી રહી હતી કુટણખાનું, પોલીસે રેડ કરી 2 મહિલા સહીત 4 લોકોની ધરપકડ કરી,

Ritesh Parmar

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Ritesh Parmar

સાવધાન : ત્રીજી આંખ સક્રિય, 4000 કેમેરા રાખશે વોચ અમદાવાદ શહેર પર પોલીસની બાજ નજર ગુનેગારોની કોઈ પણ ગતિવિધિ પર રખાશે નજર,

Ritesh Parmar

Leave a Comment